વિન્ધમની ‘વિમેન ઓવ્ન ધી રૂમ’થી મહિલાઓને હોટેલ ઓનરશિપમાં મદદ મળશે

મહિલાઓનું ઐતિહાસિક મહિનો માર્ચ, એ પ્રોગ્રામનો બીજો મહિનો છે, જેમાં બે એશિયન અમેરિકન મહિલાઓ પણ ભાગ લઇ રહી છે

0
726
તૃષા પટેલ, ડાબે, ટેક્સાસના ઓસ્ટીનમાં આવેલી પ્લેટિનિયમ હોલ્ડિંગ્સના સ્થાપક અને સીઈઓ તથા વર્જિનિયાના ચેનટિલીના નેહા જાદવ, જેઓ લ્યુમિનસ હોટેલ મેનેજમેન્ટના સ્થાપક છે, તેઓ વિન્ધમ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના નવા ‘વિમેન ઓવ્ન ધી રૂમ’ પ્રોગ્રામમાં ભાગ રહી છે. કાર્યક્રમનો હેતુ મહિલાઓને હોટેલ માલિક બનાવવાનો છે.

માર્ચ મહિનો એ મહિલાઓ માટે ઐતિહાસિક મહિનો છે, જ્યારે સમાજ અને વ્યવસાયમાં યોગદાન આપનાર મહિલાઓ તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. વિન્ધમ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના નવા કાર્યક્રમ વિમેન ઇન ઓન ધી રૂમ પ્રોગ્રામનો આ બીજો મહિનો છે, જેનો હેતુ હોટેલ માલિકી ક્ષેત્રે વધુમાં વધુ મહિલાઓ આગળ આવે તેવો છે.

કાર્યક્રમમાં સહભાગી થનાર પ્રથમ બે મહિલાઓમાં ટેક્સાસના ઓસ્ટિનમાં આવેલી પ્લેટિનિયમ હોલ્ડિંગ્સના સ્થાપક અને સીઈઓ તૃષા પટેલ અને વર્જિનિયાના ચેનિટીલીના તથા લ્યુમીનસ હોટેલ મેનેજમેન્ટના સ્થાપક નેહા જાદવનો સમાવેશ થાય છે. બંને મહિલાઓ ડબલ્યુઓટીઆરના સહકારથી ડ્યુઅલ બ્રાન્ડ લા ક્યુઇન્ટા અને હોવથોર્ન સ્યુટ્સ હોટેલ્સ શરૂ કરવાનું આયોજન ધરાવે છે.

અસંતુલન સુધારવું

વિન્ધમ દ્વારા જાન્યુઆરીમાં ડબલ્યુઓટીઆરની રજૂઆત કરવામાં આવી હતી. જેનો હેતુ હોટેલ ઉદ્યોગમાં મહિલાઓ માલિકી ક્ષેત્રે આગળ વધે તેવો છે. આ કાર્યક્રમ થતી સહાય મેળવીને મહિલાઓ પોતાની માલિકીની હોટેલ શરૂ કરી શકે અને તેનું સફળ સંચાલન કરી શકે તે પ્રકારની તાલીમ આપવામાં આવે છે.

હોસ્પિટાલિટી ક્ષેત્રના આંકડા દર્શાવે છે કે મહિલાઓ ખાસ કરીને હોટેલ માલિકી, રિયલ એસ્ટેટ તથા ઇન્વેસ્ટમેન્ટ ફન્ડિંગ ભૂમિકામાં ઓછું પ્રતિનિધિત્વ કરી શકે છે, તેમ વિન્ધમ દ્વારા એક પ્રેસ રિલિઝમાં જણાવાયું છે. કંપનીએ તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા કાસ્ટેલ પ્રોજેક્ટના અહેવાલને પણ ટાંક્યો છે. જે હોસ્પિટાલિટી ક્ષેત્રે મહિલાઓને સમાન તક મળે તે માટે કાર્ય કરે છે. ખાસ કરીને નેતૃત્વના સ્થાને મહિલાઓને સ્થાન મળે તેવો તેનો હેતુ છે.

વિન્ધમનું કહેવું છે કે હોટેલ ડેવલપમેન્ટ ક્ષેત્રે 9.2 પુરુષોની સરખામણીએ માત્ર એક મહિલા પ્રવેશે છે.

કડક અનુભૂતિ

ડબલ્યુટીઓઆર પ્રોગ્રામ હેઠળ પસંદગી પામનાર પ્રથમ બે ફ્રેન્ચાઇઝીસમાંથી એક પટેલ છે. તેણનો ઉછેર હોટેલ વ્યવસાય વચ્ચે જ થયો છે, જેમ અન્ય એશિયન અમેરિકન કોમ્યુનિટીમાં થાય છે. તેમણે ઘણા વર્ષ સુધી ટેક્સાસના એન્ટોનિયોમાં આવેલી પરિવારની ઈન્ડિપેન્ડેન્ટ હોટેલમાં કામગીરી કરી છે. પોતાની તરૂણાવસ્થામાં તેઓ હોટેલ વેપારમાં પિતાને મદદરૂપ થવા અનુવાદક તરીકે જવાબદારી સંભાળતા હતા.

વચ્ચે તેમણે આ ક્ષેત્ર છોડી દીધેલું પરંતુ ત્યાર પછી પોતાના પતિ સાથે તેઓ ટેક્સાસ પાછા આવ્યાં અને હ્યુસ્ટનમાં પોતાની હોટેલ વિકસાવી, ત્યાર પછી બીજી પણ અનેક કરી. જોકે ત્યાર પછી તેમને ઇન્ડસ્ટ્રીની વાસ્તવિકતા અંગે જાણવા મળ્યું.

