ન્યુક્રેસલમેજ દ્વારા ડલ્લાસમાં ઐતિહાસિક મેગનોલિયા હોટેલની ખરીદી

આ સંપાદન એ કંપની દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા 100 મિલિયન ડોલરના રિયલ એસ્ટેટ ફંડ માટેનો પ્રથમ સોદો છે

0
876
ન્યુક્રેસમેજ દ્વારા 325 રૂમ, 29 માળની મેગનોલિયા હોટેલની ખરીદી, જે ડેનવેરસ્થિત સ્ટાઉટ સ્ટ્રીટ હોસ્પિટાલિટી ખાતે તેના નવા રીયલ એસ્ટેટ ફન્ડ હેઠળ. મેગનોલિયા પેટ્રોલિયમના વડામથક તરીકે 1922માં આ ભવ્ય ઈમારતનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

પોતાના તાજેતરમાં જાહેરાત કરવામાં આવેલા મૂડીરોકાણ હેઠળ 100 મિલિયન ડોલરના રીયલ એસ્ટેટ ફન્ડ હેઠળ ન્યુક્રેસલમેજ દ્વારા ડાઉનટાઉન ડલ્લાસ ખાતે આવેલી ઐતિહાસિક મેગનોલિયા હોટલની ખરીદી કરવામાં આવી છે. ડલ્લાસ ખાતે આવેલી આ કંપની દ્વારા ડેનેવર સ્થિત સ્ટાઉટ સ્ટ્રીટ હોસ્પિટાલિટી પાસેથી આ ઐતિહાસિક ઇમારતની ખરીદી કરવામાં આવી છે.

મેગનોલિયા પેટ્રોલિયમના વડામથકના કાર્યાલયોની ઇમારત તરીકે 1922માં આ ઇમારત ખુલ્લી મુકવામાં આવી હતી, 325 રૂમ, 29 માળ ધરાવનાર આ ઈમારત તે સમયે શહેરની સૌપ્રથમ સ્કાયસ્ક્રેપર અને સમગ્ર અમેરિકામાં પ્રથમ એવી હાઈ રાઇઝ ઈમારત હતી કે વાતાનુકૂલિન હતી. રાષ્ટ્રીય સ્તરે નોંધાયેલી ઐતિહાસિક ઈમારતોની યાદીમાં તેનો સમાવેશ થાય છે અને 1999માં તે લક્ઝરી બુટીક હોટલ તરીકે શરૂ થઇ હતી.

હોટલમાં 37 માળ વૈશ્વિક વડામથક તરીકે એટીએન્ડટી, 100 મિલિયન ડોલર એટીએન્ડટી ડિસ્કવરી ડિસ્ટ્રીક્ટ, શોપિંગ, ડાઇનિંગ અને મનોરંજન ધરાવે છે. ડિસ્કવરી ડિસ્ટ્રીક્ટમાં 30 ફૂડ ડાયામીટરનું ઇન્ટરએક્ટિવ “વૉક-ઈન” સ્કલ્પચ છે અને 104 ફૂટ ઉંચી મીડિયા વૉલ છે જ્યાં રમતગમત, ફિલ્મો અને સંગીત કાર્યક્રમો માણી શકાય છે. હોટલની સુવિધાઓમાં પુસ્તકાલય, રેસ્ટોરાં, બે લાઉન્જ અને 11 મીટીંગ રૂમ સામેલ છે જે 230થી 3500 સ્કેવર ફિટમાં પથરાયેલ છે.

“ઇતિહાસમાં મૂળ છે અને ભવિષ્ય માટે નવી શોધ માટે તૈયાર- એ આ હોટલનું વર્ણન કરે છે, અને હાલના તબક્કે અમારી સમગ્ર હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીનું પણ,” તેમ ન્યુકેસલમેજના ચેરમેન અને સીઈઓ મેહુલ પટેલે જણાવ્યું હતું. “મેગનોલિયા હોટલ એ અમારા માટે અને ખાસ કરીને સંબંધિત અને નોંધપાત્ર તક છે કારણ કે તે બે મહત્વપૂર્ણ કોર્પોરેટ કમિટમેન્ટ ચાલુ રાખે છે – ડાઉનટાઉન ડલ્લાસને ફરીથી ઉત્સાહિત કરવું અને ઐતિહાસિક ઇમારતોને જીવંત બનાવવું.”

જાન્યુઆરી 4 થી જ્યારથી જાહેરાત થઈ છે ત્યારથી ન્યુકેસલમેજના રીયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ફન્ડમાં વધારાના 25 મિલિયન ડોલરનો ઉમેરો થયો છે. માર્ચમાં, કોવિડ-19 મહામારી પહેલાની સ્થિતિએ, કંપનીએ કહ્યું હતું કે વધારાના 250 મિલિયન ડોલર સંપાદન, નવા પ્રોજેક્ટના નિર્માણ અને ઐતિહાસિક ઇમારતો હસ્તગત કરીને તેનું પુનઃ સંભાળ કરવા વગેરે માટે, જે તેના 2019ના બિલિયન ડોલરના એક્સપાન્શનનો ભાગ છે.

મેગનોલિયા બ્લોકમાં કંપની અન્ય ત્રણ હોટલ પણ ધરાવે છે, જેમાં 176 રૂમની હેમ્પટન ઇન એન્ડ સ્યુટ્સનો સમાવેશ થાય છે જે શહેરમાં જ્યારે 2016માં શરૂ થઇ ત્યારે વિશાળ હતી અને 18 માળની એલન ઇમારત તરીકે અગાઉ ઓળખાતી હતી, જેનું વાસ્તિવક બાંધકામ 1923માં થયું હતું. અન્ય બે હોટલોમાં 128 રુમવાળી એસી હોટલ અને 121 રૂમ સાથેની રેસિડેન્સ ઇનનો સમાવેશ થાય છે. જે પહેલા 1956માં મર્કેન્ટાઇન કોમર્સ બીલ્ડિંગ તરીકે કાર્યરત થઈ હતી.

ન્યુકેસલમેજ દ્વારા અન્ જે ઐતિહાસિક ઇમારતોનું રીનોવેશન હાથ ધરાયું છે તેમાં મેરીયટની કન્ટ્રીયાર્ડ ડાઉનટાઉન અમરિલો, ધી સ્પ્રિંગ હિલ સ્યુટ્સ / ટાઉન પ્લેસ સ્યુટ્સ ડ્યુઅલ બ્રાન્ડ ન્યુ ઓર્લેન્સ, મેરિયટની બે એસી હોટલ – એક ડાઉનટાઉન હ્યુસ્ટન અને અન્ય ન્યુ ઓર્લેન્સ ફ્રેન્ચ ક્વાર્ટર ખાતેનો સમાવેશ થાય છે.

તાજેતરમાં કંપની દ્વારા ફિનિક્સમાં નવી એસી હોટલ ખોલવામાં આવી છે. જેની ગણના મેગનોલિયા હોટલની રી-બ્રાન્ડિંગના વિકલ્પ તરીકે થઈ રહી છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.