Skip to content

Search

Latest Stories

L.A. હોમલેસ બેલોટ પડતું મૂકાયું, નવો વટહુકમ પસાર

AAHOA અને સ્થાનિક હોટેલિયર્સ હોટલ માટે પોલીસ પરમિટની નવી મંજૂરીની જરૂરિયાતનો વિરોધ કરે છે

L.A.  હોમલેસ બેલોટ પડતું મૂકાયું, નવો વટહુકમ પસાર

લોસ એન્જલ્સ હોમલેસ બેલોટ પડતું મૂકવામાં આવ્યું છે. આ પગલામાં શહેરની હોટેલોને પેઇંગ ગેસ્ટ્સની સાથે બેઘર લોકોને રાખવાની ફરજ પાડવામાં આવી હતી. છેવટે સત્તાવાળાઓને શાણપણ લાદ્યુ છે. જો કે, લોસ એન્જલસ સિટી કાઉન્સિલે બેલોટના પગલાંને બદલવા માટે એક વટહુકમ પણ પસાર કર્યો હતો, જેનો પણ કેટલાક સ્થાનિક હોટેલિયરોએ તેને પસાર કરવાનો વિરોધ કર્યો હતો.

યુનાઈટ હીયર લોકલ 11 હોસ્પિટાલિટી વર્કર્સ યુનિયન દ્વારા પ્રાયોજિત હોમલેસ બેલોટના નિયમ મુજબ હોટલને નિયમિત રીતે મહેમાનો સાથે બેઘરોને રાખવાની ફરજ પાડવામાં આવી હતી, જેની સામે AAHOA, અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન અને અન્ય લોકોએ જબરદસ્ત વિરોધ નોંધાવ્યો હતો. ગયા અઠવાડિયે, યુનાઈટ હેયર હોમલેસ બેલોટનું પગલું પાછું ખેંચવા સંમત થયા હતા, જેને લઈને માર્ચમાં તે મતદારો સમક્ષ જવાના હતા.


ગયા અઠવાડિયે પણ, કાઉન્સિલે હોમલેસ બેલેટને બદલવા માટે જવાબદાર હોટેલ ઓર્ડિનન્સને મંજૂરી આપી હતી અને તે હોટલોને સ્વેચ્છાએ બેઘર માટે વચગાળાના આવાસ માટે ખાલી રૂમો ઉપલબ્ધ કરાવવાની મંજૂરી આપશે. તેમાં નવી હોટલ પ્રોપર્ટીના ડેવલપર્સને હાલના આવાસ પુરવઠા પર સૂચિત

વિકાસની અસરની જાહેર સમીક્ષા દ્વારા શરતી ઉપયોગની પરવાનગી મેળવવાની અને પડોશમાં તોડી પાડવામાં આવેલ અથવા અન્યથા ખોવાઈ ગયેલા કોઈપણ આવાસોને બદલવાની પણ જરૂર પડશે.

ઉપરાંત, હોટેલ ડેવલપર્સ અને હાલની હોટલોના માલિકો, તેમજ ટૂંકા ગાળાના ભાડાકીય મિલકતોના માલિકોએ પોલીસ પરમિટ મેળવવાની જરૂર પડશે જે તે પ્રોપર્ટીના માલિકો અને સંચાલકોને અગાઉની ગુનાહિત પ્રવૃત્તિ અથવા જાહેર ઉપદ્રવ સર્જવાના કોઈપણ ઇતિહાસનું સ્ક્રીનિંગ કરશે. આ વટહુકમ હવે લોસ એન્જલસના મેયર કેરેન બાસના હસ્તાક્ષરની રાહ જોઈ રહ્યો છે.

કેટલાક હોટેલિયર્સ અને ટૂંકા ગાળાના ભાડા પ્રોપર્ટીના માલિકોએ નવેમ્બરની શરૂઆતમાં મીટિંગમાં હાજરી આપી હતી, જે દરમિયાન નવો વટહુકમ રજૂ કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને પોલીસ પરમિટની જરૂરિયાતને લઈને જાહેર ટિપ્પણીઓ દરમિયાન તેને લઈને મુદ્દો ઉઠાવ્યો હતો. ઉત્તરપૂર્વ લોસ એન્જલસ હોટલ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રે પટેલ તેમાં સામેલ હતા.

પટેલે તે બેઠકમાં જણાવ્યું હતું કે વટહુકમ પસાર કરતા પહેલા કાઉન્સિલે સ્થાનિક હોટેલિયર્સ પાસેથી વધુ ઇનપુટ લેવું જોઈએ. તે ગત સપ્તાહની કાર્યવાહીથી ખુશ ન હતી.

