સર્વેઃ 2021 સુધીમાં ઈન્ટરનેશનલ ટ્રાવેલમાં 88 ટકાનો વધારો નોંધાયો

ઓછા મુસાફરો સાથે પણ વિમાન પ્રવાસની મંજૂરીને કારણે અનેક લોકો પોતાના પ્રિય સ્થળે ઉપડી પડ્યા હતા

0
972
લગભગ બાવન ટકા કરતા વધારે મુસાફરો કબૂલે છે કે પ્રવાસ કરવા દરમિયાન અને ખાસ કરીને કોવિડ-19ના સંક્રમણથી ક્વોરન્ટાઇન રહેવાના નિયમની ઈન્ટરનેશનલ પ્રવાસને અસર પહોંચી છે. અનેક લોકોએ પ્રવાસ રદ કરી નાખ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ગ્લોબલ રેસ્ક્યુ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે પ્રવાસનને મહામારીની કેવી અને કેટલી અસર પહોંચી છે.

લગભગ અડધાથી વધારે અથવા 49 ટકા પ્રવાસીઓએ ઈન્ટરનેશનલ ટ્રીપ કરી છે, તેમ ટ્રાવેલ રિસ્ક એન્ડ ક્રાઇસિસ રિસ્પોન્સ પ્રોવાઇડર ગ્લોબલ રેસ્કયુ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે. જે દર્શાવે છે કે સમર 2021 દરમિયાન આંતરરાષ્ટ્રીય મુસાફરી કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે.

વિન્ટર 2022 ગ્લોબલ રેસ્કયુ ટ્રાવેલ સેફ્ટી એન્ડ સેન્ટીમેન્ટ સર્વેમાં અનેક બાબતો જાણવા મળી છે. જેમાં મુસાફરી કરનારાઓ તથા આયોજન ધરાવનારાઓને સર્વે હેઠળ આવરી લેવામાં આવ્યા હતા.

25થી 29 જાન્યુઆરી દરમિયાન કરવામાં આવેલા સર્વે હેઠળ 1400થી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા હતા. જેમાં દસમાંથી નવ ટ્રાવેલર્સે જણાવ્યું હતું કે તેઓ મહામારી પછીથી મુસાફરીને લઇને ઓછાવત્તા પ્રમાણમાં ધ્યાન આપી રહ્યા છીએ. 22 ટકાએ જણાવ્યું હતું કે તેમને હવે પ્રવાસ કરવાનો આત્મવિશ્વાસ વધ્યો છે.

ગ્લોબલ રેસ્ક્યુના સીઈઓ ડાન રિચાર્ડ કહે છે કે હવે એવા સંકેત મળી રહ્યાં છે કે મહામારીને કારણએ આંતરરાષ્ટ્રીય મુસાફરી ઉપર મુકાયેલા નિયંત્રણોનો અંત આવી રહ્યો છે. હવે જ્યારે લોકોને લાગે છે કે પ્રવાસ કરવું સલામત છે ત્યારે તેની અસર પણ પ્રવાસન ક્ષેત્રે થઇ રહી છે.

સર્વે હેઠળ આવરી લેવાયેલા 76 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેણો હવે બહાર ફરવાનું, અતંરિયાળ વિસ્તારોની મુલાકાત લેવાનું આયોજન ધરાવે છે. ઘણા લોકોએ વર્ષ પહેલાથી પ્રવાસ માટેનું આયોજન કરી નાખ્યું છે.

47 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ રસી લીધા પછી હવે તેઓ પ્રવાસ કરવા માટે વધારે સલામતીનો અનુભવ કરી રહ્યાં છે.

સર્વે હેઠળ આવરી લેવામાં આવેલા 38 લોકોએ જણાવ્યું હતું કે તેમને લાગે છે કે કોવિડ નિયંત્રણોના નામે લાદી દેવામાં આવેલા પ્રતિબંધો બિનજરૂરી છે.