ચોઇસે રેડિસન અમેરિકાને 67.5 કરોડ ડોલરમાં હસ્તગત કરી

વર્ષ 2022ના બીજા ભાગમાં આ સોદો પૂરો થશે

0
662
ચોઇસ હોટેલ્સ ઇન્ટરનેશનલના પ્રેસિડેન્ટ અને સીઇઓ પેટ્રિક પેસિયસ મેના પ્રારંભમાં લાસ વેગાસ ખાતે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં સ્ટેજ પર છે તેમણે જણાવ્યું હતું કે ચોઇસ રેડિસન હોટેલ ગ્રુપ અમેરિકાના ફ્રેન્ચાઇઝ બિઝનેસ, ઓપરેશન્સ અને બૌદ્ધિક સંપદાને 67.5 કરો ડોલરમાં હસ્તગત કરીને અપર-મિડસ્કેલ હોસ્પિટાલિટી સેગમેન્ટ્સમાં તેમની કામગીરી વિસ્તારશે.

ચોઇસ હોટેલ્સ ઇન્ટરનેશનલે રેડિસન હોટેલ ગ્રુપ અમેરિકાની ફ્રેન્ચાઇઝ, બિઝનેસ, ઓપરેશન્સ અને બૌદ્ધિક મિલકતોને અંદાજે 67.5 કરોડ ડોલરમાં હસ્તગત કરવાનો કરાર કર્યો છે. આના પગલે રેડિસનની નવ બ્રાન્ડ્સ ચોઇસની માલિકીની થશે અને તેની પાસે 68 હજારથી વધારે રૂમોની સાથે કુલ 624 હોટેલ્સ આવશે. આ સોદાના ભાગરૂપે રેડિસનની કેનેડા, લેટિન અમેરિકા અને કેરેબિયન તેમજ યુ.એસ.માં પ્રોપર્ટીઝને આવરી લેવામાં આવી છે.

ચોઈસ અમેરિકામાં બ્રાન્ડ્સની સ્વતંત્ર માલિકી અને નિયંત્રણ ધરાવતી હશે અને બ્રાન્ડ્સની વૃદ્ધિ, સાતત્ય અને સફળતાને આગળ વધારવા માટે રેડિસન સાથે કામ કરશે, એમ આ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલી સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું હતું. આ સોદાનું રોકડ દ્વારા અને રિવોલ્વર બોરોઇંગ દ્વારા ફંડિંગ થશે. આ સોદામાં રેડિસન બ્લુ હોટેલ્સ, 130 રેડિસન હોટેલ્સ, 9 રેડિસન ઇન્ડિવિડ્યુઅલ્સ, એક પાર્ક પ્લાઝા હોટેલ, 4 રેડિસન રેડ હોટેલ્સ, રેડિસનના 453 કન્ટ્રી ઇન એન્ડ સ્યુટ્સ તથા 17 રેડિસન હોટેલ્સ પાર્ક ઇનની સાથે તાજેતરમા લોન્ચ કરવામાં આવેલી રેડિસન ઇન એન્ડ સ્યુટ્સ અને રેડિસન કલેકશન બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે.

ચોઈસના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સર્વસંમતિથી આ વ્યવહારને મંજૂરી આપી હતી અને 2022ના બીજા ભાગમાં આ સોદો પૂરો થવાની ધારણા છે, હાલમાં આ સોદા અંગે નિયમનકારી મંજૂરીઓ અને કસ્ટમરી ક્લોઝિંગની જરૂરિયાતોને મંજૂરી મળવાની છે. આ સોદાથી ચોઇસની ડિવિડન્ડ ચૂકવણીમાં ફાળવણીની વ્યૂહરચના અને આયોજિત શેર પુર્નખરીદીની નીતિમાં ફેરફાર થવાનો કોઈ અંદાજ નથી.

ચોઈસે જણાવ્યું હતું કે તે Radisson બ્રાન્ડની મોટી સંખ્યામાં રૂમો અને ઊંચા RevPAR  માર્કેટમાં વ્યૂહાત્મક સ્થળોનો લાભ મળશે, જેનાથી હોટેલ દીઠ રોયલ્ટીની વધુ આવક થશે. રેડિસન માટે, ચોઈસ અમેરિકાના ફ્રેન્ચાઈઝી સમુદાય સાથે તેનું જાણીતું બ્રાન્ડનેમ અને રેડિસન ફ્રેન્ચાઈઝીની સફળતાને આગળ વધારવા માટે મજબૂત પ્રતિબદ્ધતા પ્રદાન કરે છે, જેમાંથી ઘણાએ પહેલાથી જ ચોઈસ હોટેલ્સ સાથે ફ્રેન્ચાઈઝી કરારો કર્યા છે.

