AHLA: યુ.એસ. હોટેલ લેઇઝર ટ્રાવેલની આવકમાં આ વર્ષે 14 ટકા વધારો થવાની સંભાવના

અમેરિકાના ટોચના 50 માર્કેટમાં મોટાભાગનામાં હોટેલ લેઇઝર ટ્રેવલની આવક 2019ના સ્તરે વટાવી જાય તેવી આશા

0
485
કોરોનાના રોગચાળા પછી રિકવરી અસંતુલિત રહી છે, તેમા પણ ખાસ કરીને અગ્રણી શહેરો અને સ્થળો જ્યાં બિઝનેસ ટ્રાવેલમાં હજી પણ ઘટાડો જારી છે, એમ અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિયેશન તથા કેલિબ્રી લેબ્સે જણાવ્યું હતું.

અમેરિકાની હોટેલ લેઇઝર ટ્રાવેલની આવકમાં આ વર્ષે 14 ટકા વધારો થવાનો અંદાજ છે. આમ તે રોગચાળા પૂર્વેના સ્તરે પહોંચી જશે. તેની સાથે બિઝનેસ ટ્રાવેલની આવક પણ 2019ની રેન્જથી માંડ એક ટકો ઓછી રહેશે, એમ અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિયેશન તથા કેલિબ્રી લેબ્સે જણાવ્યું હતું. આમ છતાં આ અંદાજોને હજી સુધી ફુગાવા સાથે અને રિયલ હોટેલ રેવન્યુ રિકવરી સાથે એડજસ્ટ કરવામાં આવ્યા નથી જેમા ઘણા વર્ષો લાગી શકે છે એમ નિવેદનમાં જણાવાયું હતું.

અમેરિકાના ટોચના 50 બજારોમાં જોઈએ તો 80 ટકામાં હોટેલ લેઇજર ટ્રાવેલ આવક 2019ના સ્તરે અતિક્રમી ગઈ છે, પરંતુ 40 ટકા જ માને છે કે બિઝનેસ ટ્રાવેલ રેવન્યુ આ સ્તરે પહોંચી ગઈ. ઘણા શહેરી બજારોમાં રિકવરી હજી સુધી થઈ નથી, તેનું કારણ ઇવેન્ટ્સ અને ગ્રુપ મીટિંગ્સના કારોબાર પરનું તેમનું અવલંબન છે, એમ રિપોર્ટે જણાવ્યું હતું.

ટોચના દસ બજારોમાં ન્યૂયોર્ક, વોશિંગ્ટન અને સાન ફ્રાન્સિસ્કો સિવાય બધા લેઇઝર ટ્રાવેલ રેવન્યુમાં વધારો નોંધાવે તેવી સંભાવના છે. ટોપ ટેનમાં ઓર્લેન્ડો, લાસ વેગાસ અને સાન ડીયેગોમાં બિઝનેસ ટ્રાવેલ રેવન્યુ ગ્રીન થશે.

AHLAના પ્રેસિડેન્ટ અને સીઇઓ ચિપ રોજર્સે જણાવ્યું હતું કે હોટેલ ઉદ્યોગે નવસંચારના પદે કૂચ જારી રાખી છે, પરંતુ આપણે સંપૂર્ણપણે પૂર્વવત્ સ્થિતિમાં પહોંચવામાં હજી લાંબો પથ કાપવાનો છે. આથી જ AHLA સભ્યો, કાયદાકીય ઘડવૈયાઓ અને બજારોમાં હિસ્સોદારો સાથે કામ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યુ છે, તેથી ધીમે-ધીમે પણ સુનિશ્ચિતપણે મીટિંગ્સ, કોન્ફરન્સીસ અને ગ્રુપ ટ્રાવેલનું સંપૂર્ણપણે પુનરાગમ સુનિશ્ચિત કરી શકા અને આ રીતે લેઇઝર અને બિઝનેસ ટ્રાવેલમાં ઉમેરો કરી શકાય. આ જ સમયે અમે ઉદ્યોગની ટેલેન્ટ પાઇપલાઇન પણ વિકસાવી રહ્યા છે જેમા વણકલ્પ કારકિર્દી તકો પૂરી પાડવામાં આવે છે. ઊંચા વેતન, સારા પગારફાયદા અને વધારે લવચીકતા તથા તકોના પગલે હેલ ઉદ્યોગમાં કામ કરવાનો શ્રેષ્ઠ સમય આજે છે તેટલો ક્યારેય ન હતો.

AHLAએ જણાવ્યું હતું કે ઊંચા વેતનના લીધે હોટેલ ઉદ્યોગના કર્મચારીઓ માટે કારકિર્દીના મોરચે જબરજસ્ત તકોનું નિર્માણ થયું છે. હાલમાં સમગ્ર દેશમાં હોટેલ ઉદ્યોગમાં 1,15,000 જોબ્સ છે. આ જોબ્સ પૂરી કરવા અને હોટેલ ઉદ્યોગ પ્રત્યેની જાગૃતિ વધારવા માટે 200થી વધુ કેરિયર પાથવેને AHLA ફાઉન્ડેશન દ્વારા દર્શાવવામાં આવ્યા છે. હાલમાં 14 શહેરોમાં અ પ્લેસ ટુ સ્ટે નામનું મલ્ટી ચેનલ એડર્વટાઇઝિંગ કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યુ છે. AHLAએ દેશના અગ્રણી શહેરોમાં હોસ્પિટાલિટીઝ ઇઝ વર્કિંગ ઇવેન્ટની સિરીઝ પૂરી કરી છે.

સપ્ટેમ્બરના AHLA સરવેમાં દર્શાવવામાં આવ્યું છે કે હોટેલના 87 ટકા પ્રતિસાદીઓ સ્ટાફની અછત અનુભવી રહ્યા છે અને 36 ટકાએ જણાવ્યું હતું કે તેઓ સ્ટાફની ગંભીર અછતનો ભોગ બન્યા છે.