એસટીઆરઃ યુ.એસ. પાઇપલાઇનમાં સપ્ટેમ્બરમાં 48000થી વધારેનો ઘટાડો

18000થી વધારે ઓરડાના નિર્માણ સાથે ન્યુયોર્ક બાંધકામ પ્રવૃત્તિમાં મોખરાના સ્થાને

0
607
સપ્ટેમ્બરમાં નિર્માણાધિન ઓરડાઓની સંખ્યામાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. જે 172,251 ઓરડાની સંખ્યા સામે 48000નો ઘટાડો થયો છે, જે ગત વર્ષના સમાનગાળાની સરખામણીએ 20.3 ટકાનો ઘટાડો સૂચવે છે. આખરી તબક્કામાં પહોંચનારા 205,829 ઓરડાની સંખ્યામાં 17.2 ટકાનો ઘટાડો થયો છે જે ગત વર્ષની સરખામણીએ છે. 263,673 ઓરડાનું આયોજન હતું જેમાં 41.1 ટકાનો ઘટાડો થયો છે.

અમેરિકાની હોટેલોમાં પાઇપલાઇન હેઠળના ઓરડાની સંખ્યામાં સપ્ટેમ્બર મહિનામાં ઘટાડો થયો છે, જે કોવિડ-19 મહામારીની અસરથી સર્જાયેલા દબાણને કારણે છે, તેમ એસટીઆરનું માનવું છે. જોકે વર્ષ મજબૂત બની રહી શકે છે. અલબત્ત, ન્યુયોર્ક પાઇપલાઇનમાં ઓરડા નિર્માણમાં મોખરાના સ્થાને છે.

પાઇપલાઇન હેઠળના નિર્માણાધિન ઓરડાઓની સંખ્યા સામે 48000 આ મહિને પડતા મુકવામાં આવ્યા છે. બાંધકામ થનારા 172,251 ઓરડાની સંખ્યામાં 20.3 ટકાનો ઘટાડો તે દર્શાવે છે. ગત વર્ષની સરખામણીએ 17.2 ટકાનો ઘટાડો દર્શાવે છે. જેમાં યોજના હેઠળના 263,673 ઓરડાની સામે 41.1 ટકાનો ઘટાડો દર્શાવે છે.

આ અંગે એસટીઆરના સિનિયર ડિરેક્ટર ઓફ કન્સલ્ટીંગ એલિસન હોયત કહે છે કે મહામારીની અસરને પગલે અને તેની સાથે સંકલાયેલા આર્થિક બાબતોની અસર હોટેલ ડેવલપમેન્ટ પાઇપલાઇનને પહોંચી છે અને બાંધકામ હેઠળના ઓરડાઓની કામગીરીને પણ તેની ગંભીર અસર પહોંચી છે. નવી શરૂઆતો મહામારીને કારણે મોકૂફ રાખવાની ફરજ પડી છે. નવી જગ્યાઓની શરૂઆતનું આયોજન પણ વિલંબમાં મુકાયું છે. 2022માં પણ શરૂ થનારા અનેક પ્રોજેક્ટને આ ઘટાડાની અસર પહોંચી છે અને આવનારા દિવસોમાં નવા શરૂ થનારા અનેક પ્રોજેક્ટ વિલંબમાં મુકાયા છે.

ન્યુયોર્ક સિટીમાં બાંધકામ હેઠળના 17,985 ઓરડા છે, જે તેની સમકક્ષના અન્ય પાંચ માર્કેટની સરખામણીએ મોખરે છે અને આખરી તબક્કાના 5000 ઓરડાનું આયોજન ધરાવે છે. તેમાં સામેલ છેઃ

– એટલાન્ટા (5844 ઓરડા)

– લોસ એન્જલસ (5839 ઓરડા)

– નેશવિલે (5251 ઓરડા)

– લાસ વેગાસ (5195 ઓરડા)

– ડલ્લાસ (5062 ઓરડા)

હોયતે કહ્યું હતું કે ન્યુયોર્ક સિટીને કારણે માર્કેટમાં અનેક આશાઓ જીવંત બની શકી છે. માર્કેટમાં માંગ વધી રહી છે પરંતુ સામે પુરવઠાને મહામારીની અસર પહોંચી છે તેની પણ અસર જોવા મળે છે. અગાઉની તુલનામાં વેપાર મેળવવાનું દબાણ વધી રહ્યું છે. ફરીથી શરૂ થયેલા બિઝનેસ ટ્રાવેલ અને ગ્રુપને કારણે ન્યુયોર્ક સિટીને વધુ વેપાર મળી શકશે.

ઓગસ્ટમાં લોજિંગ ઇકોનોમેટ્રિક્સે જણાવ્યું હતું કે ગ્લોબલ પાઇપલાઇનમાં અમેરિકા મોખરે છે. વિશ્વની મોખરાના માર્કેટ અને હોટેલ કંપનીઓની યાદીમાં અમેરિકાસ્થિત કંપનીઓનો સમાવેશ થાય છે.