ઇશ્વર નારણ બેસ્ટ વેસ્ટર્ન બોર્ડના ચેરમેન

અગાઉ તે વાઇસ ચેરમેન હતા અને હાલમાં તે ત્રણ BW હોટેલ્સના માલિક છે

0
1093
ફ્લોરિડા ડેટોન બીચના ઇશ્વર નારણ બેસ્ટ વેસ્ટર્ન હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના બોર્ડના ૨૦૨૧ના ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા છે

બેસ્ટ વેસ્ટર્ન હોટેલ્સ એન્ડ રિઝોર્ટ્સ ડેવલપર અને માલિક ઇશ્વર નારણ ૨૦૨૧ માટે કંપનીના બોર્ડના ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા છે. ફ્લોરિડા ડેટોનબીચના હોટેલિયરે અગાઉ બોર્ડના વાઇસ ચેરમેન તરીકે કામગીરી બજાવી હતી.

નારણે વર્ષો દરમિયાન ૩૦થી પણ વધુ હોટેલો ખરીદી છે, વિકસાવી છે અને તેનું સંચાલન કર્યુ છે, એમ કંપનીએ જણાવ્યું હતું. તે હાલમાં ફ્લોરિડામાં વેસ્લી ચેપલ ખાતે બેસ્ટ વેસ્ટર્ન વેસ્લી ચેપલ, ડેટોના બીચ પર બેસ્ટ વેસ્ટર્ન પ્લસડેટોના ઇન સીબ્રીઝ ઓસન ફ્રન્ટ અને સાઉથ કેરોલિનામાં કોલંબિયા ખાતે બેસ્ટ વેસ્ટર્ન પ્લસ કોલંબિયા નોર્થ ઇસ્ટના માલિક છે. તેમણે કેટલીક હોટેલના એડવાઇઝરી બોર્ડમાં પણ સેવા આપી છે અને ૨૦૧૬માં ડિસ્ટ્રિક્ટ-૪માં હોટેલ માલિકોના હિતોનું પ્રતિનિધિત્વ કરતા સંગઠનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરીકે પણ ચૂંટાઈ આવ્યા હતા, જેમા ફ્લોરિડા, ટેનેસી, અલ્બામા, જ્યોર્જિયા, સાઉથ કેરોલિના, નોર્થ કેરોલિના અને પ્યુએર્ટો રિકોનો સમાવેશ થાય છે.

નારણે જણાવ્યું હતું કે બેસ્ટ વેસ્ટર્નના લાંબા સમયથી સભ્ય અને નેતા તરીકે મને હોટેલિયરોના આ જબરજસ્ત કુટુંબનો હિસ્સો બનતા ગૌરવની લાગણી થાય છે, જેની સ્થાપનાકીય કેરિંગ સ્પિરિટ અને ઉચ્ચસ્તરીય કસ્ટમર કેર પૂરી પાડવાની આપણી બ્રાન્ડને યુનાઇટેડ કરી છે અને હાલની અત્યંત વિપરીત પરિસ્થિતિમાં આશાના કિરણ તરીકે કામ કર્યુ છે. હાલના અત્યંત કટોકટીના સમયમાં હું બેસ્ટ વેસ્ટર્ન કુટુંબ વધારે મજબૂત બનીને ઉભરી આવ્યું તે બદલ પ્રોત્સાહિત છું. હું મારા સહયોગી હોટેલિયરોની મજબૂતાઈ અને સમર્પણ ભાવનામાંથી પ્રેરણા મેળવું છું અને આપણા કુટુંબને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી લઈ જવા માટે મારા બીજા બોર્ડ ઓફ ડિરેક્ટર મિત્રો સાથે કામ કરવા ઇચ્છુક છું. હું માનું છું કે બેસ્ટ વેસ્ટર્ન માટે હજી સુધી શ્રેષ્ઠ આવ્યું નથી. તેઓએ હજી તેમનું શ્રેષ્ઠ આપવાનું બાકી છે.

નારણ AAHOAના, ડેટોના બીચ ચેમ્બર ઓફ કોમર્સ, ઓર્મોન્ડ બીચ ચેમ્બર ઓફ કોમર્સ અને ડેટોના બીચ શોર્સ ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય છે. આ ઉપરાંત તે હાલમાં હોટેલ-મોટેલ એસોસિયેશનના સભ્ય અને ભૂતપૂર્વ બોર્ડ મેમ્બર તથા ઇન્ડિયન એસોસિયેશન ઓફ ગ્રેટર ડેટોના બીચના ભૂતપૂર્વ પ્રમુખ અને સ્થાપક છે.

બેસ્ટ વેસ્ટર્ન પ્રેસિડેન્ટ અને સીઇઓ ડેવિડ કોંગે જણાવ્યું હતું કે આપણો ઉદ્યોગ આજની તારીખે જબરજસ્ત કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે અને હું માનું છું કે ઇશ્વરની અનોખી, આગવી અને વ્યૂહાત્મક વિચારસરણી આપણના આગળની દિશામા દોરી જવા માટે જબરજસ્ત મૂલ્યવર્ધન કરનારી સાબિત થશે. હુ ઇશ્વર અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં તેમના સહયોગીઓ સાથે કામ કરીને બેસ્ટવેસ્ટર્ન બ્રાન્ડની સતત વૃદ્ધિ માટે કામ કરવા આગળ વધવાની દિશામાં વાચી રહ્યુ છે, આપણા કસ્ટમર કેરથી લઈને મહેમાનો માટેકામ કરવા અને આપણા હોટેલિયરોને સારામાં સારી આવક મળે તે દિશામાં કામ કરવા મીટ માંડી રહ્યો છું.

નારણ ચેરમેન પીટર ક્વોંગનું સ્થાન સંભાળશે. જોન કેલી વાઇસ ચેરમેન તરીકે નીમાયા હતા અને ડેની લાફાયત ખજાનચી સચિવ (ટ્રેઝર સેક્રેટરી) બન્યા હતા.