ડેલ્ટા વરિયન્ટને કારણે સીબીઆરઈને તેની આર્થિક આગાહી સુધારવી પડી

આ વર્ષે યુ.એસ. હોટેલ્સનો વ્યવસાય સરેરાશ 54 ટકા રહેવાની ધારણા છે

0
794
કોવિડ-19 ડેલ્ટા વરિયન્ટનું સંક્રમણ વધતા તેની અસર બીઝનેસ ટ્રાવેલ પર જોવા મળી રહી છે, જેને કારણે સીબીઆરઈ હોટેલ્સ રીસર્ચને તેની આર્થિક આગાહીમાં સુધારો કરવાની ફરજ પડી છે. આ વર્ષના ચતુર્થ અને અંતિમ ત્રિમાસિકગાળા માટે આ આગાહી કરાઈ હતી, તેમ સીબીઆરઈનું કહેવું છે. એડિઆર સરેરાશ 112.85 ડોલર અને રેવપાર 60.91 ડોલરે રહેવાની સંભાવના વ્યક્ત કરાઇ છે.

જેની ઘણા લાંબા સમયથી રાહ જોવાતી હતી તે બિઝનેસ ટ્રાવેલમાં ફરી વિલંબ સર્જાયું છે. કોવિડ-19ના ડેલ્ટા વરિયન્ટના વધી રહેલા સંક્રમણને કારણે આમ થયું હોવાનું સીબીઆરઈ હોટેલ્સ રીસર્ચ દ્વારા જણાવાયું છે. તેના પરિણામે સંસ્થાને પોતાની આર્થિક આગાહીમાં પણ સુધારો કરવાની ફરજ પડી છે. જે આ વર્ષના ચતુર્થ અને અંતિમ ત્રિમાસિકગાળા માટે કરાયું હતું.

સીબીઆરઈના નવી સુધારેલી આર્થિક આગાહી અનુસાર 2022 સુધી માર્કેટમાં કોર્પોરેટ ટ્રાવેલ બજેટ મર્યાદિત પ્રમાણમાં રહેવાની સંભાવના રહેલી છે. સંસ્થાનું કહેવું છે કે લેઇઝર ટ્રાવેલમાં સમર સમયગાળા દરમિયાન વેગ મળથા ઉદ્યોગોને તેનો લાભ મળ્યો પરંતુ બીઝનેસ ટ્રાવેલ પર ડેલ્ટા વરિયન્ટ સંક્રમણની થયેલી અસરને પગલે આ વેગની ગતિને અસર પહોંચી છે.

અમેરિકામાં ડેલ્ટા વરિયન્ટ સંક્રમણના કેસમાં વધારો થઇ રહ્યો છે જેને કારણે અનેક કંપનીઓ તથા સંસ્થાઓના ‘રિટર્ન ટુ ઓફિસ’ પ્લાન પર અસર પહોંચી છે. જે 2022 ટ્રાવેલ-બજેટીંગ સીઝનને ધ્યાનમાં રાખીને વેપાર વધવાની આશામાં હતી તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. સીબીઆરઈના હેડ ઓફ હોટેલ્સ રીસર્ચ એન્ડ ડેટા એનાલિટિક્સ રેચેલ રોથમાન તેમ જણાવે છે. તેઓ ઉમેરે છે કે કમનસીબે સપ્ટેમ્બર 2021માં જોવા મળેલા સુધારાની ગતિ પર હવેની પરિસ્થિતિને કારણે રોક લાગી છે.

અમેરિકાની હોટેલ્સની વાર્ષિક ઓક્યુપન્સી સપાટી માટે હવે જે સંભાવના વ્યક્ત કરાઇ છે તે અનુસાર વર્ષ સુધી તે 54 ટકાએ પહોંચશે. એડીઆરમાં સરેરાશ 112.85 ડોલર અને રેવપારમાં સરેરાશ 60.91 ડોલરની સપાટી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સીબીઆરઈનું માનવું છે કે ઓછા સંચાલન ખર્ચ, વિમાની ભાડાંમાં ઘટાડો તથા આરોગ્ય સંબંધી નિયંત્રણોમાં છુટછાટને પગલે કન્વેન્શન ટ્રાવેલ ફરી શરૂ થવાની શક્યતા પ્રબળ બની છે. હુંફાળા વાતાવરણવાળા માર્કેટ જેવા કે ડલ્લાસ, ન્યુ ઓર્લિયન્સ, સાન એન્ટોનીયો, લાસ વેગાસ અને ઓર્લાન્ડો હજુ પણ ડિમાન્ડમાં છે. લેઇઝર અને બ્લેઇઝર ટ્રાવેલ કે જે લેઇઝર ટ્રાવેલનું મિશ્રણ છે તેમાં 2022 સુધી સુધારો થવાની સંભાવના રહેલી છે, કારણ કે તેને ડેલ્ટા વરિયન્ટ સંક્રમણના વધતા કિસ્સાઓની અસર પહોંચી છે.

સીબીઆરઈ અનુસાર ઓક્યુપન્સીમાં હજુ પણ વધારો થવાની શક્યતા સાથે 2022 સુધી તેમાં આઠ ટકા, જ્યારે એડીઆરમાં 7.1 ટકા વધારો, રેવપારમાં 15.6 ટકાનો વધારો જોવા મળે તેવી શક્યતા રહેલી છે. જોકે તેમાં ફેરફાર થઇ શકે છે કારણ કે ઓક્યુપન્સી મોટાભાગે સ્થાનિક માર્કેટ તથા વાતાવરણ પર પણ આધારિત રહેતી હોય છે. જે તે સ્થળ અનુસાર તેમાં બદલાવ જોવા મળી શકે તેમ છે.

આ અંગે સીબીઆરઈના સિનિયર હોટેલ ઇકોનોમિસ્ટ બ્રામ ગેલેઘેર કહે છેકે સામાન્ય રીતે લેઇઝર પ્રવાસમાં સુધારો જોવા મળે છે. ડેલ્ટા વરિયન્ટને કારણે આર્થિક આગાહીમાં સુધારો કરવાની ફરજ પડી છે. 2023ના ચતુર્થ ત્રિમાસિકગાળા સુધી અમેરિકાની લોજિંગ ડિમાન્ડમાં સીબીઆરઈ દ્વારા નવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.