Skip to content

Search

Latest Stories

ફેડરલ સ્ટીમ્યુલસ પસાર કરવા કોંગ્રેસ સમક્ષ USTAની માગણી જારી

PPPનું વિસ્તરણ, ટેક્સ ક્રેડિટ અને કોવિડ-19 ટેસ્ટીંગ માટે પણ માગ કરાઇ

યુએસ ટ્રાવેલ એસોસિએશનના જણાવ્યા અનુસાર કોવિડ-19ના કારણે અમેરિકાના ટ્રાવેલ ઉદ્યોગે 15.8 મિલિયન જોબ્સ ગુમાવી છે અને આ ક્ષેત્રમાં સુધારો નહીં થાય તો સરેરાશ અર્થવ્યવસ્થા સામે જોખમ ઊભું થઈ શકે તેમ છે. એસોસિએશન એવી સ્થિતિ નિવારવા માટે કોગ્રેસે શું પગલાં ભરવા જોઈએ તેની યાદી બનાવી છે.

એસોસિએશને વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે મુસાફરી ખર્ચમાં દેશની અર્થવ્યવસ્થાને 505 બિલિયન ડોલરથી વધુનું નુકસાન થઈ શકે છે. ફેડરલ સ્ટીમ્યુલસ પ્રોગ્રામના તાજેતરના પ્રયાસ સેનેટમાં ગયા અઠવાડિયે નિષ્ફળ ગયા હોવા છતાં, યુએસટીએ દ્વારા ઉદ્યોગને બચાવવા નીચે મુજબના પગલાં લેવા કોંગ્રેસને અરજ કરવામાં આવી છે.


- જ્યાં સુધી પરિસ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી લાંબાગાળાની રાહત આપવા માટે, ડેસ્ટિનેશન માર્કેટિંગ ઓર્ગેનાઇઝેશન્સને સામેલ કરવા માટે પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામનું વિસ્તરણ કરો. આ પ્રોગ્રામ વર્ષના અંત સુધી લંબાવો અને પીપીપી પરના બીજા મુદ્દાને મંજૂરી આપો. વૈકલ્પિક રીતે, સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત ઉદ્યોગો માટે લાંબાગાળાની, ઓછા વ્યાજની લોન જેવા અન્ય ઉકેલો ઊભા કરો.

- સલામત ટ્રાવેલ ઉદ્યોગને ઉત્તેજન આપવા માટે 10 બિલિયન ડોલર સુધીની ફેડરલ ગ્રાન્ટ્સ આપો.

-બિઝનેસીઝને મદદ માટે મર્યાદિત, હંગામી અને તાત્કાલિક સલામત વ્યવસ્થા પૂરી પાડવામાં આવે અને તે આરોગ્ય તથા સલામતી માર્ગદર્શિકાઓનું યોગ્ય પાલન કરતી હોવી જોઈએ.

·- હંગામી ટેક્સ ક્રેડિટ્સ અને ડીડક્શન્સ ઊભી કરો

- ટાઇમલી એન્ડ ઇફેક્ટિવ સીસ્ટેમેટિક ટેસ્ટિંગ (TEST) અધિનિયમ મુજબ COVID-19 ટેસ્ટીંગ વધારવા માટે દેશવ્યાપી વ્યૂહરચના ઘડવી, જે કોવિડ-19ના ડાયગ્નોસ્ટિક ટેસ્ટીંગ માટેની યોજના બનાવે.

- અમેરિકાના એરપોર્ટ્સને વધારાની તાત્કાલિક મદદ કરવી.

યુએસટીએ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ‘અર્થતંત્ર પોતાની રીતે ઊભું થશે નહીં, અને અમેરિકાના અર્થતંત્રમાં મહત્ત્વનું યોગદાન આપતા નાના બિઝનેસીઝ ફરી ધમધમતા થયા વિના પણ શક્ય નથી. ટ્રાવેલ ઉદ્યોગમાં ફરી જોબ્સના સર્જન અને આપણા દેશની આર્થિક સ્થિતિ સુધારવા માટે તાત્કાલિક, લક્ષિત અને નોંધપાત્ર રાહતની જરૂર છે.’

More for you

Whitestone Enters Hotel Management with Soartress
Photo credit: Whitestone Cos.

Whitestone enters hotel management with Soartress

Summary:

  • Whitestone entered hospitality management with Soartress Hospitality.
  • This is their latest venture, along with Whitestone Capital and Striv Design.
  • The company focuses on performance, leadership and operations.

WHITESTONE COS. LAUNCHED Soartress Hospitality, a new hospitality management company. It will manage select-service, extended-stay and full-service hotels across brands, focusing on performance, leadership and operations.

Keep ReadingShow less