હોટેલ અને ટ્રાવેલ સંગઠનો ઇન્ફ્રાસ્ટ્રકચર બિલને ચેતવણી સાથે આવકારે છે

આહોઆ અને આહલા કહે છે કે આ દ્વિપક્ષીય બિલ કર્મચારી રિટેન્શન ટેક્સ ક્રેડિટને દૂર કરી શકશે

0
633
તાજેતરમાં મંજૂર કરવામાં આવેલા 1.2 ટ્રીલિયન ડોલરવાળા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ અને જોબ એક્ટને કારણે કેલિફોર્નિયાના ફ્રેસ્નો ખાતેની સેન્ટ્રલ વેલીમાંથી પસાર થનાર હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ સહિતના પ્રોજેક્ટોને ભંડોળ મળી શકશે. પ્રેસિડેન્ટ જો બાઇડને કહ્યું હતું કે આ બિલને કારણે લાખો નોકરીનું સર્જન કરી શકાશે અને આહોઆ, ધી અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન સહિતના અમેરિકાના સંગઠનોને પણ મદદ મળી શકશે. ટ્રાવેલ એસોસિએશન દ્વારા આ બિલને ટેકો જાહેર કરવામાં આવ્યું છે. તસવીર સૌજન્ય પેટ્રિક ફાલ્કન તથા ગેટ્ટી ઇમેજીસ.

હોટેલ એન્ડ ટ્રાવેલ સંગઠનો દ્વારા તાજેતરમાં પસાર કરવામાં આવેલા દ્વિપક્ષીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલને આવકારવામાં આવ્યું છે. આ બિલ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ દ્વારા આ અઠવાડિયે પસાર કરાયું છે. દરમિયાન આ સમયે કોવિડ-19 મહામારીને કારણે અનેક પડકારોનો સામનો કરી રહેલા ઉદ્યોગોને ફેડરલ સહાય મળી શકશે.

ગૃહ દ્વારા 1.2 ટ્રિલિયન ડોલરવાળા ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ એન્ડ જોબ એક્ટને શુક્રવારે પસાર કરવામાં આવ્યું હતું.  જેમાં નીચેની બાબતો સામેલ છેઃ

– 110 બિલિયન ડોલર દેશના હાઇવે પુલ અને રસ્તાઓ માટે વપરાશે, જેમાં ફક્ત 40 બિલિયન ડોલર પુલ નિર્માણ માટે વપરાશે

– 39 બિલિયન ડોલરનો ખર્ચ જાહેર પરિવહન વ્યવસ્થા માટે થશે

– 66 બિલિયન ડોલર અમટ્રેકના નોર્થઇસ્ટ કોરિડોરના સુધારા માટે વપરાશે

– 65 બિલિયન ડોલર બ્રોડબેન્ડ ઇન્ટરનેટ એક્સેસ માટે વપરાશે

બિલ પસાર થયા પછી પ્રેસિડેન્ટ જો બાઇડને કહ્યું હતું કે અમે એ કર્યું છે જે ઘણાં લાંબા સમયથી વિલંબમાં હતું, તે અંગે વોશિંગ્ટનમાં વાતો જ થઇ રહી હતી પરંતુ તે અંગે કોઇ નક્કર પગલાં લેવામાં આવ્યા નહોતા. (ધી ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ એન્ડ જોબ્સ એક્ટ)એ વન-ઇન-અ-જનરેશન રોકાણ છે જેને કારણે અર્થતંત્રમાં લાખો રોજગારીનું નિર્માણ કરવાની તક મળી શકશે. આપણી માળખાકીય વ્યવસ્થા – આપણા રસ્તા, આપણા પુલો, આપણી બ્રોડબેન્ડ સહિતની બાબતો- ને આફતમાંથી અવસરમાં ફેરવી નાખીશું.

બાઇડનનું કહેવું છે કે આ બિલને કારણે દેશના માળખાકીય તંત્રમાં વધારે પ્રમાણમાં મૂડીરોકાણને સ્થાન મળી શકશે, જે છેલ્લાં 50 વર્ષમાં નોંધપાત્ર બની રહેશે. આ બિલને ભંડોળ પૂરું પાડવા માટે ફેડરલ સરકાર કોવિડ-19ના રાહત ભંડોળમાંથી 210 બિલિયન ડોલર વાપરશે અને 53 બિલિયન ડોલર બેરોજગાર વીમા રાહત માટે કેટલાક રાજ્યોમાં વાપરશે, તેમ એસિસિએટેટ પ્રેસ દ્વારા સૂત્રોને ટાંકીને જણાવાયું છે.

જોકે આહોઆ અને અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશનનું કહેવું છે કે આ બિલ ખૂબ જરૂરી હતું.

આહોઆના પ્રેસિડેન્ટ અને સીઈઓ કેન ગ્રીનીએ આ બિલ અંગે જણાવ્યું હતું કે કોઇપણ ખરડો સંપૂર્ણ હોતો નથી પરંતુ આ વર્ષે અમેરિકન રેસ્ક્યુ પ્લાન એક્ટ ઓફ 2021 માટે ખૂબ લડત કરી હતી. સરકારમાં હોટેલ ઉદ્યોગને મહામારીના સમયે રાહત અને સહાય માટે અનેક રજુઆતો કરવામાં આવી હતી. આ બિલ પસાર થતા કંઇક અંશે રાહત મળી શકે છે જોકે સામે કેટલાક પડકાર પણ રહેલા છે,

આહલાના પ્રેસિડેન્ટ અને સીઈઓ ચિપ  રોજર્સ કહે છે કે ટેક્સ ક્રેડિટની ઇન્ફ્રાસ્ટ્રકચર બિલમાં જોગવાઇને કારણે અમે ખૂબ નિરાશ થયા છીએ.

યુ.એસ. ટ્રાવેલ એસોસિએશન દ્વારા બિલના લાભ તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોવાનું પણ નિવેદનમાં જણાવાયું છે.

યુ.એસ. ટ્રાવેલ એસોસિએશન પ્રેસિડેન્ટ અને સીઈઓ દ્વારા આ બાબતે એક નિવેદન જાહેર કરીને હાઉસ ઓફ રીપ્રેઝેન્ટેટિવ્સ દ્વારા પસાર કરાયેલા આ દ્વિપક્ષીય બિલ અંગે પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી છે.

યુએસટીએના પ્રેસિડેન્ટ અને સીઈઓ રોજરે કહ્યું હતું કે બિલને કારણે પરિવહન માળકામાં નવું મૂડીરોકાણ આકર્ષી શકાશે. મહામારીને કારણે પડેલી અસરથી રાહત મળી શકે તેમ છે.