
અમેરિકન હોટેલ્સમાં RevPAR સંપૂર્ણપણે સુધરીને આ વર્ષે 2019ના સ્તર સુધી પહોંચી જાય તેમ મનાય છે, એમ STR અને ટુરિઝમ ઇકોનોમિક્સના અપગ્રેડેડ અંદાજમાં જણાવાયું હતું. જો કે સંપૂર્ણ રિકવરીને હજી બીજા કેટલાક વર્ષ લાગી શકે છે.
અમેરિકન હોટેલ્સના ADR અને RevPAR 2022ના અંતે 2019ની તુલનાએ $14 અને $6 જેટલા ઊંચા રહેવાની આશા છે, એમ 44માં એન્યુઅલ એનવાયયુ ઇન્ટરનેશનલ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી ઇન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સના રિપોર્ટમાં જણાવાયું હતું. જો કે આ વર્ષે ઓક્યુપન્સી પ્રી-પાંડેમિકની તુલનાએ થોડી નજીક આવે તેમ મનાય છે.
અગાઉ 2023માં RevPARમાં સામાન્ય રિકવરીનો અંદાજ હતો.
આ અંદાજ મુજબ સુધારેલી સમયરેખા મુજબ 2022માં પ્લસ $11નો અંદાજ મૂકાયો છે. પરંતુ ફુગાવા સાથે એડજસ્ટ કર્યા પછી ADR અને RevPARમાં 2024 સુધી પૂરેપૂરી રિકવરી નહી જ થાય તેવો અંદાજ છે.
અહેવાલે ઉમેર્યુ હતું કે સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ્સ અને ટોચના 25 માર્કેટ્સ 2024 પછી RevPARમાં ફુલ રિકવરીનો અંદાજ ધરાવતા નથી.
STR પ્રેસિડેન્ટ અમાન્ડ હાઇટે જણાવ્યું હતું કે માંગ અને ઓક્યુપન્સી ટ્રેન્ડ અમારા તાજેતરના અંદાજ મુજબ છે, પરંતુ પ્રાઇસિંગ અપેક્ષા કરતા વધારે છે, તેનું કારણ ફુગાવાની સાથે મહેમાનના ખર્ચને સમર્થન આપતા આર્થિક ફંડામેન્ટલમાં થયેલો વધારો છે.
તાજેતરની આગાહી હળવી મંદીના જોખમને સમર્થન આપે છે, પણ તેમા સામૂહિક છટણીની સંભાવના નથી અને હાઉસહોલ્ડ ફાઇનાન્સ તાજેતરની મંદીની અસરને પહોંચી વળવા મજબૂત સ્થિતિમાં છે. પ્રવાસ કરતા લોકોને મંદીની ખાસ અસર નડતી નથી અને તાજેતરમાં અમે અંદાજ મૂક્યો છે કે 2023માં બિઝનેસ ટ્રાવેલ રિકવરીના લીધે માંગ ઐતિહાસિક સ્તરે પહોંચશે અને લેઇર સેક્ટરની માંગ પણ અસામાન્ય વૃદ્ધિ સાથે જોડાશે. પણ શ્રમ અને સેવાકીય ખર્ચના મોરચે ચિંતા યથાવત રહેશે. કેટલાક મહત્વના બજારોમાં હોટેલ્સ હજી પણ રિકવરીના મોરચે ઘણી પાછળ છે.
ટીઇ ખાતેના લોજિંગ એનાલિસ્ટના ડિરેક્ટર આર્યન રયાને જણાવ્યું હતું કે હોટેલ ઉદ્યોગની કામગીરીનું પરિદ્રશ્ય હકારાત્મક છે. ઊંચા વ્યાજદરના લીધે અર્થતંત્ર ગતિરોધનો સામનો કરી રહ્યુ હોવા છતાં અને નાણાકીય બજારોની અસ્થિરતા તથા ફુગાવા વચ્ચે પણ માંગ અને રૂમરેટમાં મજબૂત હાઉસહોલ્ડ ફાઇનાન્સીસ તથા બિઝનેસ ટ્રાવેલના મોરચે પૂર્વવત્ થયેલી સ્થિતિના લીધે વૃદ્ધિ જોવા મળી છે.
ટીઇના પ્રેસિડેન્ટ એડમ સેક્સે જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વ ફુગાવાને અંકુશમાં લાવવા માટે નાણાકીય ચુસ્તતાની નીતિને અનુસરી રહ્યુ છે ત્યારે નાણાકીય સ્થિતિને લઈને જોખમ છે, જો કે આ જોખમ માનવામાં આવે તેટલું વધારે નથી તેમ મનાય છે. આના લીધે ધિરાણનો પ્રવાહ ધીમો પડી જવાનું જોખમ છે જેના પર કોર્પોરેટ અને ધંધાકીય કોન્ફિડન્સ મદ્દાર રાખી બેઠો છે. તેની અસર આર્થિક વૃદ્ધિ પર પડી શકે છે. અમેરિકામાં મંદિ આવશે તો પણ તે ગ્રેટ ફાઇનાન્સિયલ ક્રાઇસીસ કરતાં ઘણી ઓછી હશે, તેનું કારણ નાણાકીય અસંતુલનનું પ્રમાણ ઘણું ઓછું છે તે છે.