અભ્યાસઃ અમેરિકામાં 60 ટકા હોટેલો આહોઆના સભ્યો ધરાવે છે

આ માહિતીનો ઉપયોગ સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ફરીથી આગળ વધવા પ્રયાસ કરાશે

0
625
આહોઆ દ્વારા હાથ ધરાયેલ અને ઓક્સફોર્ડ ઇકોનોમિક્સ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આહોઆના 34,260 સભ્યોના માલિકીની હોટલો સમગ્ર અમેરિકાની હોટલોના પ્રમાણમાં 60 ટકા હોટલ ધરાવે છે. તેઓ 3.1 મિલિયન ગેસ્ટરૂમ અને 2.2 સીધી નોકરી પૂરી પાડે છે.

આહોઆ દ્વારા હંમેશાં પોતાના સભ્યોના હિત માટે પ્રયાસ કરવામાં આવે છે અને સમગ્ર હોસ્પિટાલિટી ક્ષેત્રમાં સભ્યોની હિસ્સેદારીને વધારે મજબૂત કરવા સંસ્થા પ્રયત્નશીલ છે. સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે એશિયન અમેરિકનોના માલિકીની અર્થતંત્રમાં હિસ્સેદારી અંગે તાજેતરમાં એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.

આહોઆ દ્વારા તાજેતરમાં આયોજીત 2021 આહોઆ કન્વેન્શન એન્ડ ટ્રેડ શોના પ્રથમ દિવસે જનરલ સેશન દરમિયાન સંસ્થા દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું આયોજન  કે બેઇલી હત્ટીશન કન્વેનશન સેન્ટર ડલાસ ખાતે કરવામાં આવ્યું હતું. ઓક્સફર્ડ ઇકોનોમિક્સ દ્વારા કરાયેલા આ અભ્યાસમાં આહોઆના અંદાજે 20,000 કરતાં વધારે સભ્યો દ્વારા અમેરિકાની હોટેલો અને રૂમ્સમાં યોગદાન, હોટેલ સંચાલન, હોટેલ ગેસ્ટ દ્વારા થતો ખર્ચ, મૂડીરોકાણ અને અમેરિકન અર્થતંત્રમાં આહોઆના સભ્યોની માલિકીની હોટેલો દ્વારા અપાતા પ્રત્યક્ષ કે પરોક્ષ યોગદાન સહિતની બાબતોને સમાવી લેવામાં આવી હતી.

અભ્યાસમાં જણાવાયું છે કે અમેરિકામાં આવેલી કુલ હોટેલોમાંથી 60 ટકા હોટેલ આહોઆના 34260 સભ્યોની માલિકીની હોટેલો છે અને તે 3.1 મિલિયન ગેસ્ટરૂમ અને 2.2 મિલિયન જેટલી સીધી રોજગારી પૂરી પાડી રહી છે.

આહોઆ સાથે સંકળાયેલી હોટેલો ખાતે ગ્રાહકો દ્વારા સ્થાનિક અર્થતંત્રમાં લાખો ડોલર ખર્ચી નાખવામાં આવે છે. આહોઆ સભ્યો ફેડેક્સ અને હોમ ડેપોની જેમ સેંકડો લોકોને રોજગારી પૂરી પાડે છે અને આહોઆ સભ્યોની હોટેલમાં કામ કરનારા 1.1 મિલિયન કર્મચારીઓને વર્ષે 47 બિલિયન ડોલરથી વધારેનો પગાર ચૂકવવામાં આવી રહ્યો હોવાનું આહોઆના કાર્યકારી પ્રેસિડેન્ટ અને સીઈઓ કેન ગ્રીનીએ કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આહોઆના સભ્યો હોસ્પિટાલિટી ક્ષેત્રની આત્મા અને હૃદય છે અને તેઓ દેશના અર્થતંત્રને પણ ફરીથી ધમધમતું કરવા માટે નોંધપાત્ર યોગદાન આપી રહ્યાં છે.

અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે આહોઆના સભ્યોની માલિકીની હોટેલો દ્વારા 680.6 બિલિયન ડોલરનું બીઝનેસ સેલ્સ કરાય છે, જેમાં રેવન્યુંની સાથે વેચાણ અને લોજિંગ ટેક્સ પણ સામેલ છે. તેઓ 4.2 મિલિયન રોજગારીને ટેકો આપે છે અને વેતનપેટે તથા અને વળતરમાં 214.6 બિલિયન ડોલરની ચૂકવણી કરે છે. તેઓ 368.4 બિલિયન ડોલરની હિસ્સેદારી યુએસ જીડીપીમાં તથા 96.8 બિલિયન ડોલર કરપેટે ફેડરલ અને રાજ્ય સરકારોને ચૂકવે છે.

અભ્યાસના અહેવાલ અનુસાર ટેક્સાસમાં 89 ટકાથી વધારે હોટેલ્સ આહોઆના સભ્યોની માલિકીની છે, તેમ ગ્રીનીએ કહ્યું હતું.

આહોઆના ચેરમેન બિરન પટેલે કહ્યું હતું કે આ અભ્યાસથી એક ચિત્ર સ્પષ્ટ બન્યું છે.

આ બાબત દર્શાવે છે કે જ્યારે સાલ 1989માં આ સંસ્થાની સ્થાપના ભેદભાવ સામે લડત આપવા મે હોટેલ માલિકોના એક નાનકડા જૂથ દ્વારા કરવામાં આવી હતી.

કોન્ફરન્સ દરમિયાન આહોઆના નવા ચેરમેન વિનય પટેલે પણ પોતાનો મત રજૂ કર્યો હતો. કાર્યક્રમની પૂર્ણાહુતિ સમયે તેઓ સત્તાવાર રીતે પોતાનો ચેરમેન તરીકેનો હોદ્દો ગ્રહણ કરશે.

વિનયે કહ્યું હતું કે આ માહિતી સાથે મને લાગે છે કે અમારી પાસે સારી એવી માહિતી એકત્ર થઇ છે અને અમારા સભ્યોની પ્રગતિને આગળ વધારવા માટે આ માહિતી મદદરૂપ બનશે તેમાં કોઇ શંકા નથી.