એસટીઆર દ્વારા 2020ની આગાહીમાં સુધારો કરાયો

નવરાશની પળોને માણવા નિકળી પડનારા પ્રવાસીઓમાં વધારો

0
1146
તાજેતરમાં ‘સ્ટેટિસ્ટીકલી સ્પીકિંગઃ કીપ કાલ્મ અને ડૂ ધી મથ’ વિષય સાથે 42મી વાર્ષિક એનવાયુ ઇન્ટરનેશનલ હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી ઈન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સમાં એસટીઆર પ્રેસિડેન્ટ અમાન્ડા હાઈટે (ડાબેથી પ્રથમ) દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. હાઈટે દ્વારા એજન્સીના સાલ 2020 માટેના બાકી રહેલા સમયગાળા માટે સુધારેલી આગાહી જાહેર કરવામાં આવી હતી. અન્ય પેનલ વક્તાઓમાં એચવીએસના પ્રેસિડેન્ટ અને સીઈઓ સ્ટીફન રશમોર (નીચે), અને (સૌથી ઉપર જમણે) સીબીઆરઈ હોટેલ રીસર્ચના ડિરેક્ટર રીસર્ચ ઇન્ફોર્મેશન સર્વિસ રોબર્ટ મન્ડેલબાઉમ.

ધારણાં કરતાં વધારે સંખ્યામાં નવરાશની પળોને માણવા નિકળી પડનારા મહત્વના પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થવાની ધારણાં એસટીઆર દ્વારા જાહેર કરવામાં આવી છે. જ્યારે સાલ 2021 માટેની આગાહી યુ.એસ. હોટેલ પર્ફોર્મન્સ દ્વારા યથાવત ધારણાં રખાઈ છે.

અમેરિકાનો હોટેલ ઉદ્યોગ 2021 સુધીમાં 80 ટકા સુધીની માંગને પહોંચી વળશે, તેમ તાજેતરમાં એસટીઆર અને પ્રવાશન ક્ષેત્રના અર્થશાસ્ત્રીઓ દ્વારા વર્ચ્યુઅલ એનવાયયુ હોસ્પિટાલિટી કોન્ફરન્સ ખાતે જાહેર રરવામાં આવ્યું હતું. અલબત્ત રેવન્યુ પર એક્યુપાઈડ રૂમ 34.2 ટકા સાલ 2019ની સરખામણીએ નીચે રહેવાની શક્યતા છે, જ્યારે એડીઆર અને રેવન્યુમાં પણ ધીમો સુધારો જોવા મળશે. માંગમાં 2023માં રીકવરી અને વળતર વૈશ્વિક મહામારીની અગાઉના સ્તરે 2024 સુધારો રહેશે.

અલબત્ત, આ અઠવાડિયે વેક્સિન અંગેના સમાચારથી પણ પ્રોત્સાહક વાતાવરણ રહ્યું છે, આ વૈશ્વિક મહામારીને કારણે વૈકલ્પિક અર્થતંત્રને પણ અસર પહોંચી છે જે આવનારા વર્ષ સુધી જોવા મળી શકે, તેમ અમાન્ડા હાઇટે, એસટીઆર પ્રેસિડેન્ટે પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું. વેપારમાં માંગ ત્યાં સુધી નહીં આવી શકે જ્યાં સુધી સંક્રમણમાં ઘટાડો નહીં નોંધાય.

અર્થતંત્રમાં સુધારો ત્યાં સુધી ટકી રહી શકે જ્યાં સુધી વૈશ્વિક મહામારી કોવિડ-19ના કેસ કાબૂમાં નહીં આવે તેમ ટુરિઝમ ઇકોનોમિક્સા પ્રેસિડેન્ટ એડમ સાક્સે જણાવ્યું હતું.

અર્થતંત્ર હવે એવા સમયગાળામાં પ્રવેશ્યું છે કે જ્યાં ધીમા સ્તરે રીકવરી છે અને કોવિડ-19 પણ આવનારા સમયમાં ફરવા નિકળનારાઓને અસર કરશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. સાલ 2021ના મધ્ય સુધીમાં વાયરસ પર કાબૂ મેળવવામાં સકારાત્મક સુધારો જોવા મળશે.

નવેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયે ધીમા સુધારાના સંકેત જોવા મળ્યા હતા. એસટીઆરના માનવા અનુસાર ઓક્યુપન્સી દર 44.2 ટકા, જે અગાઉના અઠવાડિયાની સરખામણીએ 44.4 ટકા અને જૂન 2020ના અંત સુધીમાં નીચે જોવા મળ્યો હતો.

એડીઆર 91.40 ડોલર, 91.56 ડોલરની સરખામણીએ અગાઉના વર્ષની સરખામણીએ નીચે રહ્યો હતો. રેવન્યુ પર ઓક્યુપાઇડ રૂમ 40.36 ડોલરની સપાટીએ તેની અગાઉના અઠવાડિયાના 31.1 ટકા રહ્યું હતું. રેવન્યુ પર ઓક્યુપાઇડ રૂમમાં વાર્ષિકસ્તરે અગાઉના સમયગાળાની સરખામણીએ 40.70 ડોલર રહ્યું હતું.

ઘટી રહેલી રૂમની માંગને પહોંચી વળવા માટે એસટીઆર દ્વારા મોખરાના હોટેલ ઉદ્યોગ માલિકોએ એકમંચ પર એકત્ર કરીને તેમાં સુધારાની ગતિ કેવી રીતે લાવી શકાય તેની સમક્ષાનું આયોજન કરાયું હતું. ફિનિક્સ અને ન્યુ ઓર્લિયન્સ એ બે સ્થળે વધારા સાથેનું વાતાવરણ જોવા મળ્યું હતું.

ઓછી ઓક્યુપન્સીવાળા સૌથી મોટા માર્કેટ જેવા કે ઓહાઉ આઈલેન્ડ, હવાઈ, 24 ટકા સાથે અને મિનેપોલિસ/સેન્ટ.પૌલ, મિનેસોટા-વિસ્કોન્સિન 30 ટકા છે.