એસટીઆર: ન્યુ યોર્ક નિર્માણાધીન હોટલ રૂમમાં દેશનું નેતૃત્વ કરે છે

વર્ષના અંત પહેલા શહેરમાં સૌથી વધુ ઓરડાં ખોલવા આવ્યાં હતાં

0
678
એસટીઆરના એએમીઃપીએમ પ્લેટફોર્મ અનુસાર ન્યૂયોર્કમાં 1 જુલાઈની સ્થિતિએ 21,878 ઓરડા બાંધકામ હેઠળ હતા. બાંધકામ હેઠળના 8500 કરતાં વધારે ઓરડાં આ વર્ષના અંત સુધીમાં વપરાશ માટે ખુલ્લા મુકી દેવાનું આયોજન છે. જે અનુસાર વર્ષના અંત સુધીમાં 11,400 ઓરડા ઉપલબ્ધ હશે.

ન્યૂયોર્ક શહેરમાં બાંધકામ હેઠળના હોટેલ રૂમ્સની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે અને 2021 દરમિયાન તેમની સંખ્યામાં વધારો થવાની સંભાવના એસટીઆર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અમેરિકાના શહેરોમાં બીગ એપલનું બાંધકામ મોખરે છે અને તેને કારણે માંગમાં પણ વધારો જોવા મળી શકે તેમ છે.

એસટીઆરના એએમઃપીએમ પ્લેટફોર્મના અહેવાલ અનુસાર પહેલી જૂલાઈની સ્થિતિએ ન્યૂયોર્કમાં 21,878 ઓરડા બાંધકામ હેઠળ હતા. શહેરમાં 5000 કરતાં વધારે ઓરડા બાંધકામના અંતિમ તબક્કે છે.

બાંધકામ હેઠળના ઓરડા ધરાવનાર ટોચના પાંચ માર્કેટઃ

  1. ન્યૂ યોર્ક (21,878 ઓરડા)
  2. લોસ એન્જલસ (6,595 ઓરડા)
  3. એટલાન્ટા (6,398 ઓરડા)
  4. લાસ વેગાસ (5,031 ઓરડા)
  5. ડલ્લાસ (5,028 ઓરડા)

ઉપરાંત, આ વર્ષના અંત સુધીમાં ન્યૂયોર્ક શહેરમાં 8500 કરતાં વધારે ઓરડાં ખુલ્લાં મુકવાનું પણ આયોજન છે, જેના પછી વર્ષના અંતે ન્યૂયોર્કમાં કુલ 11,400 ઓરડા થશે. તેના પછી લોસ એન્જલસ માર્કેટ છે કે જે 2021માં ખુલ્યું છે અને બાકીના પાંચ માર્કેટ વર્ષના અંત સુધીમાં ખુલી જશે, જેમાઃ

  1. ન્યૂ યોર્ક સિટી (8,570 ઓરડા)
  2. લોસ એન્જલસ (2,902 ઓરડા)
  3. ઓસ્ટીન (2,437 ઓરડા)
  4. એટલાન્ટા (2,337 ઓરડા)

ન્યૂયોર્ક સિટીમાં કોવિડ પછીના સમયમાં માંગમાં એકદમથી ઉછાળો જોવા મળી શકે છે, તેમ એસટીઆરના સિનિયર વીપી ઓફ કન્સલ્ટીંગ કાર્ટર વિલ્સન જણાવે છે. તેઓ ઉમેરે છે કે માર્કેટમાં સૌથી વધારે નિર્માણાધિન પ્રોજેક્ટ કાર્યરત છે અને સૌથી વધારે હોટેલના બંધ ઓરડા પણ અહીં છે. આવનારા સમયમાં માર્કેટમાં તેની માંગમાં પણ વધારો થયેલો જોવા મળી શકે તેમ છે.

સમગ્ર અમેરિકામાં હાલના સમયે 188,929 ઓરડા નિર્માણ હેઠળ છે, એપ્રિલમાં આ નિર્માણાધિન ઓરડાઓની સંખ્યા 220,207 હતી તેનાથી લગભગ 32000 ઓછા છે. તબક્કાવાર જોઇએ તો તેમાં 2,65,235 ઓરડા આયોજન હેઠળ છે તો 200,978 ઓરડા આખરી તબક્કામાં આકાર પામશે.

મે મહિનામાં, લોજિંગ ઇકોનોમિક્સ દ્વારા અહેવાલમાં જણાવાયું હતું કે વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અમેરિકામાં બાંધકામ હેઠળની હોટલોની સંખ્યામં થોડોક ઘટાડો થયો છે. જે 5216 પ્રોજેક્ટ કે જે 650,222 ઓરડા ધરાવે  છે તેની ઘટ 2020ના અંત સુધીમાં જોવા મળી હતી.