હોટેલ ઓપરેશન્સ સોફ્ટવેર પ્રોવાઇડર ઓપટીના બ્લોગ પરના અહેવાલ અનુસાર મહામારી કોવિડ-19 સામે રક્ષણ આપતી રસી લીધી પછી રસી લેનારા લોકો ફરવા નિકળી પડશે અને તેમના ધસારાને પહોંચી વળવા માટે હોટેલવાળાઓએ અનેક પગલાં સાથેની તૈયારી રાખવી પડશે.

મહામારી કોવિડ-19 સામે રક્ષણ આપતી રસી માટેના અભિયાનને પગલે પ્રવાસમાં પણ વધારો થઇ શકશે કારણ કે રસી લેનારાઓ ફરવા નિકળી પડશે. હવે સમય છે તેમના ધસારાને પહોંચી વળવા માટેનો, તેમ હોટેલ ઓપરેશન્સ સોફ્ટવેર પ્રોવાઇડર ઓપટીના બ્લોગ પરના એક અહેવાલમાં જણાવાયું છે.

રસીકરણવાળા પ્રવાસીઓને ધાડાંને પહોંચી વળવા માટે હોટેલમાલિકોએ ક્લિનિંગ પ્રોટોકોલ સહિતના અનેક પ્રકારના પગલાં લેવા પડી શકે છે તેમ પણ બ્લોગ “વેક્સિન્સ એન્ડ વેકેશન્સઃ ટોપ કન્સાઇડરેશન્સ ફોર ગેસ્ટ એન્ડ હોટેલ્સ ”માં જણાવાયું છે કે સ્વચ્છતા પહેલા નંબરે રહેશે.

બ્લોગમાં જણાવ્યા અનુસાર, અમે જોયું છે કે મહામારી દરમિયાન પોતાના ગેસ્ટની સુરક્ષા માટે હોટેલવાળાઓ દ્વારા તબક્કાવાર અનેક પ્રકારના અસરકારક પગલાંનો અમલ કરવામાં આવ્યો છે જેથી ગેસ્ટનું રોકાણ સલામત રહે. ગેસ્ટ તરીકે, કેટલાક પ્રકારની સેવામાં બદલાવ કરવામાં મર્યાદા આવી શકે તેમ છે છતાં ગેસ્ટ તેની માંગણી કરશે, જેમ કે કેટલીક હોટેલવાળા રૂમ સર્વિસની સુવિધા નથી આપી રહ્યાં, જીમ પણ બંધ છે અથવા ચોક્કસ સમય માટે ખુલે છે અને નિયમિત સફાઈ સહિતનો સમાવેશ થાય છે.

ઓપ્ટીના મોટાભાગના ક્લાયન્ટ હોટેલ આધારિત પોતાના ક્લિનિંગ પ્રોટોકોલમાં ગેસ્ટની ઇચ્છા અનુસાર ફેરફાર કરી શકે છે. અલબત્ત, બ્લોગ અનુસાર હોટેલવાળા તેમના ગેસ્ટની અપેક્ષાઓ અનુસાર ગોઠવણ કરી શકે તેમ છે.

“ઘણા ગેસ્ટ માટે, મહામારી શરૂ થયા પછી પહેલી વખત કોઇ હોટેલમાં રોકાણ કરવું એ પહેલી વખતનું હશે અને પોતાના રોકાણ દરમિયાન તેમની અપેક્ષાઓ પણ મહામારી પહેલાના સમયગાળા જેવી જ રહેશે, તેમ બ્લોગ જણાવે છે. હોટેલવાળાઓ માટે જરૂરી છે કે તેઓ સફાઈ અને ઓપરેશન્સ માટે શક્ય એટલા જરૂરી ફેરફાર કરે. આ સુનિશ્ચિત કરશે કે ગેસ્ટને કોઇપણ મિસકોમ્યુનિકેશન વગર તેમની અપેક્ષા અનુસારનો સંતોષ મળ્યો છે.

મહામારીને કારણે હોટેલ સહિતના સ્થળોએ કર્મચારીઓ સાથેના સંપર્કમાં આવ્યા વગરની કોન્ટેક્ટ-લેસ ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે કે જે ગેસ્ટને ચેકઈન તથા ચેક આઉટની સુવિધા પૂરી પાડે છે. ઓપ્ટી સૂચવે છે કે હોટેલવાળાઓએ આ ટેકનોલોજીમાં રોકાણ કરવું જોઇએ કે જે ભરોસાપાત્ર અને ઉપયોગ કરવામાં પણ સરળ છે.

બ્લોગ અનુસાર, ગ્રાહકોની માંગણીઓને પહોંચી વળવા માટે હોટેલામાલિકોએ અનેક પ્રકારની ટેકનોલોજીનો સહારો લેવો પડી શકે તેમ છે. હોટેલવાળાઓએ એવી ટેકનોલોજીમાં રોકાણ કરવું જોઇએ કે જે અસરકારક રીતે સંચાલન કરવામાં મદદરૂપ નિવડી શકે.

વિવિધ માર્કેટમાં ઇન્ફેક્શન લેવલના આધારે ઓક્યુપન્સીમાં ક્યાંક વધારો તો ક્યાંક ઘટાડો જોવા મળી શકે તેમ છે. ઓપ્ટી અનુસાર હોટેલવાળાઓએ તેને અનુરૂપ રહેવાની તૈયારી રાખવી પડશે.

બ્લોગમાં જણાવ્યા અનુસાર ગેસ્ટ પણ જાણે છે કે હાલની પરિસ્થિતિમાં હોટેલવાળાઓને ત્યાં ઓછા સ્ટાફ સાથે તેની કામગીરી સંભાળવામાં આવી રહી છે અને તેને કારણે તેની અસર ઓક્યુપન્સી ઉપર પણ જોવા મળી શકે તેમ છે અને કોમ્યુનિકેશન તે બાબતે એક મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે.

તાજેતરમાં મોટેલ6, કે જે જી6 હોસ્પિટાલિટી બ્રાન્ડ છે તેના દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું કે અમેરિકનો આ વર્ષે મુસાફરી કરવા માટે થનગની રહ્યાં છે, ખાસ કરીને વેક્સિનેશન પછી. સર્વેમાં આવરી લેવામાં આવેલ લોકો પૈકી 49 ટકાએ જણાવ્યું કે કોવિડ-19 રસી લીધા પછી તેઓ પ્રવાસ કરવા અંગે સલામતી અનુભવે છે અને 38 ટકાએ જણાવ્યું કે જો ક્યાંક સ્વચ્છતા માટેના ઉચ્ચ માપદંડોનો અમલ કરવામાં આવ્યો હશે તો તેઓ ક્યાંક પણ રહેવા તૈયાર છે.