
ફ્લોરિડામાં આવેલા વિનાશક હરિકેનને સપ્તાહથી વધુ સમય વીતી ગયો છે ત્યારે AAHOA તેના સભ્યોને મદદ અને તાલીમ પૂરી પાડી રહ્યુ છે. હોટેલિયરો વાવાઝોડાના લીધે થયેલું નુકસાન ભરપાઈ કરવા વીમા કંપનીઓ સાથે પતાવટની પ્રક્રિયા હાથ ધરી છે, તેની સાથે તેઓ તેમની કમ્યુનિટીઝની મૂળભૂત જરૂરિયાતોની પણ સંભાળ લઈ રહ્યા છે.
ફ્લોરિડામાં 28મી સપ્ટેમ્બરે આવેલા હરિકેનના પગલે મોટાપાયા પર પૂર આવ્યુ હતુ અને એનપીઆર મુજબ 18 ઓક્ટોબર સુધીમાં આ પૂરથી કમસેકમ 119 લોકો માર્યા ગયા છે. AAHOA મુજબ ફ્લોરિડાની 65 ટકા હોટેલોની માલિકી તેના સભ્યોની છે.
AAHOA ફ્લોરિડાના ડિરેક્ટર રાહુલ પટેલ ફોર્ટ માયર્સ-સારાસોતા વિસ્તારમાં પાંચ પ્રોપર્ટીઝના માલિક છે. તે વાવાઝોડા દરમિયાન ફ્લોરિડામાં ફોર્ટ માયર્સ ખાતે અમેરિકાની બેસ્ટ વેલ્યુ ઇનમાં હતા.
પટેલે જણાવ્યું હતું કે વાવાઝોડાએ અમને છથી આઠકલાક ધમરોળ્યા હતા. અમારે ચાર કલાક કરતાં પણ વધારે સમય સુધી પ્રતિ માઇલ 150 કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવન સામે ટકવાનુ હતુ. આ વાવાઝોડાના પગલે આપણે જોઈ શકીએ છીએ કે બધા એરકંડિશન યુનિટની પેનલ તૂટી ગઈ છે અને બજી બધુ પણ નુકસાન થયુ છે. કેટલાક સ્થળોએ રૂફ પણ ઉડી ગયા છે. પણ ચાર કલાક પછી જ તમે જાણી શકો છો કો હજી તો સ્થિતિ બગડવાની શરૂ થઈ છે. વાવાઝોડામાં રીતસરના પતરા ઉડતા દેખાતા હતા, દર બે મિનિટે પતરા ઉડતા જોવા મળતા હતા.
હવે વાવાઝોડું પસાર થઈ ગયું છે ત્યારે લગભગ 50 જેટલા હોટેલિયરો જેમાના કેટલાક AAHOAના સભ્યો છે તેમણે મિયામી, ફુલબ્રાઇટ, ડેટોન બીચ અને ઓર્મંડ બીચ ખાતેની અસરગ્રસ્ત કમ્યુનિટીઝમાં ટ્રકો ભરી-ભરીને તથા બોટ ભરીને ખાદ્યસામગ્રી અને પાણી પુરવઠો પૂરો પાડ્યો છે.
પટેલે જણાવ્યું હતું કે વાવાઝોડા પછી અમે એકબીજાને ફોન કરતા હતા. દરેકની મિલકતની મુલાકાત લેતા હતા. દરેકની મિલકતને કયા પ્રકારનું નુકસાન થયું તે જોતા હતા. અમે દરેકનું જીવન સ્થિર કરવાનો પ્રયત્ન કરીએ છીએ.
પાણી અને અન્ય ચીજવસ્તુઓથી ભરેલી ટ્રકોનો પુરવઠો પૂરો પાડ્યા પછી તેઓએ સારાસોટાથી ફોર્ટ માયર્સ ખાતે રાંધેલું ભોજન લગભગ 150 લોકો માટે કેટલાય દિવસો સુધી લઈ ગયા હતા. રાહુલે જણાવ્યું હતું કે ફોર્ટ માયર્સના હિંદુ મંદિરમાં રસોડું છે અને ત્યાં પૂરા વર્ષ માટે ફુલ ટાઇમ કુક હોય છે. તેઓને ક્લીનિંગ સપ્લાયની જરૂર હોવાથી અમે ફરીથી ટ્રક ભરીને પુરવઠો પૂરો પાડ્યો હતો અને અમે પુરવઠો પૂરો પાડતા તેઓએ સમગ્ર કમ્યુનિટી માટે ત્યાં રાંધવાનું શરૂ કર્યુ હતુ.