ચોઈસના પ્રમુખ અને સીઈઓ પેટ્રિક પેસિયસે કહ્યું, “ચોઈસ પાસે નવા સેગમેન્ટ્સમાં સ્માર્ટ એક્વિઝિશનનો સુસ્થાપિત ઈતિહાસ છે જ્યાં અમારું વર્લ્ડ-ક્લાસ ફ્રેન્ચાઈઝીંગ એન્જિન ભવિષ્યના વિકાસને વેગ આપી શકે છે.” આ સોદાના લીધે બે ઊંચા સ્તરના એકબીજાને પૂરક કારોબારને જોડે લાવી શક્યા છીએ તથા કોર અપર-મિડ-સ્કેલ હોસ્પિટાલિટી સેગમેન્ટ્સમાંમાં અમારી પહોંચને વિસ્તૃત કરી શક્યા છીએ, જ્યારે અપર અપસ્કેલ અને અપસ્કેલ ફુલ-સર્વિસ સેગમેન્ટ્સ અને ઉચ્ચ આવક ભૌગોલિક બજારોમાં અમારી પહોંચનો વિસ્તાર કરીએ છીએ.”

મેના પ્રારંભમાં ચોઈસની વાર્ષિક કોન્ફરન્સ દરમિયાન, પેસિયસે જણાવ્યું હતું કે કંપનીએ છેલ્લા ત્રણ વર્ષમાં રોગચાળા અને આર્થિક મંદીના ઘણા પડકારોને પાર કર્યા છે, નવો વ્યવસાય ચલાવ્યો છે, સરકારી સહાયની હિમાયત કરી છે અને 2019 સિસ્ટમ-વ્યાપી પ્રદર્શન સ્તરને વટાવી જવા માટે ફ્રેન્ચાઇઝીઓ માટે કાર્યકારી ખર્ચમાં ઘટાડો કર્યો છે. તેમણે આ પ્રદર્શન માટે કંપનીની ફ્રેન્ચાઈઝીને શ્રેય આપ્યો હતો.

“અમારી ફ્રેન્ચાઈઝી અમે ચોઈસ પર જે કંઈ કરીએ છીએ તેના કેન્દ્રમાં છે – તે અમારી માર્ગદર્શક છે. જ્યારે રોગચાળો શરૂ થયો, ત્યારે અમે મહેમાનો માટે હોટલના દરવાજા ખુલ્લા રાખવા અને લાઇટ ચાલુ રાખવામાં મદદ કરવા માટે તાત્કાલિક પગલાં લીધાં, પરંતુ અમે આવક વધારવામાં મદદ કરવાના માર્ગો શોધવાનું ચાલુ રાખ્યું,” એમ તેમણે જણાવ્યું હતું.

રેડિસનને હસ્તગત કરવાથી ફ્રેન્ચાઇઝીઓને પણ ફાયદો થશે, એમ પેસિયસે જણાવ્યું હતું.

અમારા હાલના અને નવા હોટેલ માલિકોને સંયુક્ત કંપનીઓની બહેતર બિઝનેસ ડિલિવરી ક્ષમતાઓથી ફાયદો થશે, જેમાં અમારા એવોર્ડ-વિજેતા લોયલ્ટી પ્રોગ્રામ, પ્રોપરાઈટરી ટૂલ્સ અને ઉભરતી ટેક્નોલોજીનો સમાવેશ થાય છે જે તેમને વધુ બિઝનેસ મેળવવા, તેમના હોટેલ ચલાવવાના ખર્ચમાં ઘટાડો કરવા, નવા ગ્રાહકો સુધી પહોંચવા અને ઉદ્યોગના નવા ટ્રેન્ડ્સને પ્રતિસાદ આપવા સક્ષમ બનાવશે,” તેમણે કહ્યું હતું.

રેડિસન હોટેલ ગ્રૂપ અમેરિકાના વચગાળાના સીઇઓ ટોમ બુઓયે જણાવ્યું હતું કે, રેડિસન અમેરિકા આ ​​એકિવિઝિશનથી ખુશ છે, જેમણે ડિસેમ્બરમાં અગાઉના સીઇઓ જિમ એલ્ડરમેન પદ છોડ્યું ત્યારે કાર્યભાર સંભાળ્યો હતો.

“અમે માનીએ છીએ કે આ એક્વિઝિશન અત્યંત સ્પર્ધાત્મક બજારમાં વૃદ્ધિને આગળ ધપાવશે અને અમારી ફ્રેન્ચાઇઝીઓને વધુ મજબૂત પ્રદર્શન કરવા સક્ષમ બનાવશે,” બુઓએ જણાવ્યું હતું.