નવી હોલિડે ઇન એક્સપ્રેસનું સંચાલન કરવા માટે શિવમ સોહનનો HE સાથે કોન્ટ્રાક્ટ

એરપોર્ટ, એફએલ નજીક ફોર્ટમેયર્સની જોડે ૨૦૨૧ના પ્રારંભમાં શરૂ થવાની છે હોટેલ

0
911

ફ્લોરિડામાં ૨૦૨૧ના પ્રારંભમાં ૧૦૧ રૂમની હોલિડે ઇન એક્સપ્રેસ એન્ડ સ્યુટ્સ ફોર્ટ મેયર્સ એરપોર્ટ હોટેલ શરૂ થશે. હોટેલના માલિક શિવમ સોહમ એલએલસી છે, તેના મુખ્ય કર્તાધર્તા તરૂણપટેલ છે. તેમણે નવી પ્રોપર્ટીનું સંચાલન કરવા હોટેલ ઇક્વિટીઝને કોન્ટ્રાક્ટ આપ્યો છે

તરુણ પટેલની આગેવાની હેઠળની ડેવલપમેન્ટ કંપની શિવમ સોહમ એલએલસીએ હોટેલ ઇક્વિટીઝ સાથે ફ્લોરિડામાં ફોર્ટ મેયર્સમાં ખુલેલી નવી હોલિડેઇન એક્સપ્રેસ એન્ડ સ્યુટ્સ ફોર્ટ મેયર્સ એરપોર્ટ હોટેલનું સંચાલન કરવાનો કોન્ટ્રાક્ટ કર્યો છે. ૧૦૧ રૂમની આ હોટેલ ૨૦૨૧ના પ્રારંભમાં ખુલશે.

સાઉથવેસ્ટ ફ્લોરિડા ઇન્ટરનેસનલ એરપોર્ટની સાથે નવી હોટેલની જોડેના આકર્ષણોમાં જેટબ્લુ પાર્ક, બોસ્ટનરેડ સોક્સ સ્પ્રિંગ ટ્રેનિંગ ફેસિલિટી અને સેન્ચુરીલિંક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મિન્નેસોટા ટ્વીન્સ સ્પ્રિંગ ટ્રેનિંગ ફેસિલિટીની સાથે ફોર્ટ મેયર્સના બીચ છે. આઉપરાંત નજીકમાં જ રોકસ્ટાર હાર્લે ડેવિડસન, લીજેન્ડ્સ ગોલ્ફ એન્ડકન્ટ્રી ક્લબ છે તથા ઓલ્ડી હિકોરી ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ છે.

શિવમ સોહમના પટેલે જણાવ્યું હતું કે હોટેલને હોટેલ ઇક્વિટીઝ સાથેની ભાગીદારીનો ફાયદો થશે. હોટેલ ઇક્વિટીઝ ગ્રાહકોમાં જાણીતી છે અને આ ક્ષેત્રોમાં તે સારી બ્રાન્ડ પ્રતિષ્ઠા ધરાવે છે.

હોટેલની સગવડોમાં સ્વિમિંગ પુલ અને બોર્ડ રૂમનો સમાવેશ થાય છે. હોટેલનું ડિઝાઇનમાં સલામતી અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. હોટેલ્સમાં ચેક-ઇનમાં કોન્ટેક્ટ ઘટાડવા, ટચલેસ ટ્રાન્ઝેક્શન્સ, સેનિટાઇઝિંગ સ્ટેશન્સ અને નિયમિત ડીપ ક્લિનિંગ હાઇ ટચ સરફેસીસ અને હાઇ-ટ્રાફિક વિસ્તારો પર વિશેષ ધ્યાન આપીને ડિઝાઇન કરવામાં આવી છે.

હોટેલ ઇક્વિટીઝના ચીફ ડેવલપમેન્ટ ઓફિસર જો રીયરડોને જણાવ્યું હતું કે અમે આ ક્ષેત્રમાં અમારી વૃદ્ધિથી ખુશ છીએ અને આ જબરજસ્ત ઓનરશિપ જૂથ જોડે ભાગીદાર બનવાનો અમને આનંદ છે. અમે અમારા નવા માલિકોને અપવાદરૂપ કહી શકાય તેવી સર્વિસ પૂરી પાડવા પર ધ્યાન આપીશું અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કામગીરીનીસાથે સલામતીના પાસાનું ધ્યાન રાખીતેમના વિશ્વાસને સાર્થક કરીશું.

સપ્ટેમ્બરમાં એટલાન્ટા સ્થિત હોટેલ ઇક્વિટીઝે વિટનેસ ગ્રુપ સાથે તેના પોર્ટફોલિયોની ૩૬ હોટેલના સંચાલન માટે કોન્ટ્રાક્ટ કર્યો હતો. કોલમ્બસ, ઓહિયો સ્થિત ટીડબલ્યુજી ૨૦૧૬માં રચાઈ હતી, એલાયન્સ હોસ્પિટાલિટી અને કેબી હોટેલ ગ્રુપના મર્જરના પગલે તે કંપની રચાઈ હતી અને ઓમ પટેલ તેના સીઇઓ હતા, એમ તે સમયના એશિયન હોસ્પિટાલિટીના લેખમાં જણાવાયું હતું. કેબી હોટેલ જૂથ મેનેજમેન્ટ કંપની છે, જ્યારે એલાયન્સ ડેવલપમેન્ટનું કામ કરતી હતી.