સર્વે: ગ્રાહકો મુસાફરી અંગે સલામતી અનુભવી રહ્યાં છે

અડધાથી વધુ લોકો વિમાન મુસાફરી અને હોટલમાં રોકાણ અંગે સંમત

0
596
વૈશ્વિક મહામારી કોરોના સામે રસીકરણને પગલે 46 ટકા લોકોને હવે હોટલમાં રોકાણ કરવાનું અને 34 ટકા લોકોને વિમાનમાં મુસાફરી કરવાનું સલામતી લાગી રહ્યું હોવાનું તાજેતરમાં 1000 ગ્રાહકો પર કન્સલ્ટીંગ ફર્મ ડેલોઇટે દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે.

તંત્ર દ્વારા વૈશ્વિક મહામારી કોવિડ-19 સામે રક્ષણ આપી શકનાર રસીના દરેક ડોઝ સાથે આશાવાદ પણ વધતો જાય છે, હવે નાગરિકો પ્રવાસ કરવા અંગે વધારે સુરક્ષા અનુભવવા લાગ્યા છે તેમ કન્સલ્ટીંગ ફર્મ ડેલોઇટે દ્વારા કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે. વધુને વધુ લોકોને હવે વિમાન મુસાફરી કરવી તથા હોટલમાં રોકાણ કરવાનું સલામત લાગી રહ્યું છે તેમ સર્વેમાં જાણવા મળ્યું છે અને જેમણે રસી લઇ લીધી છે તેઓ તો વધુને વધુ મુસાફરી કરવાનું આયોજન કરી રહ્યાં હોવાનું પણ જાણવા મળે છે.

યુ.એસ.માં અંદાજે 30 મિલિયનથી વધુ વેક્સીન ડોઝ અપાઈ ચૂક્યા છે અને અમેરિકાના 50 ટકાથી વધુ પુખ્યવયના લોકોને આવનારા છ મહિના દરમિયાન રસીકરણ હેઠળ આવરી લેવામાં આવશે તેમ ટેલોઇટેના “ગ્લોબલ સ્ટેટ ઓફ ધી કન્ઝ્યુમર ટ્રેકર”ના અંકમાં જણાવવામાં આવ્યું છે. જે લોકોએ રસી લીધી છે તેવા 1000 ગ્રાહકોને આવરી લઇને આ બાબતે એક સર્વે કરવામાં આવ્યો હતો અને તેમાં જાણવા મળ્યું હતું કે સર્વેમાં આવરી લેવાયેલાઓમાંથી 46 ટકા લોકોએ જણાવ્યું કે તેમને હવે હોટલમાં રોકાણ કરવું સલામત લાગે છે અને 34 ટકાએ જણાવ્યું કે વિમાન મુસાફરી કરવા સામે હવે તેમને કોઇ ભય નથી, જે એપ્રિલમાં સૌથી વધુ હતો.

જે લોકોને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે તેમાંથી મોટાભાગના લોકોને હવે વિમાન મુસાફરી કરવી અને હોટલમાં રોકાણ કરવું સલામતીભર્યું લાગી રહ્યું છે, જેમાં 70 ટકાને હોટલમાં રોકાણ કરવું અને 54 ટકાને વિમાન મુસાફરી સલામત લાગી રહી છે. ઉપરાંત, રસીકરણ હેઠળ આવરી લેવાયેલા લોકોમાંથી 53 ટકા લોકો આવનારા મહિનામાં મુસાફરી માટે વધુને વધુ સમય આપવા વિચારે છે.

“છેલ્લાં એક વર્ષથી ઘરમાં ફરજીયાતપણે બંધ રહેવું પડ્યું છે, રસીકરણને કારણે ગ્રાહકોમાં સલામતીની લાગણીમાં વધારો થયો છે, તેનો અર્થ એ કરી શકાય કે તેઓ હવે ફરીથી રસ્તાઓ પર અને વિમાનોમાં જોવા મળી શકે છે” તેમ ડેલોઇટેનાં પ્રીન્સીપલ અને યુ.એસ. હોસ્પિટાલિટી લીડર રામ્યા મુરલીએ જણાવ્યું હતું. “દરેક ક્ષેત્રે મુસાફરી કરવાના ઇરાદા વધ્યા છે, જે રેસ્ટોરાં, હોટેલિયર્સ, એરલાઇન્સ અને હોસ્પિટાલિટી સાથે સંકળાયેલ અન્ય તમામ વેપાર-ધંધાર્થીઓ માટે એક સારા સમાચાર ગણાવી શકાય તેમ છે. લાંબા સમય પછી તેઓ સલામતીની લાગણી તથા આત્મવિશ્વાસ સાથે વિમાનોમાં ઉડશે અને હોટલોમાં પણ રોકાણ કરી શકશે.”

મહામારી પૂર્ણ થયા પછી પણ પોતે સુરક્ષા સંબંધી બાબતો અંગે સતત સભાન રહેશે તેમ સર્વે હેઠળ આવરી લેવામાં આવેલાઓએ જણાવ્યું હતું. ડેલોઇટેનો અહેવાલ જણાવે છે કે આ બાબતને એ અર્થમાં સાંકળી શકાય કે મહામારી અગાઉના સમયે જેટલો સમય મુસાફરી માટે ફાળવાતો હતો તેટલો નહીં ફાળવાય.

જવાબ આપનારાઓમાંથી, 35 ટકાએ જણાવ્યું કે તેઓ મહામારી પહેલાની સરખામણીએ બહાર ખાવા જવા માટે રેસ્ટોરાંમાં ઓછું જવાનું પસંદ કરશે. ઉપરાંત, 37 ટકાએ જણાવ્યું કે મહામારી અગાઉના સમયની સરખામણીએ તેઓ ઓછી વિમાન મુસાફરી કરવાનું પસંદ કરશે. 38 ટકાએ સંભાવના વ્યક્ત કરી કે તેઓ આવતા ત્રણ મહિના દરમિયાન હોટલમાં રોકાણ કરી શકશે. 30 ટકાએ જણાવ્યું કે તેઓ આવતા ત્રિમાસિક ગાળામાં ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરી કરશે.

“મોટાભાગે આ સમયે સ્પ્રિંગ સમયગાળા દરમિયાન મોટાભાગના સ્થળે સ્પ્રિંગ બ્રેક ટ્રીપનો માહોલ જોવા મળતો હોય છે, મહામારીને કારણે આવનારા સમયના મોટાભાગના વેકેશન રદ થઈ શકે તેમ છે અથવા રજાઓ મળવા અંગે શંકા છે. અલબત્ત, ગ્રાહકો મહામારી પછીના સમય અંગે વિચારી રહ્યાં છે.” તેમ ડેલોઇટેના પ્રિન્સીપલ અને યુ.એસ. એરલાઇન્સ લીડર એન્થની જેક્સને જણાવ્યું હતું. “મુસાફરીના માંગણી સાથે, અમને આશા છે કે મોટાભાગના ગ્રાહકો જવાબદારીપૂર્વક ફરીથી મુસાફરી કરવા અંગે ગંભીરતાથી વિચાર કરશે.”

ગત સપ્તાહે, આઈએચજી હોટલ એન્ડ રીસોર્ટસ દ્વારા જાહેર કરવામાં આવેલ સર્વેમાં જણાયું હતું કે મહામારીને કારણે સાલ 2020માં મુસાફરી રદ કરનારાઓમાંથી ઘણા બધા પ્રવાસીઓ પણ હવે મુસાફરી કરવાનું આયોજન કરી રહ્યાં છે