સપ્ટેમ્બરમાં હોટેલ સ્ટોક્સના ભાવો 7.1 ટકા તૂટ્યા

3 ઓક્ટોબરના રોજ પૂર્ણ થયેલા સપ્તાહમાં પણ સ્થિતિ નબળી જ રહી

0
896
ધ બૈર્ડ/એસટીઆર ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં 7.1 ટકા નીચે ગયો હતો અને વર્ષના પ્રથમ નવ મહિનામાં તે 36.8 ટકા નીચો હતો. ઇન્ડેક્સ એસ એન્ડ પી 500ની પાછળ આવ્યો, જે 3.9 ટકા નીચો હતો.

યુએસનો હોટલ બિઝનેસ 3 ઓક્ટોબરના રોજ પૂર્ણ થયેલા સપ્તાહ દરમિયાન ઘટીને 47.9 ટકા થઈ ગયો હતો, જે STRના મત મુજબ ગત વર્ષ કરતા 29.6 ટકા ઓછો છે. ADR 95.63 ડોલર પર બંધ રહ્યો હતો, જેમાં ગત વર્ષની તુલનાએ 26.3 ટકાનો ઘટાડો નોંધાયો છે, અને RevPAR વર્ષમાં 48.1 ટકા ઘટીને 45.80 ડોલર પર આવ્યો છે.

ધ બૈર્ડ-એસટીઆર હોટેલ સ્ટોક ઈન્ડેક્સ મુજબ, અર્થતંત્ર મંદ થવાને કારણે અને કોવિડ-19ના કેસોમાં સંભવિત વધારા અંગે રોકાણકારોની ચિંતાઓ વચ્ચે યુએસ હોટેલ સ્ટોક્સના ભાવમાં સપ્ટેમ્બરમાં ફરીથી ઘટાડો નોંધાયો હતો. STRના તાજેતરની કામગીરીની માહિતીમાં બિઝનેસમાં સતત ઘટાડો જોવા મળતા તે ચિંતાનું કારણ બન્યું હતું.

ધ બૈર્ડ-એસટીઆર ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં 7.1 ટકા નીચે ગયો હતો અને વર્ષના પ્રથમ નવ મહિનામાં તે 36.8 ટકા નીચો નોંધાયો હતો. ઓગસ્ટમાં તેમાં 19 ટકાનો વધારો થયો હતો. એસટીઆરના મતે કોવિડ-19 મહામારી અને નવી વ્યાજ દર નીતિઓ સામે મેડિકલ પ્રગતિ દ્વારા આગળ વધી રહી છે. ઇન્ડેક્સ એસ એન્ડ પી 500ની પાછળ આવી, જે 3.9 ટકા નીચે ગયો હતો અને MSCI US REIT ઈન્ડેક્સમાં 3.7 ટકાનો ઘટાડો થયો હતો. હોટેલ બ્રાન્ડ સબ-ઇન્ડેક્સ ઓગસ્ટથી 8.1 ટકા ઘટીને, 5, 969 પર પહોંચી ગયો, જ્યારે હોટેલ આરઆઈઆઈટી સબ-ઇન્ડેક્સ 3.3 ટકા ઘટીને 739 પર પહોંચી ગયો હતો.

બૈર્ડના ડાયરેક્ટર અને સીનિયર રીસર્ચ એનાલિસ્ટ માઇકલ બેલ્લીસારીઓએ જણાવ્યું હતું કે, ‘ઓગસ્ટમાં નોંધપાત્ર સંપૂર્ણ અને સંબંધિત ફાયદા પછી, સપ્ટેમ્બરનો ઘટાડો તુલનામાં સાધારણ હતો. રોકાણકારો સંભવિત ધીમી આર્થિક વૃદ્ધિના દૃષ્ટિકોણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, કોરોના વાઇરસના મુદ્દે અપેક્ષિત વૃદ્ધિ ઠંડા વાતાવરણ અને વધારાની અનિશ્ચિતતા આવનારી ચૂંટણી સાથે સંકળાયેલી છે, આ બધા પરિબળો મહિના દરમિયાન હોટેલ સ્ટોક્સ પર નકારાત્મક અસર કરે છે.’

એસટીઆરનાં પ્રેસિડેન્ડ અમાન્ડા હિટે જણાવ્યું હતું કે, આ ઉદ્યોગની કામગીરી અપેક્ષિત ન હોય તેવા મંદ તબક્કામાં પ્રવેશી છે.

હિટે જણાવ્યું હતું કે, મોટાભાગનો ઉદ્યોગ અપેક્ષિત તબક્કામાં પહોંચી ગયો છે જ્યાં ઉનાળાની રજાની માગ પુરી થઇ ગઈ છે અને નોંધપાત્ર કોર્પોરેટ ટ્રાવેલ અને ઇવેન્ટ્સના અભાવે બિઝનેસમાં વૃદ્ધિ અટકી ગઈ છે.

એસટીઆર અનુસાર કામગીરીના સંદર્ભમાં 3 ઓક્ટોબરના રોજ પૂર્ણ થતાં સપ્તાહ દરમિયાન બિઝનેસમાં ઘટાડો થયો છે, જે ગયા વર્ષ કરતા 29.6 ટકા નીચે છે. એડીઆર 95.63 ડોલર પર અટક્યો છે, જે ગયા વર્ષથી 26.3 ટકાનો ઘટ્યો છે, અને RevPAR વર્ષમાં 48.1 ટકા ઘટીને 45.80 ડોલર પર આવી ગયો છે. RevPAR વર્ષમાં 48.1 ટકા ઘટીને 45.80 ડોલર પર આવ્યો છે.