આહલાના સર્વેમાં લેઇઝર અને બીઝનેસ ટ્રાવેલને કોવિડ-19ની વધુ અસર થયાનું જણાયું

એસોસિએશનનું કહેવું છે કે, ઉદ્યોગ પર અસર વધારવા માટે કોંગ્રેસે સેવ હોટેલ જોબ્સ એક્ટ પસાર કરવો પડશે

0
740
તાજેતરમાં કોવિડ-19ના ડેલ્ટા વેરિયન્ટના કેસમાં થયેલા વધારાની અસર લેઇઝર અને બીઝનેસ ટ્રાવેલર્સને પણ પડી હોવાનું જણાયું છે. અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં જણાયું છે કે મોટાભાગનાઓએ પ્રવાસ આયોજન મુલતવી રાખ્યો હતો.

અમેરિકામાં કોવિડ-19ના ડેલ્ટા વેરિયન્ટના કિસ્સાઓમાં એકાએક વધારો થવાને પગલે તેની અસર લેઇઝર અને બીજનેસ ટ્રાવેલને પણ પહોંચી છે, તેમ અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન દ્વારા તાજેતરમાં કરાવવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે. આહલાનું કહેવું છે કે મહામારીને કારણે હોટેલ ઉદ્યોગને થયેલી અસરને ખાળવા માટે કોગ્રેસે સેવ હોટેલ જોબ્સ એક્ટને પસાર કરવું પડશે.

તાજેતરમાં કરાયેલા એક સર્વેમાં 2200 પુખ્તવયના લોકોને આવરી લેવામાં આવ્યા હતા. ઓગસ્ટ 11થી 12 સુધી યોજાયેલા આ સર્વે મોર્નિંગ કનસલ્ટ દ્વારા કરાયું હતું. જેમાં જણાયું હતું કે મોટાભાગના લોકોએ તેને કારણે પોતાના પ્રવાસ આયોજનને મોકૂફ રાખવાનું પસંદ કર્યું હતું જેમાં લેઇઝર ટ્રાવેલર્સ મુખ્ય હતા. ઘણાંએ પોતાના પ્રવાસ આયોજનમાં ફેરફાર કર્યો હતો.

મોટાભાગે લેબર ડે પછી લેઇઝર ટ્રાવેલમાં ઉછાળો આવતો હોય છે જે સમગ્ર હોટેલ ઉદ્યોગ માટે મહત્વનો સમયગાળો રહેતો હોય છે, તેમ આહલા જણાવે છે. આ વર્ષે પણ તે સમયગાળા દરમિયાન હોટેલ ઇન્ડસ્ટ્રીમાં સારો વેપાર થવાની આશા હતી. જોકે 52 ટકા કરતાં વધારે મુસાફરોએ પોતાના બીઝનેસ ટ્રાવેલમાં ફેરફાર કર્યો હતો. 67 ટકાએ તાજેતરના પ્રવાસ આયોજનને મોકુફ રાખીને તેમાં ફેરફાર કર્યો હતો તો 60 ટકાએ તેને મોકુફ રાખવાનું પસંદ કર્યું હતું.

સર્વેમાં જાણવા મળ્યું હતું કે કોંગ્રેસ દ્વારા આ સેવ હોટેલ જોબ્સ એક્ટને વહેલી તકે પસાર કરાવવામાં આવે તે જરૂરી છે તેમ આહલાના પ્રેસિડેન્ટ અને સીઇઓ રોજર ચીપે કહ્યું હતું.

હવે જ્યારે ફરીથી કોવિડ-19ના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે અને આપણે ફોલ અને વિન્ટરના મહિનામાં પણ પ્રવેશી રહ્યાં છીએ. હોટેલ ઇન્ડસ્ટ્રી ખૂબ મહત્વના વળાંકે પહોંચી છે. જો કોંગ્રેસ દ્વારા મહામારીમાં રાહત આપે તેવા અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો તેની દૂરોગામી અસર થવાની પણ શક્યતા રહેલી છે.

બીઝનેસ ટ્રાવેલ સર્વેમાં 1590 લોકોને સામેલ કરાયા હતા અને તેમને કેટલાક પ્રશ્નો કરાયા હતા જેમ કે વિશાળ મેળાવડામાં તેમને જવું ગમશે, મીટીંગ્સ અને ઇવેન્ટમાં ભાગ લેવા સહિતના પ્રશ્નો કરાયા હતા. સર્વેમાં જાણવા મળ્યું હતું કે 71 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ સલામતીને ધ્યાને રાખીને પ્રત્યક્ષ હાજર રહેવું પડે તેવા કાર્યક્રમોમાં જવાનું ટાળશે.

અન્ય એક સર્વે ડેલોઇટી દ્વારા કરાયો હતો અને તેમાં કોર્પોરેટ ટ્રાવેલ અંગે માહિતી એકત્ર કરવામાં આવી હતી. 2019ની સરખામણીએ તેમાં 2021ના અંત સુધીમાં મહત્વના ફેરફાર જોવા મળશે. આગાહી અનુસાર હોટેલ ઇન્ડસ્ટ્રીને બીઝનેસ ટ્રાવેલમાં ઘટાડાનો મોટો ફટકો પડી શકે તેમ છે. સમર દરમિયાન યોજાનારી કોર્પોરેટ બેઠકો સહિતના બીઝનેસ ટ્રાવેલમાં એકાએક ઘટાડો નોંધાયો છે.

રોજર્સ કહે  કે હોટેલ ઇન્ડસ્ટ્રીએ અત્યાર સુધી ઘણું ગુમાવ્યું છે. વચ્ચે માંડ માંડ બેઠા થવાની તક મળી ત્યાં હવે ફરી કોવિડ-19ના કેસમાં વધારો થતાં આવનારા સમયમાં તેની અસર ફરી જોવા મળી શકે તેવી પણ શક્યતા નકારી શકાય નહીં. કોંગ્રેસે સેવ હોટેલ જોબ્સ એક્ટ પસાર કરવા અંગે  ગંભીર થવાનું રહેશે.