2021માં નવરાશની મુસાફરી માટે અમેરિકનોમાં આશાવાદઃસર્વે

બન્ને સર્વેક્ષણોમાં જણાયું છે કે રસીકરણના વચનને કારણે પરિસ્થિતિ સામાન્ય બનશે તેવો આશાવાદ વધુ મજબૂત બન્યો

0
841
ટ્રાવેલ સોફ્ટવેર કંપની પેગાસુસ દ્વારા કરવામાં આવેલ સર્વેક્ષણ, ડાબે, સર્વેક્ષણમાં આવરી લેવામાં આવેલાઓમાંથી 74 ટકાએ જણાવ્યું કે તેઓ 1 જાન્યુઆરીથી 20 જૂન વચ્ચે કમસેકમ એક વેકેશન પ્રવાસનું આયોજન કરશે, પરંતુ 64 ટકાએ જણાવ્યું કે તેઓ આ સમયગાળામાં પ્રવાસનું આયોજન ટાળશે. અન્ય એક સર્વેક્ષણ ફાયનાન્શિયલ પ્લાનિંગ કંપની આઈપીએક્સ 1031 દ્વારા કરાયો, જમણે, તેમાં જણાયું કે 2021 દરમિયાન 48 ટકા પ્રવાસ કરવા ઇચ્છે છે અને 45 ટકા લોકોએ આશાવ્યક્ત કરી કે મહામારી અગાઉની જેમ પરિસ્થિતિ સામાન્ય બનશે ત્યારે પ્રવાસ શક્ય થશે.

અમેરિકામાં પુખ્તવયના પ્રવાસીઓ હવે પરિસ્થિતિ સામાન્ય બનશે તેવા આશાવાદ સાથે નવરાશની મુસાફરી માટે સજ્જ બની રહ્યા હોવાનું તાજેતરમાં કરવામાં આવેલા બે સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું. બહાર ફરવા જવા ઉતાવળા બનેલા લોકો 2021ના પ્રથમ અર્ધભાગમાં બહાર નિકળવા માટે થનગની રહ્યાં હોવાનું પણ આ સર્વેક્ષણમાં જણાયું છે. ટ્રાવેલ સોફ્ટવેર કંપની પેગાસુસ દ્વારા કરાયેલા સર્વેક્ષણમાં આ બાબત જાણવા મળી છે. અન્ય એક સર્વેક્ષણ ફાયનાન્શિયલ પ્લાનિંગ કંપની આઈપીએક્સ 1031 દ્વારા હાથ ધરવામાં આવ્યું અને તેમાં પણ મહામારી પછી પ્રવાસ સામાન્ય બનવાનો આશાવાદ વ્યક્ત કરાયો હતો.

નવરાશની પળો માણવા આતુર

પેગાસુસ દ્વારા કરાયેલ સર્વેક્ષણમાં આવરી લેવામાં આવેલ કુલ વ્યક્તિઓમાંથી 74 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ પહેલી જાન્યુઆરીથી 30 જૂન વચ્ચે કમસેકમ એક નવરાશની મુસાફરીનું આયોજન સ્થાનિકસ્તરે કરશે. જ્યારે સર્વેક્ષણમાં 64 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ વૈશ્વિક મહામારી પર કાબૂ મેળવી લેવાય અને પરિસ્થિતિ પુનઃ સામાન્ય બને ત્યાર પછી પ્રવાસનું આયોજન કરવા અંગે વિચારશે.

સર્વેક્ષણમાં આ બાબતના આશાવાદને અસર કરતા અનેક પરિબળોને પણ આવરી લેવામાં આવ્યા હતા. જેમાં કોવિડ-19 વેક્સિનનું વિતરણ અને રસી લેનારાઓ પ્રવાસીઓને આકર્ષવા માટે હોટલવાળાઓ તરફથી કરાતી તૈયારી સહિતની બાબતોનો સમાવેશ થાય છે.

પેગાસુસ દ્વારા કરવામાં આવેલ “યુએસ લેઇઝર ટ્રાવેલર્સ સેન્ટીમેન્ટ સર્વે” હેઠળ આવરી લેવામાં આવેલા મોટાભાગના લોકો સ્થાનિક સ્તરે પ્રવાસ કરવાનું આયોજન કરવાની ઇચ્છા ધરાવે છે, જેમાં તેઓ કારથી નાના શહેરો, ગામડાંઓ તથા અર્બન કેન્દ્રોની મુસાફરી કરવા ઇચ્છે છે.

