બાઈડને કાયદામાં પીપીપીના વિસ્તરણ પર હસ્તાક્ષર કર્યા

કાયદા હેઠળ પ્રોગ્રામની લોન માટે અરજી કરવાની અંતિમ તારીખ 31 મે સુધી લંબાવાઈ

0
943
મંગળવારે, પ્રેસિડેન્ટ જો બાઇડને પેચેક પ્રોટેકશન પ્રોગ્રામના વિસ્તરણ પર હસ્તાક્ષર કર્યા, ઉપરાષ્ટ્રપતિ તરીકે કમલા હેરિસે, ડાબે, અને ઇઝાબેલકાસિલાસ ગુઝમાન, સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનાં વહીવટકર્તા નજરે પડે છે. વિસ્તરણ અનુસાર પીપીપી લોન્સ માટેની મુદત વધારીને અરજીની અંતિમ તારીખ 31 માર્ચથી લંબાવીને 31 મે કરવામાં આવી છે. તસીવીર ડોઘ મિલ્સ-પૂલ/ગેટ્ટી ઇમેજીસ

મંગળવારે, પ્રેસિડેન્ટ જો બાઇડન પેચેક પ્રોટેકશન પ્રોગ્રામના વિસ્તરણ પર હસ્તાક્ષર કર્યા, જે હેઠળ સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના કોવિડ-19 સંલગ્ન કાર્યક્રમોને વધુ બે મહિના લંબાવવામાં આવ્યા. હોસ્પિટાલિટી અને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીના કેટલાક સંગઠનો દ્વારા આ બાબતે મુદત લંબાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

વિસ્તરણ અનુસાર પીપીપી લોન્સ માટેની મુદત લંબાવવામાં આવી છે અને અરજી કરવા માટેની છેલ્લી તારીખ 31મી માર્ચથી લંબાવીને 31મી મે કરવામાં આવી છે અને એસબીએને વધુ 30 દિવસની મુદત અરજી કર્યા પછીની કામગીરી માટે પણ મળી છે. કાયદાને મજબૂત દ્વિપક્ષીય સમર્થન મળ્યું છે તેમ ઇઝાબેલા કેસિલાસ ગુઝમાન, એસબીએ એડમિનિસ્ટ્રેટર કહે છે.

8.2 મિલિયન ડોલર કરતાં વધુની પીપીપી લોન દ્વારા ટકી રહેવા માટે ઝઝૂમી રહેલા નાના વેપારી-ધંધાર્થીઓને તેમના કામદારોની જરૂરિયાત પૂરી કરવામાં આ મહામારીના સમયે મદદરૂપ બની શકશે, તેમ ગુઝમાને જણાવ્યું હતું. એસબીએ દ્વારા દેશના શહેરી, ગ્રામીણ અને ઓછી આવકવાળી કોમ્યુનિટીની લાગણીઓને સરકાર સુધી પહોંચાડવામાં મદદરૂપ બનવાની કામગીરી કરવામાં આવી હતી.

યુએસટીએના પ્રેસિડેન્ડ અને સીઇઓ રોજર ડોવે આ બાબતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુ.એસ. ટ્રાવેલ એસોસિએસન આ વિસ્તરણનું સમર્થન કરે છે અને તે માટે ઘણાં સમયથી માંગણી કરતું હતું. પ્રેસિડેન્ટે જ્યારથી 1.9 ટ્રિલિયન ડોલરના અમેરિકન રેસ્કર્યુ પ્લાન એક્ટ પર બે અઠવાડિયા પહેલા હસ્તાક્ષર કરીને તેને કાયદાનું સ્વરૂપ આપ્યું ત્યારથી તે માટે દબાણ હતું.

ટ્રાવેલ અને ટુરિઝમ સેક્ટરમાં મહામારીને કારણે 2020 દરમિયાન અમેરિકાની કુલ રોજગારીના 65 ટકા લોકોએ નોકરી ગુમાવી છે. પ્રવાસન ક્ષેત્રે પરિસ્થિતિ ફરી ક્યારે સામાન્ય બનશે તે કહેવું મુશકેલ છે અને સરકાર દ્વારા હજુ વધારે આર્થિક રાહત પેકેજની આશા રખાઈ રહ છે કારણ કે માલિકોને પણ કામદારોને સાચવવાના હોય છે, તેમ ડોવે જણાવ્યું હતું.

આ વિસ્તરણને આહોઆ પણ સમર્થન કરે છે અને અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝૂમી રહેલા હોટેલ માલિકો માટે તેને રાહતરૂપ ગણાવે છે.

આહોઆના પ્રેસિડેન્ટ અને સીઈઓ સેસિલ સ્ટાટને આ બાબતે જણાવ્યું કે, બાઇડેન તંત્રમાં ગયા મહિને થયેલા મહત્વના ફેરફારોને કારણે હોટેલમાલિકો માટે આવી લોન માટે અરજી કરવાનું તથા તેના વપરાશમાં સરળતા આવી છે અને તેને કારણે દેશના અર્થતંત્રને પણ આગળ વધવામાં વેગ મળશે. સાલ 2024 સુધી હોટેલ ઇન્ડસ્ટ્રી સંપૂર્ણ રીતે બેઠી થઇ શકે તેવી પરિસ્થિતિ નથી. તે માટે જરૂરી છે કે લોકો ફરીથી પ્રવાસ કરવાનું શરૂ કરે જેનો લાભ હોટેલ માલિકોને મળી શકે.