સીબીઆરઈઃ 2023 સુધી લોજિંગ ડિમાન્ડ 2019ના સ્તરે પહોંચશે

પ્રથમ ક્વાર્ટરમાં અપેક્ષા કરતાં વધારે વૃદ્ધિથી વધારે સારું થવાની આગાહી

0
693
સીબીઆરઈ હોટેલ્સ રીસર્ચના એક લેખમાં સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે અમેરિકામાં લોજિંગ ડિમાન્ડનું પ્રમાણ સાલ 2023 સુધીમાં સાલ 2019ના સ્તર સુધી આવી શકે તેમ છે. એડીઆર અને રેવપાર માટે સંભાવના વ્યક્ત કરાઈ છે કે તેમાં 2024 સુધીમાં સામાન્ય સ્થિતિ સુધારો જોવા મળશે. ઉપરાંત ઓક્યુપન્સી સહિતમાં પણ 2019ના સ્તરની કામગીરીએ સાલ 2025ના ચતુર્થ ત્રિમાસિકગાળા સુધી પહોંચી શકાશે.

યુ.એસ. હોટેલ ઇન્ડસ્ટ્રી માટે આવનારો સમય વધારે સારો રહેવાની સંભાવના છે, તેમ તાજેતરમાં સીબીઆરઈ હોટેલ્સ રીસર્ચ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી એક આગાહીમાં જણાવાયું છે.

અર્થતંત્રમાં સુધારો થવાના સંકેત મળી રહ્યાં છે અને કોવિડ-19 રોગચાળો સમાપ્તિ તરફ છે (ડેલ્ટા વરિયન્ટના સંક્રમણના અપવાદને બાદ કરતાં)તેવા સમયે આ સંભાવના સીબીઆરઈ દ્વારા તાજેતરમાં વ્યક્ત કરવામાં આવી હતી. એસટીઆર અનુસાર જુલાઈ મહિનામાં ઓક્યુપન્સીના પ્રમાણમાં પણ વધારો જોવા મળ્યો છે.

સીબીઆરઈ અનુસાર ઓક્યુપન્સીમાં પણ નવી સપ્લાયને કારણે ફેરફાર જોવા મળી શકે તેમ છે, કારણ કે અગાઉની આગાહી અનુસાર કેટલાક પ્રોજેક્ટ અને થોડાક ડેવલપમેન્ટ હવે સ્થગિત થયા હોવાનું જાણવા મળે છે. તેને કારણે ઓક્યુપન્સીમાં સુધારો સાલ 2025ના ચતુર્થ ત્રિમાસિકગાળા સુધી જોવા મળી શકે તેમ છે. કારણ કે તે પહેલા સાલ 2020-2022 સુધીમાં માંગને પહોંચી વળવા માટેનું સજ્જ઼ડ આયોજન અમલમાં મુકાઇ શકે તેમ છે.

અમેરિકાની હોટેલ્સનું એડીઆર પણ 2019ના પૂર્વેની સ્થિતિએ પહોંચે તેવી સ્થિતિ સાલ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળા સુધીમાં અમલમાં આવી શકે તેમ છે, તેમ હોટેલ  હોરીઝોન્સના જૂન 2021ના અંક માટે સીબીઆરઈ હોટેલ્સ રીસર્ચ દ્વારા જણાવાયું છે. તાજેતરમાં પ્રવાસ પરના પ્રતિબંધો હળવા થવાને પગલે મુસાફરી  કરનારાઓની સંખ્યામાં વધારો થવાની સંભાવનાને કારણે હોટેલના રૂમનાં ભાડાંમાં પણ સુધારો જોવા મળશે અને તેનો લાભ હોટેલને મળી રહેશે.

2021માં માંગમાં વધારો થવાની શક્યતાને પગલે અમને પ્રોત્સાહન મળી રહ્યું છે, ફક્ત હોટેલ્સ માટે જ નહીં પરંતુ હવાઈ મુસાફરી, ભાડાંની કામ તથા લોજિંગ માટેના તમામ વિકલ્પો માટે, તેમ સીબીઆરઈના હોટેલ રીસર્ચ એન્ડ ડેટા એનાલિટિક્સના વડા રેચલ રોથમાન કહે છે. હવેના સમયે લેઇઝર ટ્રાવેલમાં વધારો થવાની સંભાવના વધી છે. પરંતુ સરેરાશ રીતે જોઇએ તો ગ્રુપ ટ્રાવેલ અને કોર્પોરેટ ટ્રાવેલમાં પણ વધારો જોવા મળી શકે તેમ છે.

2021 માટે અપેક્ષિત 2.1 ટકાનો પુરવઠામાં થનારો વધારો માંગ વૃદ્ધિની ગતિને અસર પહોંચાડી શકે તેમ છે, તેમ લેખ જણાવે છે. 2020માં જે હોટેલ્સ બંધ કરવાની ફરજ પડેલી તે હવે ફરીથી શરૂ થઇ રહી છે પરંતુ તેમની સામે ફર્નિચર તથા સાધન-સામગ્રી વેળાસર મળી શકે તેમાં વિલંબ થઇ રહ્યો છે.

સીબીઆરઈ દ્વારા તાજેતરમાં એ પ્રકારની પણ આગાહી કરવામાં આવી હતી કે હોટેલ્સમાં હોટેલ ટેલીકોમ સીસ્ટમ સંચાલન ખર્ચમાં પણ વધારો થવાની સંભાવના છે. તેની સામે હોટેલવાળાઓએ ઓછા ખર્ચે વધારે નફો લઇ શકાય તે પ્રકારનું આયોજન કરવું જોઇએ.