"હું નવા વટહુકમથી ખુશ નથી," એમ પટેલે જણાવ્યું હતું. "એસોસિએશન પોલીસ વિભાગ પાસેથી પરમિટ કે મંજૂરી માંગતા નવા વટહુકમ સામે લડવાનું ચાલુ રાખશે."

વિરોધ ચાલુ છે

AHLA અને AAHOA બંનેએ Unite Here ના હોમલેસ બેલોટ પડતું મૂકવાના પગલાંની પ્રશંસા કરી.

"લગભગ બે વર્ષ સુધી, યુનાઈટ હેરે હોટલના કર્મચારીઓ, હોટેલિયર્સ અને લોસ એન્જલસ શહેર માટે ખતરનાક અનિશ્ચિતતાનું વાતાવરણ ઊભું કર્યું અને એક દરખાસ્તને વળગી રહીને વર્ચ્યુઅલ રીતે દરેકને ચિંતાજનક સ્થિતિમાં મૂક્યા હતા, દરેકને લાગતું હતું કે આ દરખાસ્ત અપમાનજનક છે - હોટલોને પેઇંગ ગેસ્ટ્સની બાજુમાં બેઘર લોકોને રાખવા દબાણ કરતી હતી" એમ એએચએલએના પ્રમુખ અને સીઈઓ ચિપ રોજર્સે જણાવ્યું હતું. “કાઉન્સિલે છેવટે યુનાઇટ હીયરની હાસ્યાસ્પદ માંગ ફગાવી દીધી હતી, આ દર્શાવે છે કે યુનિયન હીયરની આ બેજવાબદાર માંગને બેઘરના મુદ્દોને ઉકેલવા સાથે સ્નાનસૂતકનો સંબંધ ન હતો, પરંતુ ફક્ત સસ્તી સોદાબાજી હતી.

AAHOA એ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે નવા વટહુકમમાં સ્વૈચ્છિક આવાસ ઘટક અગાઉના નિયમની તુલનાએ નોંધપાત્ર ફેરફાર દર્શાવે છે

"આ સમજદાર સમાધાન લોસ એન્જલસની તમામ હોટલોને અસ્થાયી બેઘર આશ્રયસ્થાનોમાં ફેરવવાનું ટાળશે કે જેઓ શારીરિક અક્ષમતા, માનસિક સ્વાસ્થ્ય પડકારો અથવા સંબંધિત ચિંતાઓથી પીડિત હોઈ શકે છે તેમની સંભાળ માટે જરૂરી રેપ-અરાઉન્ડ સેવાઓ નથી," એમ એસોસિએશને જણાવ્યું હતું. "તેથી તે આવા પડકારો સાથે મદદ કરવા માટે આગળની લાઇન પર રહેલા ઘરના કામદારોને પણ સુરક્ષિત કરશે, પણ મુલાકાતીઓ કે જેઓ અન્યથા આવી ચિંતાઓને ટાળવા માટે શહેરની બહાર રહેવાની યોજના બનાવી શકે છે."

તે જ સમયે, એસોસિએશને કહ્યું કે તે પણ વિચારે છે કે વટહુકમના પોલીસ પરવાનગી વિભાગમાં કેટલાક ફેરફારો કરવા જોઈએ. ઉદાહરણ તરીકે, જ્યારે મોટાભાગની સરકારી સંસ્થાઓ હાલની ઇમારતો અને અથવા વ્યવસાયો માટે નવી પરવાનગી પ્રક્રિયા લાદતી વખતે 20 થી 25 વર્ષનો ઋણમુક્તિનો સમયગાળો પ્રદાન કરે છે, નવો લોસ એન્જલસ વટહુકમ એવું કરતું નથી.

પોલીસ પરમિટની આવશ્યકતા હોટેલિયર્સ માટે પણ અનિશ્ચિતતા તરફ દોરી જશે, કારણ કે તેઓ દર વર્ષે જાણતા નથી કે તેઓ પરમિટ મેળવશે કે નહીં, એમ AAHOAએ જણાવ્યું હતું. બેંકો હોટેલ લોન રિન્યુ કરવાનું ટાળી શકે છે અને હોટેલિયર્સ પાસેથી લોનની તાત્કાલિક સંપૂર્ણ ચુકવણીની માંગ કરી શકે છે અને હોટેલિયર્સ અનિશ્ચિતતાને કારણે તેમની પ્રોપર્ટીમાં રોકાણ કરવાથી નિરાશ થઈ શકે છે.

