Skip to content

Search

Latest Stories

યુએસ એર ટ્રાવેલ વર્લ્ડ કપ અને ઓલિમ્પિક્સ માટે તૈયાર નહીઃ યુએસટીએ

વૈશ્વિક ઇવેન્ટ માટે સંકલન કરવા એસોસિએશન વ્હાઇટ હાઉસની આગેવાની હેઠળની ટાસ્ક ફોર્સને વિનંતી કરે છે

યુએસ એર ટ્રાવેલ વર્લ્ડ કપ અને ઓલિમ્પિક્સ માટે તૈયાર નહીઃ યુએસટીએ

યુ.એસ. ટ્રાવેલ એસોસિએશન દ્વારા કમિશન કરાયેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, લોસ એન્જલસના સોફી સ્ટેડિયમમાં યોજાનાર 2026 વર્લ્ડ કપ અને 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સ માટે યુ.એસ. એર ટ્રાવેલ પાસે જરા પણ તૈયારી નથી, કારણ કે દાયકાઓ જૂની હવાઈ મુસાફરી પ્રણાલીઓ વધતા મુલાકાતીઓ, વિઝા મુદ્દાઓ અને જૂના માળખાને કારણે તાણનો સામનો કરે છે.

યુ.એસ. ટ્રાવેલ એસોસિએશનના સીમલેસ એન્ડ સિક્યોર ટ્રાવેલ કમિશન અનુસાર, 2026 વર્લ્ડ કપ અને 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સની હવાઈ મુસાફરીની માંગ માટે યુ.એસ. એર ટ્રાવેલની જરા પણ તૈયારીઓ નથી. તાત્કાલિક પગલાં ન લેવાયા તો જૂની સિસ્ટમ વિઝા, જરીપુરાણું માળખું અને અપૂરતી સુરક્ષા ટેકનિક અંગેની ચિંતાઓ વચ્ચે વધતા મુલાકાતીઓને પહોંચી વળવામાં રીતસરની સંઘર્ષ કરતી હશે.

USTA-કમિશ્ડ રિપોર્ટમાં અંદાજ છે કે 2026 વર્લ્ડ કપ, 2028 ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સ, 2025 રાયડર કપ અને યુએસના 250માં જન્મદિવસની ઉજવણી 40 મિલિયન મુલાકાતીઓ આવી શકે છે અને આર્થિક પ્રવૃત્તિમાં $95 બિલિયન જનરેટ કરી શકે છે.


યુએસટીએના પ્રમુખ અને સીઈઓ જ્યોફ ફ્રીમેને જણાવ્યું હતું કે, "આગામી કેટલાક વર્ષો અભૂતપૂર્વ મુસાફરીની માંગ લાવશે, જેને સંભાળવા માટે અમારી સિસ્ટમ્સ તૈયાર નથી." "વૉશિંગ્ટન પાસે મુખ્ય મુસાફરીના અવરોધરૂપ મુદ્દાઓને ઠીક કરવા અને $100 બિલિયનની આર્થિક તકને અનલૉક કરવા માટે એક નાની વિન્ડો છે, પરંતુ આ માટે તેણે તાકીદના ધોરણે વર્તમાન સ્તરને ઊંચું લાવવું પડશે."

યુ.એસ. 2031 મેન્સ રગ્બી વર્લ્ડ કપ, 2034 વિન્ટર ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સ અને લાસ વેગાસ, મિયામી અને ઓસ્ટિનમાં વાર્ષિક ફોર્મ્યુલા વન રેસનું પણ આયોજન કરશે. રિપોર્ટમાં ટ્રમ્પ વહીવટીતંત્રને આગામી વૈશ્વિક ઘટનાઓ માટે ફેડરલ પ્રયત્નોનું સંકલન કરવા માટે વ્હાઇટ હાઉસની આગેવાની હેઠળ સીનિયર ટાસ્ક ફોર્સ બનાવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.

USTA અહેવાલમાં દર્શાવેલ સુરક્ષા સુધારાઓની સાથે એર ટ્રાફિક કંટ્રોલના ઝડપી આધુનિકીકરણ અને નિયંત્રકની અછત માટેના ઉકેલોની જરૂરિયાત પર ભાર મૂકે છે.

