એરિઝોનાના હોટેલિયર તળાવમાં મૃત હાલતમાં મળ્યા

આ વિસ્તારના રહેવાસીઓએ તેમને ફેસબુક પર ‘અદભૂત વ્યક્તિ’ તરીકે યાદ કર્યા

0
680
એરિઝોનાના મોહેવ કાઉન્ટીની શેરીફ ઓફિસના ડાઇવર્સે 15 ઓક્ટોબરે સવારે 08. 20 કલાકે લેક હવાસુના થોમ્પસન બેમાંથી 64 વર્ષીય સ્થાનિક હોટેલિયર પિશિત પટેલના મૃતદેહ બહાર કાઢ્યો હતો. મૃત્યુનું કારણ જાણવા માટે તેમની ઓટોપ્સી હજુ બાકી છે.

એરિઝોનાના લેક હાવાસુ સિટીના હોટેલિયર એક તળાવમાં પ્રથમ નજરે ડુબી જતાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. સમૂદાયની એક વેબસાઇટ પર, પિશિત પટેલને એક ‘અદભૂત વ્યક્તિ’ તરીકે યાદ કરવામાં આવ્યાં હતાં.

મોહાવે કાઉન્ટી શેરિફની ઓફિસના જણાવ્યા મુજબ, સત્તાવાળાઓને લેક હવાસુના થોમ્પસન બે ખાતે 100 ફૂટ દૂર પાણીમાં મૃતદેહ દેખાતા 15 ઓક્ટોબરના રોજ સવારે 08: 20 કલાકે સત્તાવાળાઓને બોલાવવામાં આવ્યા હતા. ડાઇવર્સે મૃતદેહને બહાર કાઢ્યો હતો પછી તેમની ઓળખ 64 વર્ષીય પટેલ તરીકે થઇ હતી.

શેરિફની ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘મોહાવે કાઉન્ટીના મેડિકલ એક્ઝામિનર દ્વારા મોતનું સત્તાવાર કારણ જાણવા માટે ઓટોપ્સી બાકી છે, જોકે તેમાં કોઈ શંકાસ્પદ બાબત જોવા મળી નથી,’ અને આ કેસની તપાસ થઇ રહી છે.’

હવાસુ ન્યૂઝના જણાવ્યા મુજબ, હવાસુમાં લોકો પિશિત પટેલને પીટર તરીકે ઓળખે છે, તેઓ આઇલેન્ડ ઇન હોટેલ અને સેમ્સ બીચકોમ્બર આરવી રિસોર્ટના માલિક હતા.

ટુડેઝ ન્યૂઝ હેરાલ્ડ ફેસબુક પેજ પર મુલાકાતીઓએ પટેલ માટે શોકના સંદેશા પાઠવ્યા હતા.

તમામ લોકોએ તેમને એક અદભૂત વ્યક્તિ ગણાવ્યા હતા. એક સંદેશામાં તો જણાવ્યું હતું કે, ‘હું પ્રાર્થના કરું છું કે તેમનો આત્મા સદગતિ પામે અને તેમના દુઃખી પરિવાર અને મિત્રોને આશ્વાસન પાઠવું છે.’ અન્ય એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, ‘મેં તેમની સાથે કામ કર્યું હતું, તેઓ એક સરસ વ્યક્તિ હતા.’ અન્ય લોકો પટેલના મૃત્યુના કારણ અંગે ચિંતિત હતા.

એક સંદેશામાં જણાવ્યું હતું કે, ‘ઓટોપ્સી રીપોર્ટમાં અંગે આતુર છું. તેમના પરિવાર માટે સહાનુભૂતિ છે.’

ઓગસ્ટમાં ઓક્સફર્ડ, મિસિસિપી, હોટેલિયર યોગેશ પટેલે મહેમાનને બહાર કાઢતા તેમને તેમની જ હોટેલમાં મૃત્યુ થયું ત્યાં સુધી માર્યા હતા.