પ્રવાસ દરમિયાન રહેવાના સ્થળે જાહેર આરોગ્ય માપદંડ અને રદ કરવાની સુગમતા તથા રીબુકિંગ સહિતની બાબતો જેવા મુદ્દા પણ લોકોને પ્રવાસ કરવાની બાબતમાં મહત્વનું પરિબળ બની રહ્યાં છે. તેનીથી વિપરિત, પ્રવાસ માટેની શોધ કરવા સહિતની બાબતોમાં કોઇ ફેરફાર જોવા મળ્યો નથી, લોકો હજુ ઘરથી દૂર જવા અંગે તલાશ કરી રહ્યાં છે,” તેમ પણ આ સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે. “કોવિડ-19 વેક્સિન અંગેના સમાચારથી 2021માં આતંરરાષ્ટ્રીય સ્તરની મુસાફરી માટેની ઉત્તેજના વધારે છે, તેનાથી વેક્સિનેશન વેકેશન પેકેજ અથવા વેક્સિકેશન્સ જેવી બાબતો મોખરાના સ્થળે રહી છે તેમ ટ્રાવેલ માર્કેટિંગ ફર્મ એમએમજીવાય ગ્લોબલ જણાવે છે.”

પરિસ્થિતિ પુનઃ સામાન્ય બનવાની આશા

આઈપીએક1031ના સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે 48 ટકા લોકો 2021માં પ્રવાસ માણવા માટે આશાવાદ ધરાવે છે. ઉપરાંત, સર્વેક્ષણમાં આવરી લેવાયેલ 45 ટકા લોકોએ જણાવ્યું કે તેમને આશા છે કે મહામારી શરૂ થવાના પહેલી જેવી સામાન્ય પરિસ્થિતિ ફરી સર્જાશે અને કોઇ નિયંત્રણો નહીં રહે.

“જેમ કે અમેરિકાના નાગરિકોને કોવિડ-19 માટેનું વેક્સિનેશન શરૂ થયું છે, ઘણાં લોકો આ વર્ષે મુસાફરી કરવા માટેનું આયોજન કરી રહ્યાં છે. અલબત્ત, અડધાથી વધુ, 58 ટકા લોકોએ જણાવ્યું કે સ્પ્રિંગ બ્રેકની સરખામણીએ તેઓ આ વર્ષે પ્રવાસ કરવાનું વધારે પસંદ કરશે. ઘણા લોકોએ સમય ગુમાવ્યો નથી, તેમાંથી 42 ટકા લોકોએ તો પોતાનું બુકિંગ પણ કરાવી દીધું છે, તેમ પણ સર્વેક્ષણમાં જણાયું છે. સર્વેમાં આવરી લેવાયેલાઓમાંથી 20 ટકાએ જણાવ્યું કે તેમને ખાતરી નથી કે વેકેશન ફરી ક્યારે શરૂ થશે, જ્યારે 33 ટકાએ જણાવ્યું કે આ ઉનાળામાં પ્રવાસ કરવા માટે તેમણે તૈયારી શરૂ કરી દીધી છે. સલામતી અને આરોગ્ય બાબત એ મહામારી દરમિયાન વેકેશન અંગે અમેરિકાના લોકોમાં આર્થિક કારણોસર પણ અસર કરી રહી છે.

સર્વેક્ષણમાં જણાયેલી અન્ય મહત્વની બાબતઃ

– 48 ટકાએ જણાવ્યું કે તેમને આ વર્ષે વિમાન મુસાફરી સલામત લાગે છે, જ્યારે 80 ટકાએ કહ્યું તેમને આવતા વર્ષે વિમાન મુસાફરી સલામત લાગશે.

– 72 ટકાએ કહ્યું તેઓ રસી લીધા પછી તેમને વિમાન મુસાફરી કરવી ગમશે

– 57 ટકાએ કહ્યું કે વેકેશન વગર તેમને એકાદ વર્ષ અથવા તેનાથી વધારે સમય લાગશે.

એએએ ટ્રાવેલ અને અમેરિકન હોટલ એન્ડ લોજિંગ એસોસિએશન દ્વારા કરવામાં આવેલ અન્ય એક અભ્યાસમાં જણાયું છે કે રજાઓ દરમિયાન ઓછા અમેરિકન નાગરિકો પ્રવાસ કરવાનું પસંદ કરશે.