ટ્વેન્ટી ફોર સેવન હોટેલ્સનું મજબૂત પ્રથમ ક્વાર્ટર

કંપનીએ સધર્ન કેલિફોર્નિયામાં બે નવી હોટેલ્સ હસ્તગત કરી

0
709
ટવેન્ટી ફોર સેવન હોટેલ્સના સીઇઓ ડેવિડ વેનીની આગેવાની હેઠળ કેલિફોર્નિયા સ્થિત થર્ડ પાર્ટી હોસ્પિટાલિટી મેનેજમેન્ટ કંપની ન્યુપોર્ટ બીચે કેલિફોર્નિયામાં કેલેબસાસ ખાતે 125 રૂમની કેમ્બ્રિયા હોટેલ્સ હસ્તગત કરી છે જે પિક્ચરમાં છે અને કેલિફોર્નિયામાં ટેમેકુલા ખાતે 120 રૂમની હિલ્ટન ગાર્ડન હસ્તગત કરી છે. કંપનીએ આ ઉપરાંત પ્રથમ ક્વાર્ટરમાં ઓક્યુપન્સી, ADR અને RevPARમાં વધારો નોંધાવ્યો છે.

2022 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ટવેન્હોટી ફોર સેવન હોટેલ્સનું પ્રદર્શન રાષ્ટ્રીય સરેરાશ  કરતાં વધુ સારું હતું.  કેલિફોર્નિયા સ્થિત થર્ડ પાર્ટી  હોસ્પિટાલિટી મેનેજમેન્ટ કંપની ન્યૂપોર્ટ બીચે સધર્ન કેલિફોર્નિયામાં બે નવી હોટેલ્સ હસ્તગત કરી છે.

વર્ષના પ્રારંભમાં સ્થિર દરે વૃદ્ધિ

દરમિયાન ટવેન્ટી ફોર સેવન પ્રોપર્ટીઝે વર્ષના પ્રથમ ત્રણ મહિના  ઓક્યુપન્સીમાં સ્થિર દરે વધારે નોંધાવ્યો છે,  જે જાન્યુઆરીમાં 62.9 ટકા, ફેબ્રુઆરીમાં 67.8 ટકા અને માર્ચમાં 76 ટકા છે. માર્ચમાં ADR પણ એ જ ત્રણ મહિના દરમિયાન વધીને $142.66 થી $160.99 થી $174.02 થયો. RevPAR એ જ વલણને અનુસર્યો, જે $89.73 થી $109.10 થી $132.25 સુધી વધ્યો.

2021ના પ્રથમ ક્વાર્ટરની તુલનામાં દરેક મેટ્રિક પણ વધ્યો.

“અમે 2021 માં ટવેન્ટી ફોર સેવન  હોટેલ્સ માટે શરૂ થયેલી તેજીની જબરજસ્ત લહેર પર સવારી કરી રહ્યા છે, જેમા અમારો પોર્ટફોલિયો 25 ટકા વધ્યો છે અને સાત નવી હોટેલના ઉમેરા સાથે હવે 3,100 થી વધુ રૂમ ધરાવતી કુલ 25 હોટેલ્સ છે,”ટવેન્ટી ફોર સેવનના સીઇઓ ડેવિડ વાનીએ જણાવ્યું હતું. “અમે પશ્ચિમ યુ.એસ.માં પ્રતિષ્ઠિત ભાગીદારો અને બ્રાન્ડ્સ સાથે થર્ડ પાર્ટી મેનેજમેન્ટની તકો શોધવાનું ચાલુ રાખીશું, આ અનન્ય બજારોમાં અમારું ફોકસ  વિસ્તારીશું. તેમા પણ ખાસ કરીને અમારા પ્રથમ અનુભવમાં જ નફામાં વધારો થયો છે ત્યાં ગ્રાહક સંતોષ પર વધારે ધ્યાન આપીશું.”

વાનીએ જણાવ્યું હતું કે 2022નું બાકીનું વર્ષ હકારાત્મક વૃદ્ધિનું રહે તેવી સંભાવના છે

અમારી ડેવલપમેન્ટ પ્રક્રિયા મજબૂત છે, જેમાં 2022 માટે છ હોટલ ખોલવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાંથી બેની અમે આગામી સપ્તાહમાં જાહેરાત કરવાની અપેક્ષા રાખીએ છીએ,” વાનીએ જણાવ્યું હતું. “સમગ્ર પોર્ટફોલિયોમાં ADRમાં નોંધપાત્ર વધારાને કારણે અમારું 2022નું બજેટ પહેલેથી જ વધી ગયું છે.”