કમિશનના અહેવાલના આધારે, યુએસ ટ્રાવેલ એસોસિએશન કોંગ્રેસ અને ટ્રમ્પ વહીવટીતંત્રને ચાર પગલાં લેવાનું કહે છે:

1. ફેડરલ પ્રયાસોનું સંકલન કરવા અને આગામી ચાર વર્ષમાં મોટી વૈશ્વિક ઘટનાઓની અસરને મહત્તમ બનાવવા માટે વરિષ્ઠ અધિકારીની અધ્યક્ષતામાં વ્હાઇટ હાઉસની આગેવાની હેઠળની ટાસ્ક ફોર્સની સ્થાપના કરો.

2. આના દ્વારા 2026 વર્લ્ડ કપ માટે વિઝા પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરો:

• વિઝા પ્રક્રિયા માટે સંપૂર્ણ કોન્સ્યુલર સ્ટાફની ખાતરી કરવી.

• તપાસેલ મુલાકાતીઓ માટે B-1/B-2 વિઝાની માન્યતા બે વર્ષ સુધી લંબાવવી.

• 30 દિવસની અંદર તમામ વિઝિટર વિઝા પર પ્રક્રિયા કરવા માટે નેશનલ વેઇટિંગ સર્વિસની સ્થાપના કરવી.

• વિઝા માફી કાર્યક્રમના માર્ગ તરીકે "સુરક્ષિત મુસાફરી ભાગીદારી" ને વિસ્તૃત કરવી.

3. અદ્યતન ટેકનોલોજીમાં રોકાણ કરીને એરપોર્ટ સુરક્ષા તપાસનું આધુનિકીકરણ કરો. પાંચ વર્ષની અંદર, પ્રવાસીઓએ મોટા પ્રવાહી લઈ જવા, બેગમાં ઈલેક્ટ્રોનિક્સ અને આઈડી રાખવા અને જૂતા, જેકેટ્સ અને બેલ્ટ કાઢવાનું છોડી દેવું જોઈએ. પેસેન્જર સિક્યુરિટી ફીના ડાયવર્ઝનને સમાપ્ત કરો અને ટેક્નોલોજી ફંડિંગમાં વધારો કરો.

4. એરપોર્ટ સરહદ કાર્યક્ષમતા અને સુરક્ષાને આના દ્વારા વધારવું:

• એરપોર્ટ કસ્ટમ્સ પર CBP અધિકારીઓનો સંપૂર્ણ સ્ટાફ.

• પરત ફરતા અમેરિકનો માટે બિનજરૂરી કસ્ટમ ઇન્ટરવ્યુ દૂર કરવા માટે બાયોમેટ્રિક્સ અને અદ્યતન ચકાસણીનો ઉપયોગ કરવો.

• ઓવરસ્ટે રોકવા માટે બે વર્ષમાં બાયોમેટ્રિક એર એક્ઝિટ પૂર્ણ કરવી.

ફ્રીમેને જણાવ્યું હતું કે, "અમે જે પ્રગતિની ભલામણ કરીએ છીએ તે પ્રમુખ ટ્રમ્પ અને કોંગ્રેસ માટે TSA પ્રીચેકથી હવાઈ મુસાફરીમાં સૌથી વધુ નોંધપાત્ર સુધારા કરવાની તક છે, જેણે પ્રવાસીઓની સુરક્ષા અને સ્ક્રીનીંગમાં ક્રાંતિ લાવી છે." "અમારી દરેક ભલામણો સુરક્ષા અને ઝડપ બંનેને વધારશે, ખાતરી કરશે કે પ્રવાસીઓ અમારા એરપોર્ટ પર કાર્યક્ષમ રીતે આગળ વધે."

કમિશનમાં હોમલેન્ડ સિક્યુરિટી, યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન, ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન અને સ્ટેટ ડિપાર્ટમેન્ટના ભૂતપૂર્વ અધિકારીઓ સાથે એરપોર્ટ મેનેજમેન્ટ અને રોકાણમાં ખાનગી ક્ષેત્રના નિષ્ણાતોનો સમાવેશ થાય છે.

યુએસટીએ અને ઇપ્સોસ દ્વારા ઓક્ટોબરના એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે હવાઈ મુસાફરીની તકલીફોને કારણે ફ્લાયર્સ દર વર્ષે સરેરાશ બે ટ્રિપ્સ છોડી દે છે, જેના કારણે 27 મિલિયન ટાળી શકાય તેવી ટ્રિપ્સ, $71 બિલિયનનું આર્થિક નુકસાન અને ટેક્સની આવકમાં $4.5 બિલિયનનો ઘટાડો થાય છે.

