એએએ: જુલાઈ 4 સપ્તાહના અંતે 47.7 મિલિયનથી વધુ લોકો મુસાફરી કરશે

હવે જ્યારે લેઝર ટ્રાવેલમાં વધારો થઇ રહ્યો છે, મોટાભાગના લોકો પોતાના ડેસ્ટિનેશન તરફ વળશે

0
666
એએએ ટ્રાવેલનું માનવું છે કે જુલાઈ 4 સપ્તાહના અંતે રજાઓમાં 47.7 મિલિયનથી વધારે લોકો સમગ્ર અમેરિકામાં ફરવા નિકળી પડે તેમ છે. જે ગત વર્ષની સરખામણીએ 40 ટકા વધુ છે અને 2019ના સમાનગાળાની સરખામણીએ ફક્ત 2.5 ટકા ઓછી છે.

અમેરિકનો હવે ફરીથી મુસાફરી કરી રહ્યાં છે અને જુલાઇ 4 વીકએન્ડ દરમિયાન આશા રખાઈ રહી છે કે આ રજાઓમાં સૌથી વધારે લોકો ફરવા નિકળી પડશે, તેમ એએએ ટ્રાવેલનું માનવું છે. ગત વર્ષે મોટાભાગના લોકોએ રોડ ટ્રીપ માણી હતી.

એએએ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ઈન્ડિપેન્ડેન્સ ડે હોલીડે વીકએન્ડ દરમિયાન 47.7 મિલિયન લોકો ફરવા નિકળી પડશે. જે 2019ના સમાન ગાળાની સરખામણીએ 2.5 ટકા ઓછી છે અને ગત વર્ષની સરખામણીએ 40 ટકા વધુ છે.

91 ટકા કરતાં વધારે લોકો રજાઓમાં કાર લઇને ફરવા નિકળી પડશે, જ્યારે 43.6 મિલિયન અમેરિકન્સ પોતાના ગંતવ્ય સ્થાને પહોંચશે તેવી સંભાવના છે. આ રજાઓ દરમિયાન આ સંખ્યા સૌથી વધારે વિક્રમી સંખ્યા બની રહેશે અને 2019ના વિક્રમને પણ તોડશે. 3.5 ટકા લોકો જ આ સ્વતંત્રતા દિવસની રજાઓમાં હવાઇ મુસાફરી કરવાનું આયોજન ધરાવે છે. એએએનું માનવું છે કે અગાઉના સમયની સરખામણીમાં તથા ખાસ કરીને મહામારી શરૂ થયાના અગાઉના સમયની સરખામણીએ આ સંખ્યામાં અનેક ફેરફાર જોવા મળશે.

“આ ઉનાળામાં મુસાફરી માટે જોરશોરથી તૈયારી ચાલી રહી છે, કારણ કે મોટાભાગના અમેરિકન લોકોએ ગત વર્ષ તથા તે અગાઉના વર્ષે મુસાફરી કરવા તથા ફરવા જવાની તક ગુમાવી હતી” તેમ પૌલા ટ્વીડાલ, એએએ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટે કહ્યું હતું. મેમોરિયલ ડેની આસપાસ અમને માંગમાં વધારો જોવા મળી શકે છે અને ઉનાળાને આગળ વધારશે.”

એક અંદાજે એવો પણ છે કે 620000 મુસાફરો ટ્રેન કે ક્રુઝ લાઇનર્સથી પ્રવાસ કરી પોતાના રજાઓના ગંતવ્ય સ્થાને પહોંચશે.

રજાઓમાં ફરવા નિકળનારા ડ્રાયવરો પમ્પ ખાતે પણ વધારે ચૂકવણી કરશે તેવી સંભાવના છે. એએએ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે 2014ની સરખામણીએ ગેસની કિંમતોમાં પણ વધારો થયો હોવા છતાં લોકો ખર્ચ કરશે.

“ઈંધણની કિંમત ભલે વધી હોય તેમ છતાં ઉનાળામાં રોડ ટ્રીપ કરનારાઓને તેની અસર નહીં થાય. અલબત્ત, અમને આશા છે કે જુલાઈ 4 વીકએન્ડમાં વિક્રમી સંખ્યામાં લોકો કારમાં ફરવા નિકળી પડશે, તેમ જેનેટ મેકગી, એએએ પ્રવક્તા કહે છે. ગેસની કિંમત પ્રતિ ગેલન 3 ડોલરથી વધારે હોવા છતાં મુસાફરી કરનારાઓ બહાર નિકળી પડશે અને બહાર ભોજન પણ કરશે, જોકે તેઓ પોતાનું વેકેશન આયોજનબદ્ધ રાખશે.”

હોટેલવાળાઓએ પણ આ વર્ષે એએએનું ડાયમન્ડ સ્ટેટ્સ હાંસલ કરવા માટે સફાઈ સહિતના માપદંડોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. આ નિરીક્ષણ આ ઉનાળા શરૂ થશે.

મહામારી હોવા છતાં ગત વર્ષે 36 મિલિયન લોકોએ રોડ ટ્રીપ માણી હતી, તેમ ટ્રાવેલ ડેટા કંપની એરાઇવલિસ્ટનું માનવું છે. મોટાભાગના લોકોએ છેવાડાના સ્થળો જેવા કે માઉન્ટ રશમોર કે જ્યાં પ્રેસિડેન્ટ ટ્રમ્પે વીકએન્ડ સુધી ઇવેન્ટ યોજી હતી તેવા સ્થળોની પસંદગી કરી હોવાનું એલાઇવલિસ્ટના ડેઇલી ટ્રાવેલ ઈન્ડેક્સમાં જોવા મળે છે.