સ્ટોનહિલ પેસ દ્વારા સી-પેસ લોન્સમાં 12 મહિનામાં 150 મિલિયન ડોલર પૂર્ણ કરાયા

પીચટ્રી હોટેલ ગ્રુપ સબસિડીયરીમાં રકમનું પ્રમાણ ગત વર્ષ કરતાં બમણું થયું

0
601
કોમર્શિયલ રિયલ એસ્ટેટ લેન્ડર સ્ટોનહિલની પેટાકંપની સ્ટોનહિલ દ્વારા અંદાજે 150 મિલિયન ડોલર કોમર્શિયલ પ્રોપર્ટી એસેસ્ડ ક્લિન એનર્જી (સી-પેસ) લોન ક્ષેત્રે છેલ્લાં 12 મહિનામાં પૂર્ણ કરવામાં આવ્યા છે. સી-પેસ દ્વારા કોમર્શિયલ પ્રોપર્ટી માલિકોને એનર્જી એફિસિયન્સી ક્ષેત્રે તથા રીન્યુએબલ એનર્જી અંગે ભંડોળ પૂરું પાડવાનું શરૂ કરાયું છે.

સ્ટોનહિલ પેસ એ સ્ટોનહિલ કંપનીની પેટાકંપની છે, તે પોતાની રીતની એટલાન્ટા ખાતેની પીચટ્રી હોટેલ ગ્રુપની પેટાકંપની છે, જેનું સંચાલન જતિન દેસાઈ અને મિતુલ પટેલના વડપણ હેઠળ થઇ રહ્યું છે. જેઓ સ્ટોનહિલ અને સ્ટોનહિલ પેસમાં મુખ્ય છે, તથા સ્ટોનહિલ ઇન્વેસ્ટમેન્ટ કમિટીના સભ્ય પણ છે.

આ અંગે સ્ટોનહિલ પેસના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને વડા જેર્ડ સચ્લોસરે કહ્યું હતું કે અમે કોમર્શિયલ પ્રોપર્ટી ક્ષેત્રે ક્લિન એનર્જીમાં કામગીરી બમણી કરવામાં આવી છે. જેનું પ્રમાણ વધીને 300 મિલિયન ડોલર જેટલું થયું છે. હોસ્પિટાલિટી ક્ષેત્રે અમારી કામગીરીની નોંધ લેવામાં આવી છે.

કુલ 18 ટ્રાન્ઝેક્શનમાંથી આઠ સોદા ગત વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યા છે, જે મલ્ટીફેમિલી અને સિનિયર હાઉસિંગ ક્ષેત્રે છે. સાત હોટેલ છે અને એક ઇન્ડસ્ટ્રીયલ છે. સ્ટોનહિલ પેસ દ્વારા 10.6 મિલિયન ડોલરની લોન વોશિંગ્ટન ડીસીમાં હાઇરાઇઝ ક્ષેત્રે સી-પેસના વપરાશ માટે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.

અન્ય સોદામાં 13.8 મિલિયન ડોલરની લોન કેલિફોર્નિયાના ઈએલકે ગ્રૂવમાં આવેલા લગુના રિજ એપાર્ટમેન્ટમાં મેસા માટે ફાળવાઈ છે.

સી-પેસ દ્વારા કોમર્શિયલ પ્રોપર્ટી માલિકોને ઓછા ખર્ચે, લાંબા ગાળાનું ભંડોળ એનર્જી એફિસિયન્સી અને રીન્યુએબલ એનર્જી અપગ્રેડ ટુ કોમર્શિયલ બિલ્ડિંગ માટે આર્થિક સહાય મેળવવા માટે કરવામાં આવે છે. જે માલિકોની પ્રોપર્ટીના ટેક્સમાં સરચાર્જ તરીકે 30 વર્ષના ગાળા માટે રીપેઇડ કરી શકાય છે.

ગત વર્ષે સ્ટોનહિલ દ્વારા ટીપીઆઈ હોસ્પિટાલિટીને 104 મિલિયન ડોલરની કન્સ્ટ્રક્શન લોન આપવામાં આવી હતી. જે તેના ફોર્ટ માયર્સ બીચ, ફ્લોરિડા ખાતે આવેલા 254 રૂમવાળા માર્ગરિટાવિલે વિલે માટે હતી. સ્ટોનહિલ દ્વારા તાજેતરમાં ફ્લોરિડાના ટામ્પામાં આવેલા 167 રૂમવાળા મેરિયટ સ્પ્રિંગહિલ સ્યુટ્સ માટે પણ 28 મિલિયન ડોલરનું ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.