Skip to content

Search

Latest Stories

બ્રાન્ડ યુએસએ 'અમેરિકા ધ બ્યુટીફુલ' કેમ્પેઇન શરૂ કર્યુ

તે AI-સંચાલિત ટ્રિપ પ્લાનિંગ ટૂલ્સ સાથે ભારત સહિત નવ બજારોને લક્ષ્ય બનાવે છે

બ્રાન્ડ યુએસએ 'અમેરિકા ધ બ્યુટીફુલ' કેમ્પેઇન શરૂ કર્યુ

બ્રાન્ડ યુએસએએ આંતરરાષ્ટ્રીય મુસાફરી અને હોટેલ માંગ વધારવા માટે "અમેરિકા ધ બ્યુટીફુલ"ની એક વૈશ્વિક ઝુંબેશ શરૂ કરી.

બ્રાન્ડ યુએસએએ આંતરરાષ્ટ્રીય મુલાકાત અને હોટેલ માંગ વધારવા માટે "અમેરિકા ધ બ્યુટીફુલ", એક વૈશ્વિક પ્રવાસન ઝુંબેશ શરૂ કરી. આ ઝુંબેશની જાહેરાત લંડનમાં બ્રાન્ડ યુએસએ ટ્રાવેલ વીક યુકે અને યુરોપ 2025 માં કરવામાં આવી હતી.

બ્રાન્ડ યુએસએએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ પહેલ જુલાઈ સુધીમાં $147 બિલિયનની મુસાફરી નિકાસ સાથે સુસંગત છે, જે વર્ષ દર વર્ષે 2 ટકાનો વધારો છે. આ ખર્ચથી 2025 માં ફેડરલ ટેક્સ આવકમાં $39.6 બિલિયનનું સર્જન, લાખો યુ.એસ. નોકરીઓને ટેકો અને અર્થતંત્રમાં $551 બિલિયન ઉમેરવાનો અંદાજ છે.


"યુ.એસ. લાંબા અંતરની લેઝર ટ્રાવેલ માટે ટોચનું સ્થળ રહ્યું છે," બ્રાન્ડ યુએસએના પ્રમુખ અને સીઈઓ ફ્રેડ ડિક્સને જણાવ્યું હતું. "અમેરિકા ધ બ્યુટીફુલ સાથે, અમે પ્રવાસીઓને પ્રવાસન દ્વારા આર્થિક પ્રભાવને આગળ ધપાવતા દેશની શોધખોળ કરવા આમંત્રણ આપી રહ્યા છીએ."

આ ઝુંબેશ નવ બજારોમાં ટીવી, સ્ટ્રીમિંગ, ડિજિટલ, સોશિયલ અને આઉટ-ઓફ-હોમ મીડિયા પર ચાલશે: આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ભારત, આયર્લેન્ડ, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા અને યુનાઇટેડ કિંગડમ જેવા બજારોમાં આ ઝુંબેશ ચાલશે એમ નિવેદનમાં જણાવાયું છે. 10 બજારોમાં પ્રારંભિક પરીક્ષણમાં ઝુંબેશની ટેગલાઇન પ્રત્યે 72 ટકા હકારાત્મક પ્રતિભાવ અને યુ.એસ.ની મુલાકાત લેવાના ઇરાદામાં 67 ટકાનો વધારો જોવા મળ્યો.

બ્રાન્ડ યુએસએના સીએમઓ, લીઆ ચૅન્ડલરે જણાવ્યું હતું કે ઝુંબેશ વાત કહેવા પર અને જોડાણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

"સર્જનાત્મક વાર્તા કહેવાથી લઈને એઆઈ-સંચાલિત આયોજન સાધનો સુધીના દરેક તત્વ, પ્રવાસીઓને અમેરિકાને નવી રીતે જોવા અને તે પ્રેરણાને કાર્યમાં ફેરવવા માટે પ્રેરણા આપવા માટે રચાયેલ છે," તેમણે કહ્યું.

એક મુખ્ય ઘટક AmericaTheBeautiful.com છે, જે માઇન્ડટ્રિપ ટેકનોલોજીથી બનેલ એક એઆઈ-સંચાલિત આયોજન કેન્દ્ર છે. આઠ ભાષાઓમાં ઉપલબ્ધ, તેમાં ઇન્ટરેક્ટિવ નકશા, વ્યક્તિગત પ્રવાસ યોજનાઓ અને મુખ્ય પ્રવેશદ્વારોને પ્રાદેશિક સ્થળો સાથે જોડતા સાધનો છે જેથી લાંબા સમય સુધી રોકાણ અને સમગ્ર યુ.એસ.માં હોટેલની માંગમાં વધારો થાય.

આ વર્ષના કાર્યક્રમમાં લગભગ 900 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી, જેમાં 2026 માટે ભારત અને દક્ષિણ અમેરિકામાં વિસ્તરણનું આયોજન છે. બ્રિટિશ એરવેઝની લંડન-સેન્ટ લૂઇસ સેવા અને એર લિંગસની ડબલિન-રેલે-ડરહામ ફ્લાઇટ સહિત નવા આંતરરાષ્ટ્રીય રૂટથી હવાઈ જોડાણમાં સુધારો થવાની અપેક્ષા છે અને યુ.એસ. શહેરો અને પ્રાદેશિક સ્થળોની મુસાફરીને ટેકો મળશે.

તાજેતરના Cheaphotels.org સર્વેમાં જાણવા મળ્યું છે કે બોસ્ટન અને ન્યુ યોર્ક હોટેલ રોકાણ માટે સૌથી મોંઘા શહેરો છે, જ્યારે ફ્નોમ પેન્હ સૌથી સસ્તું છે અને મુંબઈ 100 શહેરોમાં 49મા ક્રમે છે.

More for you

યુએસ સરકારી શટડાઉનથી પ્રવાસ ઉદ્યોગ અને ઇમિગ્રેશન સેવાઓ પર પડતી અસર

કોંગ્રેસમાં મડાગાંઠથી સરકારનું શટડાઉન

રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ ભંડોળ પર સહમત ન થયા પછી મધ્યરાત્રિએ ફેડરલ સરકાર બંધ થઈ ગઈ છે, પણ સ્ટેટ ગવર્નમેન્ટ ચાલુ છે. હેલ્થકેર સબસિડી અને ખર્ચની પ્રાથમિકતાઓ પરના વિવાદોને કારણે બંને પક્ષો જવાબદારી સ્વીકારવા તૈયાર ન હતા.

યુએસ ટ્રાવેલ એસોસિએશને અગાઉ કહ્યું હતું કે શટડાઉનથી અમેરિકાના ટ્રાવેલ અર્થતંત્રને દર અઠવાડિયે $1 બિલિયનનું નુકસાન થઈ શકે છે. યુએસટીએના સીઈઓ જ્યોફ ફ્રીમેને 25 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસને લખેલા પત્રમાં લખ્યું હતું કે તે ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન સહિત ફેડરલ એજન્સીઓને વિક્ષેપિત કરશે અને ટ્રાવેલ અર્થતંત્રને નુકસાન પહોંચાડશે.

Keep ReadingShow less