નવી તકો માટે નોબલ અને હોસ્ટ હોટેલ્સ દ્વારા ભાગીદારી

નોબલ દ્વારા ઓપરેશનલ માટેની તથા હોસ્ટ દ્વારા નવા નોબલ ઇવેસ્ટમેન્ટ વ્હિકલ માટે 150 મિલિયન ડોલરનું રોકાણ કરશે

0
716
નોબલ ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપ અને હોસ્ટ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ સાથે ભાગીદારી સધાઈ છે. નોબલ ગ્રુપની ઓપરેશનલ ક્ષમતા અને કૌશલ્ય તથા હોસ્ટના સ્કેલ, માર્કેટિંગ ઇનસાઇટ્સ, ડેટા એનાલિટિક્સ અને બહોળા સંસાધનોનો લાભ આ સંયુક્ત ભાગીદારીને મળશે.

રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ફર્મ નોબલ ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપ દ્વારા હોસ્ટ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ સાથે ભાગીદારી કરવામાં આવી છે. ટ્રાવેલ, લેઇઝર અને હોસ્પિટાલિટી તકોને ઝડપવા માટે આ સંયુક્ત ભાગીદારી પહેલ કરાઈ હોવાનું નિવેદનમાં જણાવાયું છે.  પહેલના ભાગરૂપે હોસ્ટ દ્વારા 150 મિલિયન ડોલરનું રોકાણ લિમિટેડ પાર્ટનર તરીકે હાલના કાર્યરત નોબલ ઇન્વેસ્ટમેન્ટ વ્હિકલમાં કરવામાં આવશે અને હોસ્ટની ચેનલ દ્વારા સિલેક્ટ સર્વિસ અને એક્સટેન્ડેન્ટ-સ્ટે હોટેલ તકોને સ્રોતોના માધ્યમથી મજબૂત કરાશે.

હોસ્ટ નોબલના ફી-બેઝ્ડ એસેટ મેનેજમેન્ટ બિઝનેસમાં પણ માઇનોરિટી ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનર તરીકે કામ કરશે, તેમ નોબલની પ્રેસ રિલીઝ જણાવે છે.

નોબલના સીઈઓ મિત શાહે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે જેમ કે અમે અમારા સંસ્થાકીય મૂડીરોકાણ વ્યવસ્થાપન મંચને વિસ્તારી રહ્યા છીએ, અમારી આ વ્યૂહાત્મક ભાગીદારીને કારણે નોબલની ડેવલપમેન્ટ, સોર્સ અને ટ્રાવેવ, લેઇઝર તથા હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી પહેલને આગળ વધારવા માટેની કૌશલ્ય ક્ષમતામાં વધારો કરાશે.

નિવેદન અનુસાર, ભાગીદારીને કારણે નોબલની ઓપરેશનલ નિપુણતા અને ડેવલપમેન્ટ કૌશલ્ય તથા હોસ્ટના સ્કેલ, માર્કેટ ઇનસાઇટ, ડેટા એનાલિટિક્સ અને બહોળા સંસાધનોનો એકબીજાને લાભ આ ભાગીદારીથી મળી રહેશે.

આ ભાગીદારી અંગે હોસ્ટના પ્રેસિડેન્ટ અને સીઈઓ જેમ્સ રીસોલીઓએ જણાવ્યું હતું કે નોબલ સાથે ઇન્વેસ્ટ કરતા અમે ખૂબ ઉત્સાહી છીએ, જે અગ્રણી પ્રાઇવેટ હોસ્પિટાલિટી ઇન્વેસ્ટમેન્ટ મેનેજર છે. ઉપરાંત, છેલ્લાં ત્રણ દશકાથી તેઓ સફળ સંચાલન કરી રહ્યાં છે, તેમના હાલના સિલેક્ટ-સર્વિસ અને એક્સટેન્ડેન્ટ-સ્ટે હોટેલ ઇન્વેસ્ટમેન્ટ તકો માટે સોર્સનો લાભ મળી શકશે.

1993માં રચાયેલા નોબલની ટીમ અમેરિકાના અપસ્કેલ લોજિંગ સેક્ટરમાં નિપુણતા ધરાવે છે. તેના દ્વારા કોમ્યુનિટીમાં દેશવ્યાપી અંદાજે પાંચ બિલિયન ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે અને જાન્યુઆરીમાં કંપનીએ વોશિંગ્ટન ડી.સી. નજીક આર્લિન્ટન પાસેની બે હોટેલ અને અન્ય બે હોટેલ જ્યોર્જિયાના સાવન્નાહ ખાતે હસ્તગત કરાઈ છે.