અમેરિકા Q1માં 2,272 પ્રોજેક્ટ્સ સાથે વૈશ્વિક ફુલ-સર્વિસ હોટેલ પાઇપલાઇનમાં અગ્રણીઃ LE

ડલ્લાસ અને લોસ એન્જલસનો સૌથી વધુ હોટેલ પ્રોજેક્ટ ધરાવતા વિશ્વના પાંચ શહેરોમાં સમાવેશ

0
189
અમેરિકા 2024નાં Q1માં 2,272 પ્રોજેક્ટ્સ સાથે વૈશ્વિક ફુલ-સર્વિસ હોટેલ પાઇપલાઇનમાં આગેવાન છે, જે વૈશ્વિક કુલના 41 ટકા હિસ્સો ધરાવે છે, એમ લોજિંગ ઇકોનોમેટ્રિક્સમાં જણાવાયું હતું.

અમેરિકા 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 2,272 પ્રોજેક્ટ્સ અને 341,854 રૂમ સાથે વૈશ્વિક ફુલ સર્વિસ હોટેલ પાઇપલાઇનનું નેતૃત્વ કરે છે, જે વિશ્વભરની તમામ આયોજિત અથવા બાંધકામ હેઠળની હોટલના 41 ટકા હિસ્સો ધરાવે છે. ડલ્લાસ અને લોસ એન્જલસનો સૌથી વધુ હોટેલ પ્રોજેક્ટ્સ ધરાવતા વિશ્વના ટોચના પાંચ શહેરોમાં સમાવેશ થાય છે, એમ લોજિંગ ઇકોનોમેટ્રિક્સના રિપોર્ટમાં જણાવાયું છે.

વૈશ્વિક પાઇપલાઇનમાં કુલ 15,366 પ્રોજેક્ટ્સ અને 2,382,195 રૂમ છે, જે પ્રોજેક્ટ્સમાં 6 ટકા અને રૂમમાં 3 ટકાનો વર્ષ-દર-વર્ષનો વધારો દર્શાવે છે. LE ના Q1 2024 ગ્લોબલ હોટેલ કન્સ્ટ્રક્શન પાઇપલાઇન ટ્રેન્ડ રિપોર્ટમાં પ્રથમ ક્વાર્ટરના અંત સુધીમાં ફુલ સર્વિસ પ્રોજેક્ટ્સમાં વૈશ્વિક રૂમની સંખ્યામાં વિક્રમજનક રીતે ઊંચો અને નોંધપાત્ર વધારો દર્શાવવામાં આવ્યો છે.

પ્રથમ ક્વાર્ટરમાં, વિશ્વભરમાં 6,195 પ્રોજેક્ટ્સ અને 1,101,602 રૂમ નિર્માણાધીન છે, એમ રિપોર્ટમાં જણાવાયું છે. આગામી 12 મહિનામાં કુલ 3,840 પ્રોજેક્ટ્સ અને 528,251 રૂમ, પ્રોજેક્ટ્સમાં 8 ટકાનો વધારો અને રૂમમાં વર્ષ-દર-વર્ષ 5 ટકાનો વધારો પ્રોજેક્ટ્સ શરૂ થવાના છે. પ્રારંભિક આયોજન તબક્કાના પ્રોજેક્ટ્સ અને રૂમના 5,331 પ્રોજેક્ટ્સ અને 752,342 રૂમ્સ સાથે સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે, જેમાં અનુક્રમે વાર્ષિક ધોરણે 12 ટકા અને 9 ટકા વધારો નોંધાયો છે.

લક્ઝરી પ્રોજેક્ટ્સમાં વધારો

LEએ જણાવ્યું હતું કે, ફુલ-સર્વિસ બ્રાન્ડેડ અને અનબ્રાન્ડેડ પ્રોજેક્ટ્સમાં વધારો થયો છે, જે પ્રથમ ક્વાર્ટરની પાઇપલાઇન પર પ્રભુત્વ ધરાવે છે. પ્રથમ ત્રિમાસિક ગાળાના અંત સુધીમાં, લક્ઝરી હોટેલ પ્રોજેક્ટ્સ અને રૂમની સંખ્યા 1,215 પ્રોજેક્ટ્સ અને 2,39,744 રૂમની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી છે, પ્રોજેક્ટ્સમાં 12 ટકાનો વધારો અને રૂમમાં વાર્ષિક ધોરણે 6 ટકાનો વધારો થયો છે.

