અમેરિકાએ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પ્રી-ડિપાર્ચર કોવિડ ટેસ્ટિંગનો અંત આણ્યો

ટ્રાવેલ ઉદ્યોગના સંગઠનોએ મહિનાઓના લોબીઇંગ પછી લેવાયેલા નિર્ણયને આવકાર્યો

0
656
અમેરિકાએ 12મી જુનથી દેશમાં આવતા ફુલી વેક્સિનેટેડ વિદેશી પ્રવાસીઓ માટે પ્રી-ડિપાર્ચર કોવિડ ટેસ્ટિંગના નિયમને રદ કર્યો છે. યુ.એસ. ટ્રાવેલ એસોસિયેશન એન્ડ અન્ય સંગઠનોએ આ નિર્ણયને આવકાર્યો છે.

યુ.એસ. દેશમાં આવનારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પ્રી-ડિપાર્ચર કોવિડ ટેસ્ટિંગની જરૂરિયાત દૂર કરશે તેમ મનાય છે. ટ્રાવેલ ઉદ્યોગના સંગઠનો લાંબા સમયથી તેની માંગ કરી રહ્યા હતા. તેમણે શુક્રવારે લેવાયેલા આ નિર્ણયનો સ્વાગત કર્યો છે.

રવિવારનો પ્રારંભ થવાની સાથે ફુલી વેક્સિનેટેડ ટ્રાવેલરોને અમેરિકામાં પ્રવેશવા માટે નેગેટિવ ટેસ્ટની જરૂરિયાત નહી રહે, એમ શુક્રવારે ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શને જણાવ્યું હતું. રાષ્ટ્રમાં કોરોનાના મોરચે આવેલી રિકવરીના આધારે આ નિર્ણય લેવાયો છે, એમ સીડીસીએ જણાવ્યું હતું.

આ નિવેદનમાં જણાવાયું હતું કે કોવિડ-19 રોગચાળો હવે નવા તબક્કામાં પ્રવેશ્યો છે અને મોટાપાયા પર કોવિડ-19 રસી લેવામાં આવતા, અસરકારક સારવાર અને રસી ખરીદીના ઊંચા દરના લીધે અમેરિકાની વસ્તીમાં રોગચાળાના સ્તરમાં ઘટાડો થયો છે. આમાના દરેક પગલાના લીધે સમગ્ર અમેરિકામાં આ ગંભીર રોગની સંભાવના અને મૃત્યુના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. તેના પરિણામે રોગચાળાના સમયે મહત્ત્વની લેખાતી ટેસ્ટિંગની જરૂરિયાતનો કોઈ અર્થ ન રહેતા હવે તેને દૂર કરવામાં આવી છે.

સીડીસીએ જણાવ્યું હતું કે તે રોગચાળાની સ્થિતિની સમીક્ષા કરતું રહેશે અને પરિસ્થિતિ બદલાતા ટેસ્ટિંગની જરૂરિયાતો અંગે તે પુનઃ સમીક્ષા પણ કરશે.

ટેસ્ટિંગના પ્લાનની જરૂરિયાત અંગે જાણ્યા પછી યુએસ ટ્રાવેલ એસોસિયશન ગયા મહિને વ્હાઇટ હાઉસના અધિકારીઓને મળ્યુ હતુ અને તેની સાથે અમેરિકાના એરલાઇન્સના અધિકારીઓ પણ હતા. તેઓએ પ્રિ-ડિપાર્ચર ટેસ્ટિંગની જરૂરિયાતનો કેસ રજૂ કર્યો હતો અને આ જરૂરિયાત દૂર કરવામાં આવતા 54 લાખ લોકો અમેરિકાની મુલાકાત લેશે અને તેને વર્ષના બાકીના સમયગાળામાં 9 અબજ ડોલરના ટ્રાવેલ ખર્ચ જોવા મળશે.