More for you

અમેરિકા હૉસ્પિટલિટીમાં H-1B વિઝા બદલાવથી કામદારો અસરિત

ટ્રમ્પે H-1B વિઝા ફી વધારીને $100,000 કરી

પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા ફી વધારીને વાર્ષિક $100,000 કરવાની જાહેરાત પર હસ્તાક્ષર કર્યા, આ પગલું યુ.એસ.માં ભારતીય વ્યાવસાયિકોને અસર કરી શકે છે, પીટીઆઈના અહેવાલ મુજબ. ટ્રમ્પ વહીવટીતંત્રે કહ્યું કે ફીનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે આવનારા કામદારો "ઉચ્ચ કુશળ" હોય અને અમેરિકન કર્મચારીઓનું સ્થાન ન લે.

કુશળ કામદારો માટે વિઝા ફી $215 થી વધશે, જ્યારે યુરોપમાં સામાન્ય રોકાણકાર વિઝા $10,000 થી વધીને $20,000 પ્રતિ વર્ષ થશે. "અમને કામદારોની જરૂર છે. અમને કામદારોની જરૂર છે. અમને મહાન કામદારોની જરૂર છે અને આ ખાતરી કરે છે કે તે જ થવાનું છે," પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરતી વખતે કહ્યું.

Keep ReadingShow less
AAHOA FNAC 2025

AAHOA એડવોકેસી SBA લોન, વિઝા રિફોર્મ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ

AAHOA ની ફોલ નેશનલ એડવોકેસી કોન્ફરન્સે 16 થી 17 સપ્ટેમ્બરના રોજ વોશિંગ્ટન, ડી.સી.માં નાના બિઝનેસ એડમિનિસ્ટ્રેશન લોન એક્સેસને વિસ્તૃત કરવા, વિઝા ઇન્ટિગ્રિટી ફી રદ કરવા અને બ્રાન્ડ યુએસએ ફંડિંગને પુનઃસ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હતુ. દ્વિવાર્ષિક પરિષદો દર વસંત અને પાનખરમાં હોટલ માલિકોને કાયદા નિર્માતાઓને મળવા અને ફેડરલ નીતિ નિર્માણમાં તેમની પ્રાથમિકતાઓને આગળ વધારવા માટે એકસાથે લાવે છે.

એસોસિએશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સભ્યોએ ફેડરલ નિર્ણય લેવામાં હોટલ માલિકોના મંતવ્યો શામેલ થાય તેની ખાતરી કરવા માટે કાયદા નિર્માતાઓને જોડ્યા હતા. આ વર્ષના કાર્યક્રમમાં AAHOA ના મુખ્ય મથક જ્યોર્જિયાના SBA એડમિનિસ્ટ્રેટર કેલી લોફલરનો સમાવેશ થતો હતો.

Keep ReadingShow less
American Franchise Act

ફ્રેન્ચાઇઝ વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે હાઉસ દ્વારા અધિનિયમનું અનાવરણ

હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે અમેરિકન ફ્રેન્ચાઇઝ એક્ટ રજૂ કર્યો, જેનો હેતુ યુએસ ફ્રેન્ચાઇઝિંગ ક્ષેત્રને ટેકો આપવાનો હતો, જેમાં 36,000 ફ્રેન્ચાઇઝ્ડ હોટલ અને દેશભરમાં 3 મિલિયન કામદારોનો સમાવેશ થાય છે. અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશને બિલને સમર્થન આપ્યું, ફ્રેન્ચાઇઝ મોડેલને પ્રોત્સાહન આપવા અને સંયુક્ત નોકરીદાતા ધોરણોને સ્પષ્ટ કરવા માટે ઝડપી અપનાવવાની વિનંતી કરી.

AFA ફેર લેબર સ્ટાન્ડર્ડ્સ એક્ટ અને નેશનલ લેબર રિલેશન્સ એક્ટમાં સુધારો કરે છે, જેણે 2015થી ફ્રેન્ચાઇઝર્સ અને ફ્રેન્ચાઇઝીઓ માટે અનિશ્ચિતતા ઊભી કરી છે, AHLA એ એક નિવેદનમાં જણાવ્યું હતું. પ્રતિનિધિ કેવિન હર્ન (આર-ઓક્લાહોમા) અને ડોન ડેવિસ (ડી-નોર્થ કેરોલિના) એ AFA રજૂ કર્યું.