અપર-અપસ્કેલ 1,999 પ્રોજેક્ટ્સ અને 445,207 રૂમ્સ સાથે પ્રથમ ક્વાર્ટરમાં ક્લોઝ થયું હતું,  જે વાર્ષિક ધોરણે પ્રોજેક્ટ્સમાં 7 ટકા અને રૂમમાં વધારો દર્શાવતું હોવાનું અહેવાલમાં જણાવાયું છે. અપસ્કેલ હોટેલ પ્રોજેક્ટ્સે 711,510 રૂમ્સ સાથે 4,093 પ્રોજેક્ટ્સને રેકોર્ડ બનાવ્યા, પ્રોજેક્ટ્સમાં 7 ટકા અને રૂમમાં 4 ટકાના ધોરણે વધારો થયો. કેસિનોમાં પ્રોજેક્ટ્સમાં વાર્ષિક ધોરણે 6 ટકા અને રૂમ પ્રોજેક્ટમાં 3 ટકાનો વધારો થયો છે, જે 53 પ્રોજેક્ટ્સ અને 25,023 રૂમ સુધી પહોંચ્યો છે.

પ્રથમ ક્વાર્ટરમાં લગભગ 177 નવી ફુલ-સર્વિસ હોટેલ્સ ખુલી છે, જેમાં કુલ 32,611 રૂમ છે, જેમાં અપસ્કેલ પ્રોજેક્ટ્સ આ ઓપનિંગના 50 ટકાથી વધુનું પ્રતિનિધિત્વ કરે છે, એમ LE એ જણાવ્યું હતું. દરમિયાન, LE વિશ્લેષકો 2024ના બાકીના સમય માટે અને સમગ્ર 2025 દરમિયાન ફુલ સર્વિસ પાઈપલાઈનમાંથી હોટેલ ઓપનિંગમાં કેટેગરીમાં અપસ્કેલ પ્રોજેક્ટ્સ મોટાપાયા પર રહે તેમ મનાય છે.

ચીન અને ભારત અમેરિકાથી આગળ

ચીન 1,688 પ્રોજેક્ટ્સ અને 414,323 રૂમની પ્રથમ ક્વાર્ટરમાં બાંધકામ પાઇપલાઇનનું ગૌરવ ધરાવે છે, ત્યારબાદ ભારત 334 પ્રોજેક્ટ્સ અને 46,586 રૂમ સાથે પછીના ક્રમે હોવાનું LEએ જાહેર કર્યું હતું. ત્યારબાદ 270 પ્રોજેક્ટ્સ અને 62,744 રૂમ સાથે સાઉદી અરેબિયા અને 186 પ્રોજેક્ટ્સ અને 61,426 રૂમ સાથે વિયેતનામ છે. એકસાથે, આ દેશો વૈશ્વિક પાઇપલાઇનમાં 86 ટકા ફુલ સર્વિસ પ્રોજેક્ટ્સ ધરાવે છે.

LE એ આગામી ત્રણ ત્રિમાસિક ગાળામાં 181,148 રૂમ સાથે વધારાની 952 નવી ફુલ સર્વિસ હોટલ ખોલવાની આગાહી કરી હતી, જે વર્ષ 2024ના અંત સુધીમાં 213,759 રૂમ સાથે કુલ 1,129 નવી પૂર્ણ-સર્વિસ હોટેલ્સ છે. આમ 2025માં વિશ્વભરમાં 244,275 રૂમ ખૂલશે.

હોટેલ પાઇપલાઇનમાં અગ્રણી શહેરો

પ્રથમ ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ ફુલ સર્વિસ પાઇપલાઇનની કુલ સંખ્યા ધરાવતા વિશ્વભરના ટોચના પાંચ શહેરોમાં 80 પ્રોજેક્ટ્સ અને 21,130 રૂમ સાથે ચીન ચેંગડુનો સમાવેશ થાય છે. સાઉદી અરેબિયામાં રિયાધ 75 પ્રોજેક્ટ્સ અને 15,025 રૂમ સાથે; ડલ્લાસ 75 પ્રોજેક્ટ્સ અને 10,434 રૂમ સાથે; લોસ એન્જલસ 68 પ્રોજેક્ટ્સ અને 13,188 રૂમ સાથે અને ચીનના શાંઘાઈનો 67 પ્રોજેક્ટ્સ અને 16,569 રૂમ સાથે સમાવેશ થાય છે.

મે મહિનામાં, LEએ અહેવાલ આપ્યો હતો કે ન્યૂયોર્ક હોટલ બાંધકામમાં ટોચના 50 યુએસ બજારોમાં આગળ છે, જેમાં 47 પ્રોજેક્ટ્સ અને 7,655 રૂમ ચાલી રહ્યા છે. શહેરની હોટેલ બાંધકામ પાઇપલાઇનમાં કુલ 78 પ્રોજેક્ટ્સ અને 13,549 રૂમ છે, જે તેને યુ.એસ.માં 10મા ક્રમે મૂકે છે.