VHG ની નવી કિનલી હોટેલ્સ દ્વારા સ્થાનિક મહિલા કળાકારોનું સન્માન

ધી કિનલી ચટ્ટાનૂગા સાઉથસાઇડ દ્વારા લોબીમાં તથા રૂમમાં આર્ટ વર્ક તથા બહારીની તરફના મ્યુરલ કરાવાયા

0
492
ટેનેસીના ચટ્ટાનૂગા ખાતે નવી શરૂ થયેલી કિનલી ચટ્ટાનૂગા સાઉથસાઇડની બહારની દિવાલો પર એલીસિયા બકલ્સ અને બ્રીયાહ ગોબેર દ્વારા દોરવામાં આવેલ કોમ્યુનલ કેલિડોસ્કોપ. હોટેલમાં સ્થાનિક મહિલા કલાકારો દ્વારા દોરવામાં આવેલા ચિત્રોના સંગ્રહના એકભાગ રૂપે.

હોટેલની લોબીમાં લટકાવેલ જેનેટ કેમ્પબેલ દ્વારા તૈયાર “ટીની બ્લ્યુ પ્લાનેટરી અલાઇનમેન્ટ” સહિતના આર્ટિસ્ટ કલેક્શન મોનોટાઇપ પ્રિન્ટ.

સ્થાનિક મિક્સ્ડ મીડિયા આર્ટિસ્ટ અને ચિત્રકાર હોલી ચેસ્ટેઇન દ્વારા તૈયાર ગાઉચે પેઇન્ટિંગ અને વિન્ટેજ એફેમીરા ક્લિપ્ડ સાથે કિનલી ચટ્ટાનૂગાના ઓરડાં સુશોભિત કરવામાં આવ્યા છે.

ટેનેસીના ચટ્ટાનૂગા ખાતે તાજેતરમાં શરૂ કરવામાં આવેલ બુટિક હોટેલ કિનલી ચટ્ટાનૂગા સાઉથસાઇડ દ્વારા સ્થાનિક કળાકારો દ્વારા બનાવવામાં આવેલ ચિત્રોને સમગ્ર હોટેલમાં પ્રદર્શિત કરીને આવા સ્થાનિક કળાકારોને સન્માનિત કરવામાં આવી રહ્યાં છે. વિઝન હોસ્પિટાલિટી ગ્રુપના પ્રેસિડેન્ટ અને સીઈઓ મિત્ચ પટેલના વડપણ હેઠળ ગ્રુપની માલિકીની ધી કિનલી બ્રાન્ડના લાઇફસ્ટાઇલ ડિઝાઇન કોન્સેપ્ટના એક ભાગ રૂપે આ કામગીરી કરવામાં આવી છે.

64 રૂમવાળી આ હોટેલ 4થી માર્ચના રોજ ખુલ્લી મુકવામાં આવી હતી, જ્યાં એલીસિયા બકલ્સ ને બ્રીયાહ ગોબેર દ્વારા તૈયાર કરાયેલ કોમ્યુનલ કેલિડોસ્કોપ મ્યુરલ મુકવામાં આવશે. “ટીની બ્લ્યુ પ્લેનેટરી અલાઇન્મેન્ટ” સાથેના આર્ટિસ્ટ કલેક્શન સહિત જેનેટ કેમ્પબેર દ્વારા તૈયાર મોનોટાઇપ પ્રિન્ટ પણ લોબીમાં મુકાશે.

બદલામાં કિનલી ચટ્ટાનૂગાના કોફી અને કોકટેલ બારમાં “ધી મન્ગોલીયન સ્ટોરી” કે જે 6 ફૂટ 11 ઈંચની એન્ના કાર્લ દ્વારા નિર્મિત કળાકૃતિ જોવા મળશે. હોટેલના ફ્રન્ટ ડેસ્ક ઉપર ક્યુરેટ સ્ટાઇન્ડ ગ્લાસ આર્ટિસ્ટ એમ્બર ડ્રોસ્ટે દ્વારા તૈયાર એબસ્ટ્રાક્ટ પેઇન્ટિંગ કલેક્શન જોવા મળશે.

આ અંગે પટેલે જણાવ્યું કે ચટ્ટાનૂગા એ હાઇપ, કૂલ અને ક્રિએટીવ શહેર છે. અમારી ઇચ્છા છે તે અમે અમારી કિનલી હોટેલમાં અંદરની તરફ તથા બહારની બાજુએ સ્થાનિક મહિલા કળાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલ ભીંતચિત્રો સહિતની કૃતિઓને સ્થાન આપી આ સ્થાનિક મહિલા કળાકારોનું સન્માન કરીએ. તેમની કૃતિઓને કારણે આવકારદાયક વાતાવરણ સર્જાય છે. અહીં આવનારા મહેમાનોને પણ આ સ્થાનિક મહિલા કળાકારોની કળા અંગે જાણકારી મળી રહેશે.

હ્યુમનિસ્ટ હોસ્પિટાલિટી દ્વારા સંચાલિત ધી ન્યુ કિનલી એ શહેરના સાઉથસાઇડ એન્ટટેઇન્ટમેન્ટ ડિસ્ટ્રીક્ટમાં આવેલી છે. વિઝન હોસ્પિટાલિટીના ટ્રીબ્યુટ પોર્ટફોલિયોને અનુસરીને શરૂ કરવામાં આવેલ આ દ્વિતિય પ્રોપર્ટી છે, અગાઉ કિનલી સિનસિનાટી ડાઉનટાઉન, સિનસિનાટી ઓહાઇઓ ખાતે શરૂ થઇ હતી.

અમે ખરેખર આ પ્રોજેક્ટને કારણે સામુદાયિક વિવિધતાને કારણે ખુશ છીએ, તેમ ગોબે અને બકલે જણાવ્યું હતું. તેમણે ભીંતચિત્રો તૈયાર કર્યાં છે. કંપની દ્વારા ચિત્રકારો સહિતના કળાકારોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે શરૂ કરવામાં આવેલ આ કાર્યથી આ મહિલા કળાકારો ખુશ છે.

ફેબ્રુઆરીમાં વિઝન હોસ્પિટાલિટી દ્વારા માઇકલ ડિમારીયાને હોટેલના જનરલ મેનેજરની જવાબદારી સોંપવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી હતી.