ન્યુક્રેસ્ટિમેજનું 45 હોટેલ્સ હસ્તગત કરવાનું આયોજન

સોદામાં 11 રાજ્યના અંદાજે 3,300 રૂમોનો સમાવેશ

0
481
હ્યુસ્ટન નજીક ટેક્સાસમાં ધ કોર્ટયાર્ડ મેરિયટની 45 હોટેલ્સમાં એકને ડલ્લાસ સ્થિત મેહુલ પટેલની આગેવાની હેઠળના ન્યુક્રેસ્ટિમેજે હસ્તગત કરી છે. મેહુલ પટેલ પોતે તેના મેનેજિંગ પાર્ટનર અને સીઇઓ છે.

ન્યુક્રેસ્ટિમેજના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ચિરાગ પટેલ, સંજય પટેલ, યોગી પટેલ, સીઇઓ મેહુલ પટેલ, મિતલ પટેલ અને દક્ષેશ પટેલ છે.

ડલ્લાસ સ્થિત ન્યુક્રેસ્ટિમેજ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ પાસેથી 45 હોટેલ્સ હસ્તગત કરવાનું આયોજન ધરાવે છે. આ પોર્ટફોલિયોમાં 11 રાજ્યોના 3,300 રૂમોનો સમાવેશ થાય છે, પરંતુ આ સોદાની અન્ય વિગતો જાહેર કરવામાં આવી નથી.

આ હોટેલ્સમાં 35 મેરિયટ ઇન્ટરનેશનલ બ્રાન્ડેડ, સાત હિલ્ટન બ્રાન્ડેડ, બે ચોઇસ હોટેલ્સ ઇન્ટરનેશનલ બ્રાન્ડેડ અને એક રેડિસન હોટેલ્સ બ્રાન્ડેડ પ્રોપર્ટીઝનો સમાવેશ થાય છે. આ પ્રોપર્ટીઝ આર્કેન્સાસ, કોલોરાડો, ઇલિનોઇસ, લોવા, કેન્સાસ, મિશિગન, મિનેસોટા, નોર્થ ડાકોટા, ઓહિયો, સાઉથ ડાકોટા અને ટેક્સાસમાં છે, એમ ન્યુક્રેસ્ટિમેજે જણાવ્યું હતું.

ન્યુક્રેસ્ટિમેજના મેનેજિંગ પાર્ટનર અને સીઇઓ મેહુલ પટેલે જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય વાતાવરણમાં હોટેલ બનાવવા કરતા ખરીદવી વધારે સારી છે. આ ગ્રુપની હાઈ-ટ્રાફિક સ્થળોએ આવેલી હોટેલ્સ તાત્કાલિક ધોરણે આવકનું સર્જન કરવામાં, નફો કરવામાં અને રોકાણ પર વળતર આપવામાં મદદ કરે છે.

જાન્યુઆરીમાં ન્યુક્રેસ્ટિમેજે 3,533 ગેસ્ટ રૂમ્સ ધરાવતી 27 હોટેલ સમિટ હોટેલ પ્રોપર્ટીઝને વેચી દીધી હતી. કંપનીએ વર્તમાન સોદા પૂર્વે 15 હોટેલ્સ હસ્તગત કરી હતી, જેમકે ટેક્સાસમાં સાઉથલેક ખાતે 175 રૂમની કેમ્બ્રિયા હોટેલ જુનમાં ખરીદી હતી અને જુલાઈમાં 696 રૂમની હાઇગેટ હોટેલ્સની સાથે ચાર લા ક્વિન્ટા પ્રોપર્ટીઝ ખરીદી હતી.

બે લો ફર્મ્સમાં અકિન ગમ્પ સ્ટ્રોસ હોર એન્ડ ફેડ અને મ્યુન્સ્ક હાર્ડ્ટ કોફ એન્ડ હેર ન્યુક્રેસ્ટિમેજ માટે 45 હોટેલના સોદા માટે કાયદાકીય સલાહકાર તરીકે કામ કરશે. ફેબ્રુઆરી 2013માં સ્થપાયેલી ન્યુક્રેસ્ટિમેજે 200 હોટેલ્સથી વધુના 3 અબજ ડોલરથી વધુ રકમના સોદા કર્યા છે અને સમગ્ર દેશમાં 122 કમ્યુનિટીઝના 25000 હોટેલ્સ રૂમના સોદા કર્યા હતા.

ન્યુક્રેસ્ટિમેજે ડલ્લાસ લાસ કોલિનાસમાં 135 ઓલ સ્યુટ્સના ટાઉનપ્લેસ સ્યુટ્સ જુનમાં હસ્તગત કર્યા હતા. કંપની આ ઉપરાંત બે ઐતિહાસિક હોટેલ્સની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. ડલ્લાસમાં ડાઉનડાઉનમાં આવેલા મંગોલિયા હોટેલ 29 માળની અને 325 રૂમની છે અને ડાઉનટાઉન ફોર્ટવર્થમાં આવેલી સિન્કલેર હોટેલ 17 માળની અને 164 રૂમની છે.

2013ની ફેબ્રુઆરીમાં સ્થપાયેલી ન્યુક્રેસ્ટિમેજે સમગ્ર દેશમાં 200થી વધુ હોટેલ્સ અને 122 કમ્યુનિટીઝની 25 હજારથી વધુ હોટેલ્સના ત્રણ અબજ ડોલરથી વધારે મૂલ્યના સોદા કર્યા છે. કંપનીએ ડ્યુઅલ બ્રાન્ડ પ્રોપર્ટીઝ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. તેમાં ઐતિહાસિક બિલ્ડિંગના રિયુઝ અને લાઇફસ્ટાઇલ હોટેલ કેમ્પસનો સમાવેશ થાય છે.