Skip to content

Search

Latest Stories

એપસ્ટાઇન સાથેના જોડાણો સામે આવતા હયાતના પ્રિત્ઝકરે રાજીનામું આપ્યું

CEO હોપલામાઝિયન તેમના અનુગામી તરીકે ચેરમેન પદ સંભાળશે

એપસ્ટાઇન સાથેના જોડાણો સામે આવતા હયાતના પ્રિત્ઝકરે રાજીનામું આપ્યું

થોમસ પ્રિત્ઝકર (ડાબે) એ દોષિત જાતીય અપરાધી જેફરી એપસ્ટાઇન સાથે સંકળાયેલી ફાઈલો બહાર આવ્યા બાદ હયાત હોટેલ્સ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે. હયાતના પ્રેસિડેન્ટ અને CEO માર્ક હોપલામાઝિયન (જમણે) તેમનું સ્થાન લેશે.

LinkedIn and Hyatt

થોમસ પ્રિત્ઝકરે હયાત હોટેલ્સ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું છે. આ રાજીનામું યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસની ફાઇલો જાહેર થયા બાદ આવ્યું છે, જેમાં દોષિત જાતીય અપરાધી જેફરી એપસ્ટાઇન સાથેના તેમના જોડાણો દર્શાવવામાં આવ્યા હતા.

CNN ના અહેવાલ મુજબ, આ ફાઇલોમાં બંને વચ્ચે સતત સંપર્ક હોવાનું બહાર આવ્યું છે. જેમાં 2018 ના એક કિસ્સાનો પણ ઉલ્લેખ છે, જ્યારે પ્રિત્ઝકરે એપસ્ટાઇન સાથે જોડાયેલી એક મહિલા માટે મુસાફરીની વ્યવસ્થા કરવામાં મદદ કરી હતી. હયાતે પ્રિત્ઝકરના સ્થાને પ્રેસિડેન્ટ અને CEO માર્ક હોપલામાઝિયનની નિમણૂક કરી છે. પ્રિત્ઝકર હવે બોર્ડની પુનઃચૂંટણી લડશે નહીં.


પ્રિત્ઝકર ઓગસ્ટ 2004 થી હયાતના બોર્ડમાં અને એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કાર્યરત હતા, અને 1980 થી કંપનીની પૂર્વવર્તી સંસ્થાઓમાં વરિષ્ઠ હોદ્દાઓ સંભાળતા હતા. તેમણે હયાતના વૈશ્વિક વિસ્તરણ અને શેરધારકો માટે મૂલ્ય નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

પ્રિત્ઝકરે જણાવ્યું હતું કે, "હું શરૂઆતથી જ હયાત પરિવારનો ગર્વ અનુભવતો સભ્ય રહ્યો છું. મેં બોર્ડને લખેલા પત્રમાં જણાવ્યું છે તેમ, હયાતની વૃદ્ધિમાં યોગદાન આપવું એ મારા માટે સન્માનની વાત છે. હયાત ભવિષ્ય માટે સારી સ્થિતિમાં છે, અને મને માર્ક તથા અમારી નેતૃત્વ ટીમ પર સંપૂર્ણ વિશ્વાસ છે."

નિર્ણય લેવામાં ગંભીર ભૂલ

CNN દ્વારા નોંધવામાં આવેલા નિવેદનમાં પ્રિત્ઝકરે કહ્યું, "તેમના (એપસ્ટાઇન) સાથે સંપર્ક રાખવામાં મેં નબળી નિર્ણયશક્તિનો પરિચય આપ્યો છે, અને મારી જાતને વહેલી તકે અલગ ન કરવા બદલ

મારી પાસે કોઈ બહાનું નથી." તેમણે એપસ્ટાઇન અને ઘિસ્લેન મેક્સવેલ સાથેના જોડાણ બદલ ખેદ વ્યક્ત કર્યો અને કહ્યું કે તેઓ હયાતની પ્રતિષ્ઠાને નુકસાનથી બચાવવા માંગે છે.

નવા જાહેર થયેલા રેકોર્ડ્સ અનુસાર, એપસ્ટાઇને 2008 માં વેશ્યાવૃત્તિના આરોપોમાં ગુનો કબૂલ્યા પછી પણ પ્રિત્ઝકર તેના સંપર્કમાં રહ્યા હતા. 2018 ના એક ઈમેલ વ્યવહારમાં એપસ્ટાઇને એશિયામાં પ્રવાસ કરી રહેલી એક મહિલા માટે હોટેલ રિઝર્વેશનમાં મદદ માંગી હતી. જ્યારે પ્રિત્ઝકરે તેણીની યોજનાઓ વિશે પૂછ્યું, ત્યારે તે મહિલાએ જવાબ આપ્યો, "જેફરી માટે નવી ગર્લફ્રેન્ડ શોધવાનો પ્રયાસ કરી રહી છું." જેના જવાબમાં પ્રિત્ઝકરે સ્માઈલી ઈમોજી સાથે લખ્યું હતું, "મે ધ ફોર્સ બી વિથ યુ" (શુભેચ્છાઓ).

ભવિષ્યની દિશા

હયાતના બોર્ડે જણાવ્યું હતું કે કંપની હવે વૃદ્ધિ, કામગીરી અને શેરધારકોના મૂલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરશે.

રિચાર્ડ ટટલ (ચેરમેન, નોમિનેટિંગ એન્ડ ગવર્નન્સ કમિટી) એ કહ્યું, "હયાતની વ્યૂહરચના ઘડવામાં ટોમનું નેતૃત્વ મહત્વનું રહ્યું છે. બોર્ડને વિશ્વાસ છે કે માર્કનો અનુભવ અને હયાત વિશેનું તેમનું જ્ઞાન કંપનીની સફળતાને આગળ ધપાવશે."

હોપલામાઝિયને જણાવ્યું કે તેઓ ચેરમેન તરીકે સેવા આપવા માટે ઉત્સુક છે અને કંપનીના લાંબા ગાળાના વિકાસ અને મહેમાનોના અનુભવને બહેતર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

More for you