યુએસટીએના પ્રેસિડેન્ટ અ સીઇઓ રોજર ડાઉએ જણાવ્યું હતું કે આજનો દિવસ અમેરિકાના આંતરિક પ્રવાસ અને અમેરિકના વિદેશી પ્રવાસીઓના સંદર્ભમાં અત્યંત મહત્વનો છે. બાઇડેન વહીવટીતંત્રની આ માટે પ્રશંસા થવી જોઈએ, જેથી સમગ્ર વિશ્વના પ્રવાસીઓ આવી શકશે અને અમેરિકાના ટ્રાવેલ ઉદ્યોગની રિકવરી વધુ ઝડપી બનશે. આ ઉપરાંત તાજેતરના સરવેમાં અડધાથી વધુ આંતરરાષ્ટ્રીય ટ્રાવેલરોએ જણાવ્યું હતું કે અમેરિકાના પ્રવાસ માટે સૌથી મોટો અવરોધ પ્રી-ડિપાર્ચર ટેસ્ટિંગ જરૂરિયાત છે.

ડાઉએ આ ઉપરાંત જણાવ્યું હતું કે પ્રી-ડિપાર્ચર ટેસ્ટિંગના લીધે સમગ્ર ટ્રાવેલ ઉદ્યોગના અર્થતંત્રને રિકવરીમાં મદદ મળશે. નવા વિશ્લેષણનું તારણ છે કે પ્રી-ડિપાર્ચર ટેસ્ટિંગની જરૂરિયાત નાબૂદ કરવાના લીધે અમેરિકાની મુલાકાતે વધારાના 54 લાખ લોકો આવશે અને બીજા નવ અબજ ડોલરનો ટ્રાવેલ ખર્ચ 2022ના વર્ષના બાકીના સમયગાળામાં જોવા મળશે.

ધ અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિયેશને ટેસ્ટિંગનો અંત લાવાવના નિર્ણયને મંજૂરી આપતા જણાવ્યું હતું કે આ લીધે હોટેલ્સ ઉદ્યોગને નોંધપાત્ર ફાયદો થશે અને પ્રવાસન ઉદ્યોગ પર વ્યાપક પાયા પર સારી અસર પશે.

એએચએલએના પ્રમુક અને સીઇઓ ચિપ રોજર્સે જણાવ્યું હતું કે આ જરૂરિયાત દૂર કરવામાં આવતા પ્રવાસ સરળ બનશે, તેના લીધે વધુને વધુ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ આવશે અને હોટેલ્સને રિકવરીમાં વધારે મદદ મલશે, તેમા પણ ખાસ કરીને આ ઉનાળાની પીક ટ્રાવેલ સીઝની નજીક પહોંચવા આવ્યા છીએ ત્યારે આ નિર્ણય ઘણો મહત્વનો છે.

એપ્રિલમાં ફ્લોરિડાના ફેડરલ જજે વિમાન અને પરિવહનના અન્ય સ્વરૂપ માટે ફરજિયાત માસ્કનો સંઘીય આદેશ ફગાવી દીધો હતો, ક્રાઇસીસ રિસ્પોન્સ પ્રોવાઇડર ગ્લોબલ રેસ્ક્યુએ ગ્લોબલ રેસ્ક્યુ સ્પ્રિંગ 2022 ટ્રાવેલર્સ સેન્ટિમેન્ટ એન્ડ સેફ્ટી સરવેનું તારણ હતું કે 32 ટકા પ્રતિસાદીઓ ઇચ્છતા હતા કે અમેરિકન સરકાર પ્રી-ડિપાર્ચર ટેસ્ટ તાત્કાલિક ધોરણે નાબૂદ કરે.

ગ્લોબલ રેસ્ક્યુના સીઇઓ અને યુ.એસ. ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એડવાઇઝરી બોર્ડના સભ્ય ડાન રિચાર્ડ્સે જણાવ્યું હતું કે અમેરિકામાં પ્રવેશવા માટે નેગેટિવ કોવિડ ટેસ્ટની જરૂરિયાત દૂર કરવાનો નિર્ણય લાંબા સમયની માંગ હતી ને આ આવકાર્ય પગલું છે, તેનાથી રોગની ગંભીરતા ઘટે છે, તેના લીધે પ્રવાસીઓનો વિશ્વાસ પુનઃ સ્થાપિત થશે અને રોગચાળાના લીધે અત્યંત ખરાબ રીતે અસર પામેલા ઉદ્યોગને ઘણી રાહત મળશે.