UJA ફેડરેશન ઓફ NY દ્વારા નોબલના મીત શાહનું સન્માન

Eagerની ફંડ અને કોર્પોરેટ એકાઉન્ટિંગના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક

0
500
નોબલ ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપના સ્થાપક અને સીઈઓ, મીત શાહને જૂનમાં ન્યુ યોર્કના વાર્ષિક હોસ્પિટાલિટી ડિવિઝન રિસેપ્શન અને એનવાયયુ ઇન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સમાં યુજેએ ફેડરેશન દ્વારા સન્માનિત કરવામાં આવશે.જેનિફર ઇગર નોબલના ફંડ અને કોર્પોરેટ એકાઉન્ટિંગના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જોડાયા છે.

6 જૂને, નોબલ ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપના સ્થાપક અને સીઈઓ, મીત શાહને તેમની વ્યાવસાયિક અને પરોપકારી સિદ્ધિઓ માટે ન્યુ યોર્કના યુજેએ ફેડરેશન દ્વારા સન્માનિત કરવામાં આવશે. ઉપરાંત, જેનિફર ઇગર નોબલમાં ફંડ અને કોર્પોરેટ એકાઉન્ટિંગના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જોડાયા છે.

શાહને ન્યૂયોર્કના મેરિઓટ માર્ક્વિસ ખાતે યોજાનારી ફેડરેશનની હોસ્પિટાલિટી ડિવિઝન રિસેપ્શન અને એનવાયયુ ઇન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સમાં એવોર્ડ મળશે.

“અમે આ વર્ષે મીતનું સન્માન કરવા માટે ખૂબ જ ઉત્સુક છીએ,”એમ લોઇઝ હોટેલ્સના એક્ઝિક્યુટિવ ચેરમેન અને યુજેએના આતિથ્ય વિભાગના અધ્યક્ષ જોનાથન ટિશ્ચે જણાવ્યું હતું. “તેમનું નેતૃત્વ અને ઉદ્યોગ અને સમુદાયને શ્રેષ્ઠ પાછું આપવાની તેમની સદભાવના તેમના આ સન્માન માટે લાયક બનાવે છે.”

શાહે કહ્યું કે યુજેએ ફેડરેશન દ્વારા કરવામાં આવનારું સન્માન જાણે કેટલીય પેઢીઓનું ફળ જોડે મળી રહ્યું હોય તેવી લાગણી કરાવે છે.

તેમણે કહ્યું, “અમેરિકન ડ્રીમની શોધમાં ઇમિગ્રન્ટ માતાપિતાના મોટા બાળક તરીકે, મને મારા મિત્ર, જોન અને યુજેએ ફેડરેશનના અતુલ્ય કારભારીઓ દ્વારા સન્માનિત કરાયો તે મારા માટે મોટું સન્માન છે.” “યુજેએ ફેડરેશન અમને જીવન જીવવા અને જરૂરિયાતમંદ લોકોને ટેકો આપવા માટે પ્રેરણા આપે છે. તે માનવતા પર અપાર અસર કરે છે. ” યુજેએ સેંકડો સંસ્થાઓને ભંડોળ પૂરું પાડે છે જે ચાલુ પડકારો અને વિશ્વભરમાં ઉભરતા મુદ્દાઓનો જવાબ આપી રહી છે.

યુજેએ ફેડરેશનમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં વિશ્વભરના સંકટમાં રહેલા લોકોને મદદ કરવાના પ્રયત્નોને ટેકો આપવા માટે મહત્વપૂર્ણ ભંડોળ એકત્ર કરવાનું પણ છે.

યુજેએ હોસ્પિટાલિટી વિભાગ સમિતિના સભ્યોમાં શામેલ છે: બ્રુસ બ્લમ, લિબર્ટી હોટલ એડવાઇઝર્સ એલએલસી; રિચાર્ડ બોર્ન, બીડી હોટલ; જોનાથન ફાલિક, જેએફ કેપિટલ એડવાઇઝર્સ; માર્ક ગેર્સ્ટાઇન, મેકિન્સી એન્ડ કંપની; માર્ક ગોર્ડન, ઇન્ટ્રિન્સિક કેપિટલ હોટેલ; માઇકલ લેફકોવિટ્ઝ, ટ્રાયમ્ફ હોટલ; મિશેલ માહલ; ગેરી મેન્ડેલ, હી હોટેલ્સ અને રિસોર્ટ્સ; ડેવિડ એ પીપર, ચોઇસ હોટેલ્સ ઇન્ટરનેશનલ ઇન્ક .; સ્ટેસી સિલ્વર, સિલ્વર હોસ્પિટાલિટી ગ્રુપ એલએલસી; અને ઇવાન વેઇસ, એલડબ્લ્યુ હોસ્પિટાલિટી એડવાઇઝર્સનો સમાવેશ થાય છે.

અમેરિકન હોટલ એન્ડ લોજિંગ એસોસિએશનના બોર્ડ ઓફ ડિરેક્ટરના એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય તરીકે ફરજ બજાવતા શાહને તાજેતરમાં પેન સ્ટેટ સ્કૂલ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ અને એલ્યુમની સોસાયટી દ્વારા હોસ્પિટાલિટી એક્ઝિક્યુટિવ તરીકે સન્માનિત કરાયા હતા.

સપ્ટેમ્બરમાં શાહે કોલેજ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન ડેવલપમેન્ટમાં પેન સ્ટેટ સ્કૂલ હેલ્થ ઓફ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ અને પેન સ્ટેટ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ સોસાયટીના 2023 હોસ્પિટાલિટી એક્ઝિક્યુટિવ ઓફ ધ યરનો એવોર્ડ મેળવ્યો હતો.

ઇગરે નવી ભૂમિકા સ્વીકારી

અગાઉ ઇગર સ્ટોનવેગ યુ.એસ. માટે નિયંત્રક અને વચગાળાના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર હતા, તેઓ યુનિવર્સિટી ઓફ સાઉથ ફ્લોરિડામાંથી હિસાબમાં સ્નાતકની ડિગ્રી ધરાવે છે અને સધર્ન કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ એકાઉન્ટિંગની ડિગ્રી ધરાવે છે.

નોબલના મેનેજિંગ પ્રિન્સિપાલ અને ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર જ્યોર્જ ડબનીએ જણાવ્યું હતું કે, જેનિફર સાબિત ટ્રેક રેકોર્ડ સાથે પ્રતિભાશાળી આગેવાન છે અને તે સંસ્થામાં તેનો લાંબો અનુભવ લઈ આવે છે, જે નોબલના સંસ્થાકીય રોકાણ મેનેજમેન્ટ પ્લેટફોર્મના અવિરત વિકાસને ટેકો આપવામાં મદદ કરશે.