એસટીઆરઃ ગ્રુપ ટ્રાવેલ માંગમાં સપ્ટેમ્બર 25ના રોજ સમાપ્ત થયેલા સપ્તાહ સુધી વધારો રહ્યો

યુ.એસ. હોટેલ્સના નફામાં ઓગસ્ટ દરમિયાન નફો નીચે રહ્યો કારણ કે સમર ટ્રાવેલ સીઝન પણ પૂરી થઇ છે

0
665
25 સપ્ટમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહના અંત સુધી ઓક્યુપન્સી તેના અગાઉના સમયની સરખામણીએ 63.2 ટકા રહી હતી અને તેમાં 2019ની સરખામણીએ 11 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે તેમ એસટીઆરનું માનવું છે. એડીઆર 133.69 ડોલર અગાઉના 131.04 ડોલરની સરખામણીએ રહ્યું હતું અને રેવપારમાં સાપ્તાહિક ધોરણે વધારો 82.50 ડોલરથી વધીને 84.54 ડોલરે પહોંચ્યું હતું

યુ.એસ. હોટેલ્સની ગ્રોસ ઓપરેટિંગ પ્રોફિટનું પ્રમાણ ઓગસ્ટ મહિનામાં 2019ની સરખામણીએ ઘટીને 111 ટકા રહ્યું હતું, જે જુલાઇમાં 94 ટકા રહ્યું હતું. ઓગસ્ટનો ગોપાર 49.31 ડોલર અને ટ્રેવપાર 146.22 ડોલર રહ્યું હતું.

અમેરિકાની હોટેલોવાળાઓને ત્યાં ગ્રુપ ટ્રાવેલ બીઝનેસ વધ્યો છે જે સપ્ટેમ્બરના છેલ્લાં સપ્તાહ દરમિયાન 1.3 મિલિયનની આસપાસ રહ્યું હતું તેમ એસટીઆર દ્વારા જણાવાયું હતું. મહામારી શરૂ થયાના પછીના સમયમાં તે પહેલી વખત આ વધારો રહ્યો હતો.

રિપોર્ટમાં જણાવાયું છે કે ગ્રુપ એડીઆર ફેબ્રુઆરી 2020થી પહેલી વખત 200 ડોલર સુધી પહોંચ્યું હતું.

ઓક્યુપન્સી હજુ પણ સમાન સ્તરે 63.2 ટકાના સ્તરે રહી હતી, તેમ 25 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહના અંતના આંકડા દર્શાવે છે. જો કે 2019ની સરખામણીએ તેમાં ઘટાડો થયો છે. એડીઆર 133.69 ડોલર રહ્યું હતું જે સાપ્તાહિક 131.04 ડોલરના સ્તરે રહ્યું હતું. રેવપારમાં વધારો જોવા મળ્યો છે. જે સાપ્તાહિક ધોરણે 84.54 ડોલર રહ્યું હતું. 2019ની સરખામણીએ તેમાં 12.8 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

નોરફોલ્ક-વર્જિનિયા બીચ આ સમયગાળામાં મોખરાના 25 માર્કેટમાં રહ્યું હતું અને 2019 પછી તેમાં પહેલી વખત ઓક્યુપન્સી વધી હતી. તેમાં 0.1 ટકાથી વધીને 63.9 ટકા રહ્યું હતું. રેવપારમાં વધારો જોવા મળ્યો છે જે 17.8 ટકાથી વધીને 74.71 ટકાએ પહોંચ્યું હતું. માયામી માર્કેટ દ્વારા પણ નવા એડીઆરમાં સારો દેખાવ 2019ની સરખામણીએ રહ્યું હતું.

સાન ફ્રાન્સિસકો-સાન મેટીઓ, કેલિફોર્નિયા માર્કેટમાં પણ ઓક્યુપન્સીમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યા છે. જે 2019ની સરખામણીએ જોવા મળ્યા છે. તેમાં 51.3 ટકાથી 44 ટકા સુધીનો સ્તર છે.

સાન ફ્રાન્સિસકો-સાન મેટીઓ માર્કેટના રેવપારમાં પણ નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું છે. જેમાં ઘટાડો થયો છે અને તે 89.58 ડોલર રહ્યું અને વોશિંગ્ટન ડીસી ખાતે પણ 45.2 ટકાનો ઘટાડો 79.12 ડોલરે રહ્યું હતું.

નફામાં નોંધપાત્ર ઘટાડો

યુ.એસ. હોટેલ્સના ગ્રોસ ઓપરેટિંગ પ્રોફિટમાં ઓગસ્ટમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે તેમ રિપોર્ટમાં જણાવાયું છે. માસિક પીએન્ડએલ ડેટાના આધારે એસટીઆરના અહેવાલમાં તે અંગે જણાવવામાં આવ્યું છે.

સંભવિત જીઓપી 2019ની સરખામણીએ 111 ટકાની સ્તરે જુલાઈમાં રહ્યું હતું અને ઓગસ્ટમાં તેનું પ્રમાણ 94 ટકાએ પહોંચી ગયું હતું. ફક્ત મહત્વપૂર્ણ એવું પ્રોફિટિબિલિટી મેટ્રીકમાં વધારો જોવા મળ્યો હતો જે માસિક ધોરણે રહ્યું હતું.

ઓગસ્ટનો ગોપાર 49.31 ડોલર રહ્યું અને ટ્રેવપાર 146.22 ડોલર રહ્યું હતું. મહિનાનો ઇબીઆઈટીડીએ પાર 32.13 ડોલર અને એલપાર (લેબરકોસ્ટ) 47.99 ડોલરે રહ્યું હોવાનું એસટીઆર દ્વારા જણાવાયું હતું.

આ અંગે એસટીઆરના આસિસટન્ટ ડિરેક્ટર ઓફ ફાયનાન્શિયલ પરફોર્મન્સ રેક્યુઅલ ઓર્ટિઝ કહે છે કે નફાનું નીચું પ્રમાણ ચોંકાવનારું છે અને તે મહિનાની કામગીરીનો નીચો દેખાવ દર્શાવે છે.

તેણીનું માનવું છે કે તાજેતરના સમયમાં મહામારીન કારણે હોટેલ્સના દેખાવમાં તથા કામગીરીમાં ખૂબ નોંધપાત્ર ફેરફાર આવ્યા છે. તેને કારણે કામગીરી તથા દેખાવને અસર પહોંચી છે. નફાકારતા સહિતના પ્રમાણમાં પણ મહત્વપૂર્ણ બદલાવ જોવામાં આવી રહ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

હોટેલના રેવપાર, ગોપાર સહિત ઓકયુપન્સનીમાં પણ ફેરફાર જોવા મળ્યા છે. નફાકારતામાં પણ બદલાવ સહિતની અસર જોવા મળી રહી છે.