રિપોર્ટઃ 2019ની સરખામણીએ આ વર્ષે બીઝનેસ ટ્રાવેલ રેવન્યુ 20 બિલિયન ડોલર ઘટ્યું

અર્બન માર્કેટ કે જેમાં ઇવેન્ટ અને ગ્રુપ મીટીંગ્સ સામેલ છે તે સહિતના કાર્યક્રમોને મહામારીની ગંભીર અસર પહોંચી છે

0
629
ધી અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન તથા કાલિબરી લેબ્સ દ્વારા એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે અમેરિકાની હોટેલના બીઝનેસ ટ્રાવેલ રેવન્યુમાં આ વર્ષે 20 બિલિયન ડોલરનો ઘટાડો નોંધાયો છે, જે 2019ની સરખામણીએ 23 ટકાનો ઘટાડો સૂચવે છે.

અમેરિકાની હોટલોના બીઝનેસ ટ્રાવેલ રેવન્યુમાં આ વર્ષે અંદાજે 20 બિલિયન ડોલર કરતાં વધારેનો ઘટાડો નોંધાયો છે, જે 2019ની સરખામણીએ 23 ટકાનો ઘટાડો દર્શાવે છે, તેમ ધી અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન તથા કાલિબરી લેબ્સ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે 2020 અને 2021 દરમિયાન અમેરિકાની હોટલોને અંદાજે બંને વર્ષ દરમિયાન બીઝનેસ ટ્રાવેલ રેવન્યુમાં 108 બિલિયન ડોલરનું નુકસાન પહોંચ્યું છે.

રિપોર્ટ જણાવે છે કે બીઝનેસ ટ્રાવેલ રેવન્યુ એ હોટેલ ઇન્ડસ્ટ્રીના નફાનો સૌથી મોટો સ્રોત છે અને તેમાં સુધારો થવામાં લાંબો સમય લાગી શકે તેમ છે. જોકે, લેઇઝર ટ્રાવેલમાં મહામારી અગાઉના સ્તરની કામગીરીમાં સુધારો નોંધાયો છે.

આ અંગે આહલાના પ્રેસિડેન્ટ અને સીઈઓ ચીપ રોજર્સે કહ્યું હતું કે કોવિડ-19 સંક્રમણના કેસ હવે ઘટી રહ્યાં છે અને સીડીસી દ્વારા માર્ગદર્શિકામાં પણ હળવાશ આપવામાં આવી રહી છે ત્યારે મોટાભાગના હોટેલવાળા અગાઉના વર્ષોમાં થયેલા નુકસાનમાંથી માંડ માંડ બેઠા થઇ રહ્યાં છે. સૌથી સારી બાબત એ છે કે બે વર્ષ સુધી ઓનલાઇન કામ કર્યા પછી મોટાભાગના લોકોને લાગે છે કે વાસ્તવમાં પ્રત્યક્ષ અને રૂબરૂ મળીને જ કામ અસરકારક રીતે કરી શકાય તેમ છે.

રિપોર્ટ અનુસાર, અર્બન માર્કેટોમાં મહામારીને કારણે ઇવેન્ટ અને ગ્રુપ મીટીંગ્સ સહિતના કાર્યક્રમોના આયોજન અટવાઇ જવાને કારણે આવકને ભારે અસર પહોંચી છે.

સાન ફ્રાન્સિસકો, ન્યુયોર્ક, વોશિંગ્ટન, સાન જોઇસ, શિકાગો, બોસ્ટન, ઓકલેન્ડ, સીએટલ, મીનેપોલીસ અને ફિલાડેલ્ફિયા એ વર્ષના આખર સુધીમાં સૌથી સારી કામગીરી કરનારા ટોપ ટેન માર્કેટમાં સામેલ છે.

આહલાનો રિપોર્ટ જણાવે છે કે બીઝનેસ ટ્રાવેલ રેવન્યુમાં સૌથી વધુ નુકસાન વ્યોમિંગ અને ડિસ્ટ્રિક્ટ ઓફ કોલમ્બિયાનની સાથે ન્યુયોર્ક, માસાચ્યુએટ્સ, ઇલિનોઇસ, ન્યુજર્સી, કેલિફોર્નિયા, મેરીલેન્ડ, મિનેસોટા અને વોશિંગ્ટનનો સમાવેશ થાય છે.

તાજેતરમાં યુએસટીએ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે અમેરિકામાં 84 ટકા બીઝનેસ ટ્રાવેલર્સ  કમસે કમ એકાદ કોન્ફરન્સ, કન્વેન્શન અથવા ટ્રેડ શોમાં આવનારા છ મહિનામાં રૂબરૂ ભાગ લેવા ઇચ્છે છે.