એલઈ રીપોર્ટઃ યુએસમાં ક્વોર્ટર ત્રણમાં હોટેલ બાંધકામ પ્રવૃત્તિમાં ઘટાડો

ડેવલોપર્સ સજાગ રહેતા ઘણાં પ્રોજેક્ટ શરુ પણ થયા

0
850
વૈશ્વિક મહામારી કોરોના વાઇરસની અસર અમેરિકામાં પણ થઇ છે અને પ્રવાસન ક્ષેત્રે માંગ ઘટતા યુએસમાં હોટેલ બાંધકામ પ્રવૃત્તિઓ પર તેની અસર જોવા મળી રહી હોવાનો અહેવાલ લોજીંગ ઇકોનોમેટ્રીક્સ દ્વારા આપવામાં આવ્યો છે. જે દર્શાવે છે કે ત્રીજા ત્રિમાસિક ગાળામાં યુએસ હોટેલ બાંધકામમાં પ્રોજેક્ટ મુજબ સાત ટકા અને રૂમની ઉપલબ્ધતા મુજબ છ ટકાનો ઘટાડો નોંધાયો છે

અમેરિકાની જાણીતી ગ્લોબલ હોટેલ ઇન્ટેલિજન્સ ફર્મ એલઈ દ્વારા એવું તારણ જાહેર કરવામાં આવ્યું છે કે આ વર્ષે ત્રીજા ત્રિમાસિક ગાળામાં અમેરિકામાં હોટેલ બાંધકામ ક્ષેત્રે ઘટાડો નોંધાયો છે.

જાણીતી પેઢી લોજીંગ ઇકોનોમેટ્રિક્સ દ્વારા જણાવ્યા પ્રમાણે અમેરિકામાં 5282 હોટેલ પ્રોજેક્ટ બાંધકામ હેઠળ છે. જેમાં 655026 રૂમનો સમાવેશ થાય છે. જોકે, ગયા વર્ષની આ જ સમયગાળાની સરખામણીએ પ્રોજેક્ટ વાઇઝ સાત ટકાનો રૂમવાઇઝ છ ટકાનો ઘટાડો નોંધાયો છે.

અહેવાલ અનુસાર હાલમાં 1610 પ્રોજેક્ટ 216136 રૂમ સાથે બાંધકામ હેઠળ છે. જે પ્રોજેક્ટ મુજબ સાત ટકા અને રૂમ મુજબ આઠ ટકાનો ઘટાડો સૂચવે છે. તેની સરખામણી ગયા વર્ષ સાથે કરવામાં આવી છે.

ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન યુએસમાં 599 નવીન હોટેલ શરુ કરવામાં આવી જેમાં 68712 રૂમનો સમાવેશ થાય છે. જ્યારે 2020ના અંત સુધીમાં અન્ય 326 પ્રોજેક્ટ પૂર્ણ થઇ શકે, જેમાં 35324 રૂમ ઉપલબ્ધ હશે. આમ કુલ 925 પ્રોજેક્ટમાં 104036 રૂમ ઉપલબ્ધ હશે.

રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે હોટેલ બાંધકામ પ્રોજેક્ટ પાઇપલાઇનમાંથી દૂર થઈ રહ્યાં છે અને રદ કરવામાં આવી રહ્યાં છે અથવા બાંધકામ પ્રવૃત્તિ અટકાવી દેવામાં આવી હોય તેવા પ્રોજેક્ટની સંખ્યા 191 છે. જેમાં 21859 રૂમનો સમાવેશ થાય છે.

યુએસમાં આગામી 12 મહિનામાં જે હોટેલ પ્રોજેક્ટનું બાંધકામ શરુ થવાનું છે તેમાં 2113 પ્રોજેક્ટ અને 246528 રૂમનો સમાવેશ થાય છે. જ્યારે જે પ્રોજેક્ટનું વહેલું આયોજન તબક્કામાં છે તેમાં 1559 પ્રોજેક્ટ અને 192362 રૂમનો સમાવેશ થાય છે. જે માત્ર ગયા વર્ષની સરખામણીએ નહીં પરંતુ ગયા વર્ષમાં ક્વાર્ટર કે ત્રિમાસિક ગાળાની સરખામણીએ વધારો સૂચવે છે એમ પણ એલઈ રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

એલઈ એવી અપેક્ષા રાખે છે કે 2021માં વધુ 960 પ્રોજેક્ટ 113247 રૂમ સાથે શરૂ થઈ શકશે.

રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે અપેક્ષા મુજબ ક્વાર્ટર ત્રણમાં હોટેલ બાંધકામ પ્રવૃત્તિ ક્વાર્ટર-2ની સરખામણીએ ઘટી છે. તેનું મુખ્ય કારણ ક્વાર્ટર એકમાં હોટેલ બાંધકામ પ્રવૃત્તિમાં વધારો થતાં ક્વાર્ટર-2માં નવી હોટેલો શરૂ થઈ શકી હતી. આ ઉપરાંત બીજી રીતે નવા પ્રોજેક્ટની જાહેરાતો મુલતવી રાખવામાં આવી છે,.

આ રીપોર્ટમાં જણાવ્યા મુજબ વર્ષની સરખામણીમાં ઘટાડો થવા છતાં જે પ્રોજેક્ટ હાલમાં બાંધકામ હેઠળ છે તે આગળ ધપીને ખુલવા તરફ જઇ રહ્યાં છે. જેથી આગામી સમયમાં યુએસમાં નવી હોટલો શરૂ થશે. જે ડેવલપર્સ આગામી 12 મહિનામાં તેમના પ્રોજેક્ટ શરૂ કરવા ઇચ્છી રહ્યાં છે તેઓ બાંધકામ શરૂ થાય તેની સાથે નવી હોટેલ ખોલવાની તારીખો, ઓછામાં ઓછો ખર્ચ અને સંચાલન માટેના મજબૂત વાતાવરણ સાથે શરૂ કરવા માંગે છે.

એલઈના અગાઉના રીપોર્ટમાં બીજા ક્વાર્ટર દરમિયાન બાંધકામ વધશે તેવો અહેવાલ આપવામાં આવ્યો હતો