Keep ReadingShow less
ડલ્લાસ હોટેલ મેનેજર ચંદ્ર નાગમલ્લાહની હત્યા બાદ USA હૉસ્પિટાલિટી ઉદ્યોગમાં સુરક્ષા ચિંતાઓ

ટ્રમ્પે ડલ્લાસ હોટલ મેનેજરની હત્યાની નિંદા કરી

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ડલ્લાસમાં ભારતીય મૂળના હોટેલ મેનેજર ચંદ્ર મૌલી નાગમલ્લાહની શિરચ્છેદ કરવાની ઘટનાની નિંદા કરી. તેમણે આ માટે ગેરકાયદે ક્યુબન ઇમિગ્રન્ટ સહકાર્યકર કોબોસ-માર્ટિનેઝને સમુદાયમાં પાછા આવવા દેવા બદલ બાઇડેનના વહીવટતંત્રને દોષિત ઠેરવ્યું હતું. નાગમલ્લાહના અંતિમ સંસ્કાર 13 સપ્ટેમ્બરના રોજ ટેક્સાસના ફ્લાવર માઉન્ડમાં યોજાયા હતા, જેમાં પરિવાર, મિત્રો અને સમુદાયના સભ્યો હાજર રહ્યા હતા.

"ટેક્સાસના ડલ્લાસમાં એક આદરણીય વ્યક્તિ ચંદ્ર નાગમલ્લૈયાની હત્યા અંગેના ભયંકર અહેવાલોથી હું વાકેફ છું, જેમનું ક્યુબાના એક ગેરકાયદેસર પરદેશી દ્વારા તેમની પત્ની અને પુત્રની સામે ક્રૂરતાથી માથું કાપી નાખવામાં આવ્યું હતું, જે આપણા દેશમાં ક્યારેય ન હોવા જોઈએ," એમ ટ્રમ્પે રવિવારે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું.

Keep ReadingShow less
ભારતનો TBO $125 મિલિયનમાં યુએસ ક્લાસિક વેકેશન્સ ખરીદશે

ભારતનો TBO $125 મિલિયનમાં યુએસ ક્લાસિક વેકેશન્સ ખરીદશે

ભારતીય ટ્રાવેલ વિતરણ પ્લેટફોર્મ, ટ્રાવેલ બુટિક ઓનલાઇન, ફોનિક્સ સ્થિત ધ નજફી કંપની પાસેથી યુએસ ટ્રાવેલ હોલસેલર ક્લાસિક વેકેશન્સ LLC ને હસ્તગત કરશે, જે ઉત્તર અમેરિકન બજારમાં પ્રવેશ કરશે. આ સોદાનું મૂલ્ય $125 મિલિયન સુધી છે. ગુરુગ્રામ સ્થિત TBO નું નેતૃત્વ સહ-સ્થાપક અને સંયુક્ત MD ગૌરવ ભટનાગર અને અંકુશ નિજવાન દ્વારા કરવામાં આવે છે.

"અમે ક્લાસિક વેકેશન્સને TBO પરિવારમાં લાવવાનો આનંદ અનુભવીએ છીએ - કંપનીની લાંબા સમયથી સેવાઓની ડિલિવરીએ યુ.એસ.માં 10,000 થી વધુ ટ્રાવેલ સલાહકારો અને તેમના અંતિમ ગ્રાહકોનો વિશ્વાસ મેળવ્યો છે, જેના કારણે ક્લાસિક વેકેશન્સ ટ્રાવેલ અને પર્યટન ઉદ્યોગમાં અમારા વિઝન માટે એક સીમલેસ ફિટ બની ગયું છે," ભટનાગરે જણાવ્યું. "ક્લાસિક વેકેશન્સ એક મજબૂત ટીમ દ્વારા સંચાલિત છે અને TBO ની ટેકનોલોજી અને વિતરણ ક્ષમતાઓનો ઉપયોગ કરીને તેના વ્યવસાયને વધારવા માટે સ્વતંત્ર બ્રાન્ડ તરીકે ચાલુ રહેશે."

Keep ReadingShow less