મેરિયટ અને આઈએચજીએ ઇક્યુઆલિટી ઇન્ડેક્સમાં પરફેક્ટ સ્કોર હાંસલ કર્યો

કોર્પોરેટ ઈક્યુઆલિટી ઈન્ડેક્સ કંપનીઓને ચાર સ્તંભના આધારે માપદંડ હેઠળ મૂલ્યાંકન કરી મૂલવે છે

0
663
મેરિયટ ઈન્ટરનેશનલ અને આઈએચજી હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ દ્વારા હ્યુમન રાઇટ્સ કેમ્પેઇન ફાઉન્ડેશનના 2022 કોર્પોરેટ ઇક્યુઆલિટીમાં 100 સ્કોર હાંસલ કર્યો છે. આ રેન્કિંગ કંપનીના કાર્યસ્થળ અને વૈવિધ્યના આધારે, સમાનતા તથા ઇન્ક્લુઝન પ્રોગ્રામ્સના આધારે મળે છે.

મેરિયટ ઇન્ટરનેશનલ અને આઈએચજી હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સને હ્યુમન રાઇટ્સ કેમ્પેઇન ફાઉન્ડેશનના 2022 કોર્પોરેટ ઇક્યુઆલિટી ઇન્ડેક્સમાં 100 સ્કોર હાંસલ કર્યો છે. સીઈઆઈએ બેન્ચમાર્ક સર્વે છે અને કોર્પોરેટ પોલિસીસ અને પ્રેક્ટિસ કે જે અમેરિકામાં એલજીબીટીક્યુ વર્કપ્લેસ ઇક્યુઆલિટી સહિતના માપદંડના આધારે સૂચકાંક નક્કી કરે છે.

આ ઇન્ડેક્સ કંપનીઓને ચાર સ્તંભના માપદંડના આધારે મૂલવીને તે અનુસાર ક્રમ આપે છે. જેમાં વ્યવસાયિક સંસ્થાઓમાં ભેદભાવ વગરની નીતિ, એલજીબીટીક્યુ કામદારો તથા તેમના પરિવારો માટે સમાન હક્ક અને તથા સાંસ્કૃતિક અને કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલીટી સહિતની બાબતોનો સમાવેશ થાય છે.

મેરિયટ દ્વારા સળંગ નવા વર્ષે આ પ્રકારનો પરફેક્ટ સ્કોર ઇન્ડેક્સ માટે હાંસલ કરવામાં આવ્યો છે. આ વર્ષે ઇન્ડેક્સમાં અમેરિકા ખાતેની 1200 કંપનીઓ તથા મેક્સિકો ખાતે આવેલી 242 કંપનીઓનો સમાવેશ કરાયો છે.

મેરિયટના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર ટીવાય બ્રેલાન્ડ દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું કે મેરિયટ ઇન્ટરનેશનલ 90 વર્ષ કરતા વધારે લાંબા સમયનો સમાવેશ અને સંબંધની સંસ્કૃતિને ઉત્તેજન આપવાનો ઇતિહાસ ધરાવે છે.

મેરિયટ દ્વારા કામના સ્થળે ભેદભાવ વગર સમાનતાના ધોરણે વૈવિધ્યપૂર્ણ વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. કંપની દ્વારા માનવ તસ્કરીને અટકાવવા માટે એક ખાસ તાલીમશાળા હેઠળ કર્મચારીઓને તૈયાર કરવામાં આવે છે. જેથી 2025 સુધી હોટેલોમાં થતી માનવ તસ્કરીને ઓળખીને તેને અટકાવવા માટે કર્મચારીઓને તૈયાર કરી શકાય.

આઈએચજી દ્વારા સળંગ આઠમા વર્ષે અમેરિકામાં આ ઈન્ડેક્સમાં ઉચ્ચ સ્કોર હાંસલ કરવામાં આવ્યો છે, તેમ કંપની દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. જોકે મેક્સિકોમાં તેના કાર્ય સંચાલન બદલ પહેલી વખત આ સ્કોર હાંસલ કરવામાં આવ્યો છે.

આઈએચજીના અમેરિકા માટેના સીઈઓ એલી માલાઉફ દ્વારા પણ આ સ્કોર હાંસલ કરવા બદલ કંપનીની કાર્યરીતી તથા કામના સ્થળે પૂરી પાડવામાં આવતી સમાનતા સહિતના વાતાવરણ અંગે જણાવ્યું હતું.

આઈએચજીની સમાવેશની પહેલમાં આ બાબતોનો સમાવેશ થાય છેઃ

  • કંપની દ્વારા તેના પ્રથમ ગ્લોબલ ઇનક્લુઝન વીકની જાહેરાત ગત નવેમ્બરમાં કરવામાં આવી, જેમાં વૈવિધ્ય-કેન્દ્રિત વર્ચ્યુઅલ ઇવેન્ટ સામેલ હતી. જેમાં લીડર અને કલીગ્સને તેમના માલિકો તરફથી રિસોર્સ ગ્રુપ સાથે સાંકળવામાં આવ્યા હતા. તેમણે કિનોટ અને પેનલ ડિક્સશનના આધારે ઘણી બાબતો જાણવા અને શીખવા મળી.
  • આઈએચજી દ્વારા ગ્લોબલ પ્રાઇડ મન્થ પેનલ ડિસ્કશન બ્રિન્ગિંગ યોર ફિલ સેલ્ફ ટુ વર્ક વિષય પર યોજવામાં આવી હતી. આઈએચજી દ્વારા એલજીબીટીક્યુપ્લસ વાર્તાલાપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કર્મચારીઓને સંલગ્ન બાબતોનો સમાવેસ થાય છે.
  • 2021માં, આઈએચજી દ્વારા તેની મેક્સિકોમાં આવેલી પ્રોપર્ટી, લેટિન અમેરિકા અને કેરેબિયન સહિતના સ્થળોએ અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એલજીબીટીક્યુપ્લસ સહિતનો સમાવેશ થાય છે.

હ્યુમન રાઇટ્સ કેમ્પેઇન સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ઓફ પ્રોગ્રામ્સ, રિસર્ચ એન્ડ ટ્રેનિંગ જેરી બ્રાઉને કહ્યું હતું કે જ્યારે હ્યુમન રાઇટ્સ કેમ્પેઇન ફાઉન્ડેશનની રચના કોર્પોરેટ ઇક્યુઆલિટી ઇન્ડેક્સ માટે 20 વર્ષ અગાઉ રચના કરવામાં આવી હતી. તે સમયે અમે સપનું જોયું હતું કે એલજીબીટીક્યુપ્લસ કામદારો-ફેક્ટરી સ્થળેથી લઇને કોર્પોરેટ હેડક્વાર્ટસ- મોટા શહેરો અને નાના શહેરોમાં- કામના સ્થળે સમાનતાનું ધોરણ સચવાય અને ભેદભાવ ના થાય તે સહિતના વિચારોને આધારે રચના કરાઈ હતી.