એસટીઆરઃ જુલાઈમાં એડીઆર અને રેવપારમાં હોટેલો દ્વારા નવો વિક્રમ

જો કે, ઓગસ્ટના બીજા સપ્તાહમાં સપ્તાહ-દર-સપ્તાહની કામગીરીમાં ઘટાડો થયો છે

0
649
અમેરિકાની હોટલોની ઓક્યુપન્સીમાં ઓગસ્ટ 14ના રોજ રોજ પૂરા થતા અઠવાડિયે ઓક્યુપન્સી 65.7 ટકા રહ્યું, જે અગાઉના સપ્તાહની સરખામણીએ ઘટ્યો. 2019ના સ્તરની સરખામણીમાં તેમાં ફેરફાર થયો છે તેમ એસટીઆર જણાવે છે. એડીઆર 139.18 ડોલર હતો જે અગાઉના 140.97 ડોલરની સરખામણી ઘટ્યો, રેવપાર 95.89 ડોલરથી ઘટીને 91.45 ડોલરે રહ્યું હતું.

અમેરિકાની હોટેલો દ્વારા માસિક સ્તરે એડીઆરમાં તથા રેવપારમાં જુલાઈ દરમિયાન નવા સ્તરે હાંસલ કરવામાં આવ્યા હોવાનું એસટીઆરે જણાવ્યું હતું. ઓગસ્ટના બીજા સપ્તાહની સરખામણીએતેમાં ફેરફાર જોવા મળ્યો છે.

જુલાઈની ઓક્યુપન્સી જૂનના 66.1 ટકાની સરખામણીએ 69.6 ટકા રહ્યું અને 2019ના સ્તરની સરખામણીએ તેમાં 5.5 ટકા ઘટ્યો હતો. એડીઆર જૂનના 129 ડોલરની સામે વધીને 143.30 ડોલર રહ્યું, જે 2019ની સરખામણીએ 6 ટકા વધ્યું હતું. રેવપાર જૂનના 85.31 ડોલરની સામે 99.71 ડોલર હતું. જે 2019ના સ્તરની સરખામણીએ 0.2 ટકા વધ્યું હતું.

જ્યારે ફૂગાવાની વાત થાય તો એડીઆર અને રેવપાર સ્તર 2019ના સ્તરની સરખામણીએ નીચે રહ્યા હતા તેમ એસટીઆર જણાવે છે.

ઓહાયુ આઇલેન્ડ, હવાઈ એ ઉંચી ઓક્યુપન્સી લેવલ સાથે મહિનાના ટોપ 25 માર્કેટમાં સામેલ થયા છે.

ટામ્પા માર્કેટ ઓક્યુપન્સીમાં ટોપ 25 માર્કેટમાં 2019 કરતાં વધ્યું છે, જે 3.7 ટકાથી વધીને 76.1 ટકા થયું છે. વોશિંગ્ટન ડીસી અને મિનેપોલીસમાં 55.9 ટકા ઓછી ઓક્યુપન્સી રહી છે. સાન ફ્રાન્સિસકો/સાન માટીઓ, કેલિફોર્નિયામાં ઓક્યુપન્સી 2019ની સરખામણીએ 57.5 ટકાથી ઘટીને 31.7 ટકા રહી છે.

ઓગસ્ટ 14ના રોજ પૂરા થતાં અઠવાડિયે ઓક્યુપન્સી 65.7 ટકા, જે તેની અગાઉના અઠવાડિયાના 68 ટકા કરતા ઓછી રહી અને 2019ના સ્તરની સરખામણીમાં 8.4 ટકા ઘટી હતી. એડીઆર ઘટીને 140.97 ડોલર સામે 139.18 ડોલર રહ્યું. રેવપાર 95.89 ડોલરથી ઘટીને 91.45 ડોલર રહ્યું અને 2019ની સરખામણીએ ત્રણ ટકા ઘટ્યું છે.

હવે 2019ની સરખામણીએ મેટ્રિક્સમાં દર અઠવાડિયે ઘટાડો જોવા મળી રહ્યો છે, એસટીઆર જણાવે છે. કોવિડ-19ના કેસને ધ્યાને લેવાની જરૂર છે.

એસટીઆરના ટોપ 25 માર્કેટની સાથે નોરફોલ્ક/વર્જિનિયા બીચ ખાતે 2019 દરમિયાન જ ઓક્યુપન્સી વધેલી જોવા મળી હતી. સૌથી વધુ રેવપાર 2019ના સ્તરની સરખામણીએ રહ્યું જે 24.3 ટકા વધીને 131.07 ડોલર રહ્યું.

સાન ફ્રાન્સિસકો/સાન મેટીઓ ખાતે ઓકયુપન્સીમાં ઝડપી ઘટાડો જોવા મળ્યું છે. 2019ના સ્તરની સરખામણીએ તેમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જે 56.9 ટકાથી ઘટીને 36.8 ટકા રહ્યું છે. માયામીમાં 2019 પછી સૌથી વધુ એડીઆરમાં વધારો જોવા મળ્યો છે, જે 24.1 ટકાના વધારા સાથે 185.00 ડોલર રહ્યું. સૌથીવધુ રેવપાર સાનફ્રાન્સિસકો/સાન મેટીઓમાં જોવા મળ્યો. જે 55.2 ટકા ઘટીને 96.42 ડોલર રહ્યું અને ન્યુયોર્ક સિટીમાં 39.9 ટકા ઘટીને 122.06 ડોલર રહ્યું.