વિશ્લેષણ: લેઈઝર અને હોસ્પિટાલિટી સેગમેન્ટમાં રોજગારી

USTA દ્વારા ઈન્ડસ્ટ્રીને વધુ ફેડરલ આર્થિક સહાય અંગે માંગણી

0
520
યુ.એસ. લેઇઝર અને હોસ્પિટાલિટી સેગમેન્ટમાં માર્ચમાં 280,000 નોકરીઓ ઉમેરવામાં આવી હતી, પરંતુ સેક્ટરમાં બેરોજગારીનો દર હજુ પણ 13 ટકા છે. જે દેશવ્યાપી છ ટકા કરતાં પણ બમણું છે તેમ યુ.એસ. ટ્રાવેલ એસોસિએશનના અર્થશાસ્ત્રી એરોન સિઝિફે એક વિશ્લેષણમાં જણાવ્યું છે.

ગયા મહિને નવી નોકરીઓ ઉમેરવામાં આવી હોવા છતાં અર્થતંત્રના લેઇઝર અને હોસ્પિટાલિટી સેગમેન્ટમાં હજું પણ બેરોજગારીનો દર ઘટ્યો નથી તેમ યુ.એસ. ટ્રાવેલ એસોસિએશનના અર્થશાસ્ત્રીએ એક વિશ્લેષણમાં જણાવ્યું છે. યુએસટીએ દ્વારા ઈન્ડસ્ટ્રીને વધુ આર્થિક સહાય માટે પ્રેસિડેન્ટ બાઇડન તંત્ર અને કોંગ્રેસને રજુઆત કરાઈ છે.

માર્ચ દરમિયાન, લેઇઝર અને હોસ્પિટાલિટી સેગમેન્ટમાં 280,000 નોકરીઓ ઉમેરવામાં આવી હતી, જોકે તેમ છતાં સેક્ટરમાં બેરોજગારીનો દર 13 ટકાએ રહ્યો છે, જે રાષ્ટ્રીય દર 6 ટકાની સરખામણીએ બમણો છે તેમ યુએસટીએના અર્થશાસ્ત્રી એરોન સિઝિફે તેમના તાજેતરના લેખ ‘બાય ધી નંબર્સ’માં જણાવ્યું છે. ટૂરિઝમ ઇકોનોમિક્સ દ્વારા યુએસટીએ માટે તૈયાર કરેલા અહેવાલમાં જણાવેલ આંકડાઓને ટાંકીને, તેમણે લેખમાં જણાવ્યું છે કે રોગચાળાએ ફેબ્રુઆરી અને માર્ચની વચ્ચે લગભગ પાંચમા ભાગની લેઇઝર અને હોસ્પિટાલિટીની નોકરીઓ દૂર કરી છે.

કારમો માર સહન કરનારી ઇન્ડસ્ટ્રી કરતાં તે સાત ટકા વધુ છે અને ટ્રાવેલ ઉદ્યોગની વાત કરીએ તો તેને બેઠાં થવામાં હજું ઘણી વાર લાગી શકે તેમ હોવાનો અંદાજ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.

“એક તરફ જ્યાં લેઇઝર અને હોસ્પિટાલિટીમાં થોડોક સુધારો થયો ત્યાં મહામારીને કારણે તેને સૌથી વધુ અસર થયેલ ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું,” તેમ જણાવી તે કહે છે કે બાઇડન તંત્ર દ્વારા કોવિટ-19 રસીકરણને ઝડપી બનાવવા માટેના તમામ શક્ય અસરકારક પગલાં લેવામાં આવી રહ્યાં છે. જ્યારે સેન્ટર્સ ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન્સ દ્વારા રસી લેનાર વ્યક્તિના મુસાફરી માટેના નિયંત્રણ હળવા બનાવવામાં આવી રહ્યાં છે, મોટાભાગે હવે વ્યવસાયિક બેઠકો અને કાર્યક્રમો ફરી યોજવા આયોજન થઇ રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય સરહદ ખોલવામાં આવી છે.

યુએસટીએ ઇચ્છે છે કે કોંગ્રેસ અને બાઇડન તંત્ર વ્હાઇટ હાઉસની પ્રાથમિકતાઓમાં ટ્રાવેલ જોબમાં સુધારો લાવવા માટે ધ્યાન આપે.

“2020 દરમિયાન કુલ નોકરી ગુમાવનારાઓમાંથી 40 ટકાએ ફક્ત લેઇઝર અને હોસ્પિટાલિટી ક્ષેત્રે નોકરીઓ ગુમાવી હતી અને અમેરિકન અર્થતંત્ર તે સહુને ફરી રોજગારી આપી શકે તેમ નથી, તેમ પણ લેખમાં જણાવાયું છે.

પોતાના અગાઉના લેખમાં તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ગત વર્ષે પ્રવાસ માટે કરવામાં આવતા ખર્ચમાં 69 ટકાનો ઘટાડો થયો છે અને આંતરરાષ્ટ્રીય મુસાફરી ખાતે તેમાં 76 ટકા ઘટાડો અમેરિકામાં થયો છે તેમ વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલના અહેવાલને ટાંકને જણાવ્યું હતું.