યુક્રેનની મદદ માટે ઓયો અને વિન્ધમ દ્વારા પ્રોજેક્ટની જાહેરાત

ઓયો દ્વારા શરણાર્થીઓને વિનામૂલ્યે રહેવાની સુવિધા અને વિન્ધમ દ્વારા આર્થિક સહાય

0
570
યુદ્ધગ્રસ્ત યુક્રેનના શરણાર્થીઓ માટે ઓયો રૂમ્સ દ્વારા વિનામૂલ્યે રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે અને ફન્ડરેઇઝર કેમ્પેઇન પણ જાહેર કરાયુંછે. વિન્ધમ હોટેલ્સ એન્ડ રિસોર્ટસ દ્વારા યુદ્ધગ્રસ્ત યુક્રેનના બાળકો માટે 100,000 ડોલરના દાનની જાહેરાત કરવામાં આવી હતી.

હોસ્પિટાલિટી ફર્મ ઓયો રૂમ્સ અને વિન્ધમ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ દ્વારા તાજેતરમાં યુદ્ધગ્રસ્ત યુક્રેનને મદદ માટે સંયુક્ત પ્રયાસ કરાયો છે. ઓયો દ્વારા યુદ્ધગ્રસ્ત દેશમાંથી આવનારા શરણાર્થીઓ માટે વિનામૂલ્યે રહેવાની સુવિધા પૂરી પાડવાનો નિર્ણય લેવાયો છે તો વિન્ધમ દ્વારા યુદ્ધ પીડિત બાળકો માટે આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી હતી.

ઓયો દ્વારા બેલવિલાના 600 કરતા વધુ પરિવારો માટે પોલેન્ડમાં પોતાના હોલિડે હોમ્સ ખુલ્લા મુકવામાં આવ્યા હોવાનું એક નિવેદનમાં જણાવ્યું છે.

ઓયો દ્વારા જણાવાયું હતું કે શરણાર્થીઓ આ સ્થળે કોઇપણ ચૂકવણું કર્યા વગર મફતમાં રહી શકશે અમારી સાથે જોડાયેલા ઘરમાલિકો સ્વૈચ્છિકપણે આ શરણાર્થીઓને રાખશે.

તેના દ્વારા આ પ્રકારે મદદ માટે આગળ આવનારા ઘર માલિકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે ફન્ડ રેઇજર કેમ્પેઇન પણ લોન્ચ કરવામાં આવી છે. આ ઘર માલિકો શરણાર્થીઓને નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનની મદદથી સહાયરૂપ બનશે.

આ અંગે ઓયોના ફાઉન્ડર અને ગ્રુપ સીઈ રિતેષ અગ્રવાલે કહ્યું હતું કે અમે અમારા ઘરમાલિકોથી ખૂબ પ્રેરણાત્મક થયા છીએ કે જેમણે આવી જરૂરિયાતના સમયે પોતાના ઘર ખુલ્લા મુક્યા છે. અમે તેમને દરેક રીતે મદદરૂપ થઇશું. અમે શરણાર્થીઓને મદદરૂપ થવા માટે યુરોપમાં દરેક સ્તરે કામ કરી રહ્યાં છીએ. આવા કપરા સમયે સેવાભાવી સંસ્થાઓને પણ આગળ આવવા માટે અમે આહવાહન કરીએ છીએ.

દરમિયાન, વિન્ધમ દ્વારા માનવતાના ધોરણે યુદ્ધગ્રસ્ત યુક્રેનના પીડિત બાળકોને મદદરૂપ થવા માટે 100,000 ડોલરનું દાન જાહેર કરવામાં આવ્યું છે તેમ એક નિવેદનમાં જણાવાયું છે.

ડોનેશન માટે વિન્ધમ રીવોર્ડ્સ પોઇન્ટની રચના કરવામાં આવી છે જેના થકી યુક્રેન ક્રાઇસિસ રિલિફ ફન્ડમાં દાન આપીને યુદ્ધ પીડિત બાળકોને મદદ કરી શકાય.

ફર્મ દ્વારા વિન્ધમ ગ્લોબલ વર્કપ્લેસની રચના કરવામાં આવી છે. જેના શકી તેની ફ્રેન્ચાઇઝી અને ટીમ મેમ્બર્સ બાળકો માટેના આ રાહત ભંડોળમાં દાન આપી શકે છે.

માર્ચમાં મેરિયટ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ તથા હયાત હોટેલ્સ કોર્પો. દ્વારા યુક્રેન પર હુમલો કરનારા રશિયામાં પોતાની કામગીરી બંધ કરવાની જાહેરાત કરાઈ હતી.