વીજપુરવઠો અનિયમિત હોવાથી દરેક શહેરમાં રોટેશનના ધોરણે અનાજ પુરવઠો પૂરો પાડવામાં આવતો હતો. 11 ઓક્ટોબરના રોજ રાહુલ પટેલની સાથે AAHOAની પ્રમુખ અને સીઇઓ લૌરા લી અને AAHOAના નેટિવ વાઇસ ચરમેન તથા સારાસોટા હોટેલના માલિક ભરત પટેલ ફ્લોરિડાના કોંગ્રેસમેન બાયરન ડોનાલ્ડ્સને મળ્યા હતા અને પ્રવર્તમાન નવસંચાર અંગે ચર્ચા કરી હતી. ફ્લોરિડા સ્ટેટ સેનેટરના ઉમેદવાર જોન માર્ટિન પણ ફોર્ટ માયર્સમાં રિવરવ્યુ ખાતેની બેઠકમાં આવ્યા હતા.
રાહુલે જણાવ્યું હતું કે આ બેઠકની મોટી ફળશ્રુતિ એ હતી કે તેના લીધે પુરવઠો સુનિશ્ચિત કરવામાં મદદ મળી હતી. AAHOA વેન્ડર પાર્ટનર્સ જેવા કે લોવ, હોમ ડેપો અને બીજા બધા સાથે જબરજસ્ત સંબંધ ધરાવે છે અને ઘણા બધા વેન્ડરોએ રિબિલ્ડંગમાં મદદ કરી છે અને જુદા-જુદા કારોબારે પણ મદદ કરી છે.
ઇન્શ્યોરન્સની ચૂકવણી
રાહુલ પટેલ અને ભરત પટેલે અધિકારીઓ સાથે મળીને બીજા અસરગ્રસ્ત હોટેલિયરોની રજૂઆત કરી છે અને વીમાનો ક્લેમ કેવી રીતે ફાઇલ કરી શકાય તેની જાણકારી શેર કરી છે. રાહુલે જણાવ્યું હતું કે હોટેલિયરો ઊંચું પ્રીમિયમ ચૂકવે છે, તેમા તાજેતરમાં 35 ટકા વધારો થયો છે. હવે તેઓ રોકાણ પર વળતરની આશા રાખે છે.
મોટાભાગની હોટેલોએ ફક્ત એડજસ્ટમેન્ટ જ કર્યુ નથી, પણ ક્લેમ્સ પણ કરી દીધો છે. અમે તે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે માલિકો અને લોકો આ પ્રકારના નુકસાન સામેની વર્તમાન જાણકારી અંગે સમજ ધરાવે. એડજસ્ટર અને માલિકો જે રીતે એક જ પ્લેટફોર્મ છે તે જોતા આશા છે કે તેઓ ક્લેમની પ્રક્રિયા સરળ કરી નાખશે.
માલિકો ઇચ્છે છે કે હોટેલોને યોગ્ય વળતર આપવામાં આવે, જેથી તેમનો કારોબાર પૂર્વવત્ થાય, એમ રાહુલે જણાવ્યું હતું. પણ આ બાબત ઘણી વખત વીમા કંપનીઓના હેતુ સાથે સંઘર્ષમાં ઉતારે છે.
તેમણે જણાવ્યું હતું કે વીમા કંપનીઓ તેમના માટે નાણાનું વળતર ઇચ્છતી હોય છે. તેથી સ્વાભાવિક રીતે તેઓ અમને અમારી જરૂરિયાતના નાણા ચૂકવવામાં સંઘર્ષ કરે. તેઓ આમાથી ચોક્કસપણે નાણા બચાવવાનો પ્રયત્ન કરે.
ભરતે આ અંગે તેમના અગાઉના વાવાઝોડાના અનુભવ શેર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હું 1980થી 18 વાવાઝોડાનું સામનો કરી ચૂક્યો છું. મારે એક જ વખત હોટેલ ખાલી કરવી પડે છે. AAHOAના મોટાભાગના સભ્યોએ કમસેકમ એકથી બે વાવાઝોડાનો સામનો કર્ છે. તેમણે ફ્લોરિડાના હોટેલિયરોને દરેક વાવાઝોડાને ગંભીરતાથી લેવા આહવાન કર્યુ હતુ.
“હું તમને જણાવવા તે માંગુ છું કે 100 વર્ષ પહેલાના દરિયા ખેડુઓની જેમ, તમે ખાસ કરીને જાણતા નથી કે વાવાઝોડું ક્યારે આવશે અને તમને હંમેશા લાગે છે કે તમે નસીબદાર છો,” ભરતે કહ્યું. “પરંતુ AAHOA એ સુનિશ્ચિત કરવા માંગે છે કે તમને જાણ કરવામાં આવી છે અને તમે તૈયાર છો.”