કોન્ફરન્સમાં તેઓ પોતાના એક એક્વિઝિશન સંદર્ભે લેન્ડિંગ પાર્ટનર સાથે વાત કરી રહ્યાં હતાં અને ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે તેઓ સારૂં કરી શકે તેમ નથી. ત્યાર પછી તેમના પતિ વાતચીતમાં સામેલ થયા અને તેમણે કહ્યું કે તેઓ સોદામાં પત્ની સાથે સંકળાયેલા છે.

તે સાંજે લેન્ડર નવી, સારી શરતો સાથે તૈયાર થઇ ગયો.

તેઓ કહે છે કે મને ત્યારે લાગ્યું કે એસેટ્સ સાથે કામ કરવું તે દિશામાં યોગ્ય નથી. તે માત્ર એક લિંગ ભેદભાવની નીતિનો ભોગ બન્યા છે.

પટેલની બે હોટેલ, લા ક્યુઇન્ટા-હોવથોર્ન સ્યુટ્સ ડ્યુઅલ બ્રાન્ડ છે, તે ઓસ્ટીન અને જ્યોર્જ ટાઉનમાં શરૂ થશે. દરેક હોટેલમાં 125 ગેસ્ટરૂમ છે, જેમાં 75 લા ક્યુઇન્ટાના ડેલ સોલ પ્રોટોટાઇપ અને 50 હેવથોર્ન ડિઝાઇન વાળા હશે.

પટેલે કહ્યું હતું તે તેમણે આ અગાઉ તેમના પિતા અને પતિની નવી હોટેલ ડેલવપ કરી છે.

પોતાને મળેલી નવી તક અંગે તેઓ રોમાંચિત છે અને સમાજમાં તથા હોસ્પિટાલિટી ક્ષેત્રે મહિલાઓને પણ સમાન અધિકાર મળે તે બાબતથી ખુશ છે.

નિર્ણય ક્ષેત્રે મહિલાઓ

જાદવ પણ પટેલ સાથે સર્જાયેલી પરિસ્થિતિમાંથી પસાર થઇ ચૂક્યા છે. તેમનો પરિવાર 1984માં ભારતથી અમેરિકા આવ્યો હતો અને તેમણે પોતાની પ્રથમ ઈન્ડિપેન્ડેન્ટ પ્રોપર્ટી વિલમીન્ગટન, ડેલવેરમાં ખરીદી હતી, જ્યાં તે આજે પણ છે. તેમનો ઉછેર પણ હોટેલ વચ્ચે થયો. તેઓ 18 વર્ષના હતા અને તેમના પતિને પ્રથમ વખત યુનિવર્સિટી ઓફ ડેલવેરમાં મળ્યા ત્યાં સુધી હોટેલ સાથે સંકળાયેલા રહ્યાં હતા.

લગ્ન પછી તેઓ કેલિફોર્નિયા સ્થાયી થયા અને તેમણે ફાયનાન્સિંગ સહિતના ક્ષેત્રે મોર્ગન સ્ટેનલી સહિતી કંપનીમાં નોકરી શરૂ કરી હતી.

જ્યારે અમારે ત્યાં સંતાનનો જન્મ થયો, અમે નક્કી કર્યું કે હવે અમારે ઇસ્ટ કોસ્ટ કેલિફોર્નિયાથી મારા માતાપિતાની નજીકના સ્થળે રહેવા જવું પડશે જેથી મારા બાળકો તેમના ગ્રાન્ડ પેરેન્ટસ સાથે સમય વિતાવી શકે. ત્યાર પછી 2004માં મેં ફરીથી હોટેલ ઇન્ડસ્ટ્રીમાં કામ શરૂ કર્યું.

તેમણે ભાગીદારીમાં વિલિન્ગટન, વર્જિનિયામાં પ્રોપર્ટી ખરીદી, જેમાં વિન્ધમ પ્રોડક્ટનો સમાવેશ થાય છે. તેમની નવી ડ્યુઅલ બ્રાન્ડ પ્રોજેક્ટ માટેનું પણ તે સ્થળ છે.

તે ચાર એકરમાં ફેલાયેલો વિસ્તાર છે અને તેને લા ક્યુઇન્ટા-હોવથોર્નમાં તબદીલ ર્યો અને અમારી બેમોન્ટને યથાસ્થાને જાળવી રાખી છે.

તેમણે ડિસેમ્બરમાં નવી હોટેલ માટેનો સોદો કર્યો હતો, જેમાં ડબલ્યુઓટીઆરનો નાનો હિસ્સો પણ સામેલ નથી.

વિમેન ઓન ધી રૂમ પ્રોગ્રામથી મને મારી જે જરૂરિયાત હતી તેમાં આગળ વધવામાં સહાય મળી શકી છે. તેને કારણે નવું બાંધકામ સહિતની કામગીરી આગળ વધી છે.

તેમણે કહ્યું કે ઘણી મહિલાઓ પોતાની કાર્યક્ષમતાને પુરવાર કરવા માગે છે અને તેમને આવા કાર્યક્રમ થતી મંચની જરૂર રહેતી હોય છે.

અન્ય હોટેલ કંપનીઓ દ્વારા પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અનેકવિધ રીતે કરવામાં આવી છે.