સધર્ન કેલિફોર્નિયામાં વિસ્તરણ

કંપનીએ જે બે નવી હોટેલો હસ્તગત કરી છે તે 125 રૂમની કેમ્બ્રીયા હોટેલ કેલાબાસાસ અને 120 રૂમની હિલ્ટન ગાર્ડન ઇન ટેમેક્યુલા છે.

માર્ચમાં ખૂલેલી કેમ્બ્રિયાની માલિકી વેઇનટ્રાબ રીઅલ એસ્ટેટ ગ્રુપની છે.  તેની નજીક માલિબુ કેન્યોનની સાથે બીજા આકર્ષણો જેવા કે મલિબુ ક્રીક સ્ટેટ પાર્ક, રોનાલ્ડ રેગન પ્રેસિડેન્શિયલ લાઇબ્રેરી, પેપરડાઇન યુનિવર્સિટી અને ચીઝકેક ફેક્ટરી અને હાર્બર ફ્રેઇટ સહિતની કંપનીઓના કોર્પોરેટ હેડક્વાર્ટસ છે. હોટેલની સુવિધાઓમાં આઉટડોર પૂલ, ફિટનેસ સેન્ટર અને લગભગ 2,000 ચોરસ ફૂટ મીટિંગ સ્પેસનો સમાવેશ થાય છે.

હિલ્ટન ગાર્ડન ઇન પણ માર્ચમાં શરૂ થઈ હતી અને તેની માલિકી વેલપ્રોફિટ એલએલસીની છે. તેના નજીકના આકર્ષણોમાં ઓલ્ડ ટાઉન ટેમેક્યુલાની સ્પેશ્યાલિટી શોપ્સ અને રેસ્ટોરાંનો સમાવેશ થાય છે. તેની સગવડોમાં આઉટડોર પૂલ, EV ચાર્જિંગ સ્ટેશન, ફિટનેસ સેન્ટર અને 1,368 ચોરસ ફૂટ મીટિંગ સ્પેસનો સમાવેશ થાય છે. તે પેટ ફ્રેન્ડલી પણ છે.

“ધ કેમ્બ્રિયા હોટેલ કેલાબાસાસ અમારા બીજા કેમ્બ્રિયા હોટેલ છે, જ્યારે હિલ્ટન ગાર્ડન ઇન અમારી છઠ્ઠી હિલ્ટન બ્રાન્ડેડ હોટેલ છે, જે ના પગલે કેલિફોર્નિયામાં અમારો પોર્ટફોલિયો 18 પ્રોપર્ટીનો બન્યો છે,” વાનીએ જણાવ્યું હતું. ” આના લીધે અમને શ્રેષ્ઠ કાર્યપ્રણાલિઓનો અમલ કરવાની અને ઇકોનોમીઝ ઓફ સ્કેલનો તાત્કાલિક ઉપયોગ કરવાની તક મળશે અને આ મહત્વપૂર્ણ પગલાંના લીધે હોટેલ્સને વધારે ઝડપથી સગવડો પૂરી પાડવાની તક મળતા તેઓ તેમના સેગમેન્ટમાં માર્કેટ લીડર બનવા તરફ આગળ વધી શકશે.”

લીડરશિપમાં ફેરફાર

ટ્વેન્ટી ફોર સેવને કોર્પોરેટ લેવલે કેટલાક એક્ઝિક્યુટિવ ટીમ મેમ્બર્સનો ઉમેરો કર્યો છે, તેમા ઓપરેશન્સ એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે અમાન્ડા હોકિન્સ-વોગેલ, ફાઇનાન્સ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે આઇચેન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિરેક્ટર તરીકે એન્ડ્રી હર્ડ અને માર્કેટિંગ અને કમ્યુનિકેશન્સ ડિરેક્ટર તરીકે સારાહ ક્રોની નિમણૂકનો સમાવેશ થાય છે.

2004માં સ્થપાયેલી ટ્વેન્ટી ફોર સેવન બ્રાન્ડેડ સિલેક્ટ સર્વિસ સેગમેન્ટમાં સ્પેશ્યલાઇઝેશન ધરાવે છે. તેના પોર્ટફોલિયોમાં ચાર રાજ્યોમાં કુલ 3,500 રૂમ ધરાવતી 25 હોટેલ્સ છે.

તાજેતરમાં પીચટ્રી હોટેલ ગ્રુપે આ સપ્તાહે 13.5 કરોડ ડોલરના ખર્ચે તેના પોર્ટફોલિયોમાં સાત હોટેલ ઉમેરી છે.