"આ વિભાગ એક કઠોર પ્રક્રિયા લાદે છે જે, અન્ય બાબતોની સાથે, સંભવિતપણે પાંચ વર્ષ સુધી હોટેલ પરમિટને નકારવા તરફ દોરી શકે છે, જો કોઈ હોટેલ ફેડરલ, રાજ્ય, અથવા સ્થાનિક રોજગાર કાયદાનો ઉલ્લંઘન કરતી જોવા મળે તો તેની પરમિટ સીધી રદ થઈ જાય છે, તેને આ નિર્ણય સામે અપીલ કરવાનો પણ કોઈ અધિકાર નથી, ” એમ AAHOAએ જણાવ્યું હતું. "તે સામાન્ય રીતે પ્રતિબંધિત પ્રવૃત્તિઓનો પણ સંદર્ભ આપે છે જે વ્યાપકપણે શબ્દોમાં અને બિન-વિશિષ્ટ હોય છે અને હોટલના માલિકે રોકવા માટે સખત મહેનત કરી હોય તેવી અવિચારી મહેમાનોની પ્રવૃત્તિઓને કારણે ઉદ્ભવી શકે છે."

AAHOA પૂછે છે કે લોસ એન્જલસ પ્લાનિંગ એન્ડ લેન્ડ યુઝ મેનેજમેન્ટ કમિટી સ્થાનિક હોટલ, ખાસ કરીને લઘુમતી અને ઇમિગ્રન્ટ હોટેલિયર્સની માલિકીની લિમિટેડ સ્ટે હોટલ પર પોલીસ હોટલ પરમિટની અસરને ધ્યાનમાં લે.

"હોટલના મૂલ્યમાં ઘટાડો અને/અથવા ધિરાણ મેળવવા અથવા જાળવવામાં અસમર્થતા એ લોકો માટે સૌથી વધુ નુકસાનકારક હશે જેમને સૌથી વધુ સુરક્ષાની જરૂર છે," એમ એએએચઓએ જણાવ્યું હતું.

પોલ ક્રેકોરિયન, L.A. કાઉન્સિલના પ્રમુખે નવેમ્બરમાં પ્રથમ મીટિંગ દરમિયાન પોલીસ પરમિટની જરૂરિયાત અંગેની ચિંતાઓનો જવાબ આપ્યો. ખાસ કરીને, તેમણે ટૂંકા ગાળાના ભાડા યજમાનો પ્રત્યેના તેમના પ્રતિભાવને સંબોધિત કર્યા જેઓ ચિંતિત હતા કે પોલીસ તેમની મિલકતોનું નિરીક્ષણ કરશે.

“આજે અમારી સમક્ષ જે ડ્રાફ્ટ વટહુકમ છે તે પહેલાથી જ પોલીસ પરમિટ માટેની અરજીની સ્વચાલિત સ્વીકૃતિ પ્રદાન કરશે. તમારે ફક્ત અરજી કરવાની છે અને જ્યાં સુધી કોઈ વ્યક્તિ દ્વારા વિરોધ રજૂ કરવામાં ન આવે ત્યાં સુધી અરજી આપોઆપ મંજૂર થઈ જશે, ”એમ ક્રેકોરિયનએ જણાવ્યું હતું. “તેથી, તમારા ઘરનું પોલીસ ઇન્સ્પેક્શન અથવા અન્ય કોઈ પણ વસ્તુ જે કહેવામાં આવી હતી તે નથી. વિરોધનું કારણ ન હોય તો આપોઆપ મંજૂરી મળશે.

More for you

Trump Delays Furniture Tariffs Until 2027
Photo by ANDREW CABALLERO-REYNOLDS/AFP via Getty Images

Trump delays furniture tariffs until 2027

Summary:

  • Trump delayed tariffs on furniture, cabinets and vanities until 2027, the White House said.
  • The current 25 percent tariff remains in effect.
  • AAHOA says the move gives hotel owners and small businesses breathing room.

PRESIDENT DONALD TRUMP delayed new tariff increases on upholstered furniture, kitchen cabinets and vanities until 2027, the White House said. Industry association AAHOA welcomed the delay, saying it gives hotel owners and small businesses time to adjust.

Trump signed a proclamation hours before the end of 2025, postponing the tariff hikes originally set to take effect Thursday, according to CNN Business.

Keep ReadingShow less