યુએસટીએઃ બીઝનેસ ટ્રાવેલમાં ધીમી ગતિએ રીકવરી

એસોસિએશન ઇચ્છે છે કે વધુ વૈશ્વિક, ફેડરલ રીઓપનિંગ ગાઇડલાઇન્સ ગોઠવાય

0
761
કોવિડ-19 મહામારી નિયંત્રણોમાં વિલંબ તથા ફરીથી ખોલવાના અસમાન અભિગમોને કારણે બીઝનેસ ટ્રાવેલ સેગમેન્ટમાં રીકવરી 2024 સુધી મુલતવી રહી શકે તેમ હોવાનું યુએસ ટ્રાવેલ એસોસિએશન અને ટુરિઝમ ઈકોનોમિક્સનું માનવું છે. યુએસટીએની ‘મીટ ધેર’ પહેલને કારણે બીઝનેસ ટ્રાવેલ સેક્ટરમાં સંપૂર્ણ અને સલામત રીઓપનિંગ માટે ફેડરલ રેગ્યુલેશનથી પ્રોત્સાહન મળશે.

હવે જ્યારે ઉનાળો પૂરો થવામાં છે અને લેઝર ટ્રાવેલ શરૂ થવામાં છે ત્યારે અમેરિકાની હોટેલો બીઝનેસ ટ્રાવેલને કારણે ફરીથી રીકવરી માટે આશા સેવી રહી છે. અલબત્ત, કોવિડ મહામારીને કારણે ટ્રાવેલ સેગમેન્ટમાં તંત્ર દ્વારા નિયંત્રણો તબક્કાવાર અને અસમાન ધોરણે ખોલવામાં આવી રહ્યાં હોવાને કારણે તેની રીકવરી 2024 સુધી મુલતવી રહી શકે તેમ હોવાનું યુએસ ટ્રાવેલ એસોસિએશન અને ટુરિઝમ ઈકોનોમિક્સનું માનવું છે.

કોવિડ-19 મહામારીને કારણે મુસાફરી માટે થનારા ખર્ચમાં પણ ઘટાડો થયો છે, વ્યક્તિગત તથા વિશાળ પાયે થનારી વ્યવસાયિક બેઠકો તથા કાર્યક્રમોના આયોજનોમાં પણ 76 ટકા જેટલો ઘટાડો ગત વર્ષે જોવા મળ્યો હતો, 97 બિલિયન ડોલરનું નુકસાન થયું હોવાનું યુએસટીએ અને ટીઈનું માનવું છે. જોકે, લેઝર ટ્રાવેલમાં 2022 સુધી 2019ની સ્થિતિએ પરિસ્થિતિ સામાન્ય થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વેક્સિનેશનમાં વધારો થવાને કારણે તથા સંક્રમણ દરમાં ઘટાડો થવાને કારણે મુસાફરી માટે નાગરિકોમાં વિશ્વાસ વધ્યો છે.

“જોકે ફેડરલ હેલ્થ ઓથોરિટી દ્વારા પીએમઈએસ, વેપાર સંદર્ભે થતા મુસાફરીને લગતી માર્ગદર્શિકા સ્પષ્ટ નહીં હોવાને કારણે ક્ષેત્રે સુધારો થવામાં તથા આર્થિકસ્થિતિ મજબૂત થવામાં બે વર્ષ સુધીનો સમય લાગી શકે છે તેમ યુએસટીએ કહે છે.

યુએસટીએ ઇચ્છે છે કે પીએમઈસ સંદર્ભે ફેડરલ માર્ગદર્શિકા વધારે સ્પષ્ટ બને તે જરૂરી છે. તાજેતરમાં ઓહાઇયો સ્ટેટ યુનિવર્સિટી દ્વારા રજૂ કરવામાં આવેલ શ્વેતપત્રના આધારે આરોગ્ય તથા સલામતી માપદંડોને આધારિત માર્ગદર્શિકાનો અમલ થવો જોઇએ.

શ્વેતપત્ર “ધી સાયન્ટિફિક-બેઝ્ડ એવિડન્સ ફોર કન્ડક્ટિંગ સેફ એન્ડ હેલ્થી પ્રોફેશનલ મીટીંગ્સ એન્ડ ઈવેન્ટ્સ”, માં સૂચન કરવામાં આવ્યું છે કે પીએમઈએસ દ્વારા સૂચવવામાં આવેલ માસ્ક પહેરવું તથા સામાજીક અંતર સહિતના નિયમોનું પાલન કરવામાં આવે.

અમેરિકામાં 80 ટકા કરતાં વધુ પ્રમાણમાં લોકોનું માનવું છે કે વ્યક્તિગત ધોરણે થતા કાર્યક્રમોમાં બદલાવ આવ્યો છે અને કોવિડ મહામારી અગાઉના સમયે જે લોકો કાર્ય સંદર્ભે ભાગ લેતા હતા તેમના પ્રમાણમાં પણ ઘટાડો થયો છે.

સીડીસી દ્વારા જાહેર કરવામાં આવેલ નિયંત્રણો તથા માર્ગદર્શિકામાં અનેક વિસંગતાઓ જોવા મળે છે, જેમાં વિશાળ પાયે એકઠા થવા સહિતનો સમાવેશ થાય છે, તેમ રોજર ડો, યુએસટીએના પ્રેસિડેન્ટ અને સીઈઓ કહે છે.

યુએસટીએ દ્વારા તેની નવીન પહેલ “લેટ્સ મીટ ધેર” રજૂ કરવામાં આવી છે જે બીઝનેસ ટ્રાવેલ સેક્ટરને ફરીથી ખોલવા માટે સંપૂર્ણ સલામત છે.

તેવા પણ કેટલાક સંકેત મળે છે કે બીઝનેસ ટ્રાવેલમાં ટૂંક સમયમાં રીકવરી આવી શકે તેમ છે. તાજેતરમાં એટલાન્ટા ખાતે માર્ચમાં યોજાયેલ હન્ટર હોટેલ કોન્ફરન્સમાં રેચલ રોથમેન, હેડ ઓફ હોટેલ્સ રીસર્ચ એન્ડ ડેટા એનાલિટીક્સ, સીબીઆરઈ હોટેલ રીસર્ચ, કહે છે કે તેણીનીને આશા છે કે ઉનાળા પછી પરિસ્થિતિમાં સુધારો આવશે કારણે ફક્ત લેઝર ટ્રાવેલ એકમાત્ર દબાણ નથી.