અમેરિકામાં 622218 રૂમવાળા 4967 પ્રોજેક્ટનું બાંધકામ પ્રથમ ત્રિમાસિકગાળામાં ચાલી રહ્યું હોવાનું લોજિંગ ઇકોનોમેટ્રિક્સના કન્સ્ટ્રક્શન પાઇપલાઇન ટ્રેન્ડ રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. 2020ના અંતની તુલનામાં તે ઓછું છે, ત્યારે 650222 રૂમવાળા 5216 પ્રોજેક્ટ કાર્યરત હતા.

લોજિંગ ઈકોનોમેટ્રિક્સના જણાવ્યા અનુસાર અમેરિકામાં હોટેલ બાંધકામ ક્ષેત્રે પ્રથમ ત્રિમાસિકગાળામાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. જોકે, આ મંદી એ મહામારી કોવિડ-19ને ધ્યાનમાં લેતા અનપેક્ષિત નહોતી અને આ ઘટાડો આર્થિક મંદીની સરખામણીએ ઓછી છે.

એલઈના કન્સ્ટ્રક્શન પાઇપલાઇન ટ્રેન્ડ રીપોર્ટમાં જણાવ્યા અનુસાર પાઇપલાઇનમાં 622218 રૂમવાળા 4967 પ્રોજેક્ટ પ્રથમ ત્રિમાસિકગાળાના અંત સુધીમાં હતા. એલઈના અગાઉના અહેવાલમાં જણાવ્યા અનુસાર 2020ના અંત સુધીમાં ત્યાં 650222 રૂમ સાથેના 5216 પ્રોજેક્ટ બાંધકામ હેઠળ હતા.

સાલ 2008 તથા 2009ની આર્થિક મંદી દરમિયાન પ્રોજેક્ટમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન, પ્રારંભિક આયોજનના તબક્કાવાળા પ્રોજેક્ટ્સ વાર્ષિક સરખામણીએ વધારે હતા.

“જોકે પ્રથમ ક્વાર્ટરમાં હોટેલ ડેવલપમેન્ટ હજું પણ નિરાશાજનક છે, સતત મળતી સરકારી મદદ અને યોજનાઓના વિસ્તરણને કારણે અનેક નાના વેપાર-ધંધાર્થીઓને ફરીથી  શરૂ થવામાં અને સ્ટાફને ફરી કામે રાખવામાં આર્થિક મદદ મળી શકી છે.” તેમ એલઈ દ્વારા એક અહેવાલમાં જણાવાયું છે. વર્તમાન સમય સુધીમાં પાત્રતાયોગ્ય અનેક લોકોએ રસીકરણનો લાભ લીધો છે, જેને કારણે ગ્રુપ ગેધરિંગ્સ અને ઈન્ડોર એક્ટિવિટીની માંગમાં પણ વધારો થયો છે. 12થી 15 વર્ષની વયવાળા બાળકો પર રસીની અસર ચકાસવાના પ્રયોગ અસરકારક રહ્યા છે. સીડીસી દ્વારા પણ જણાવાયું છે કે રસી લેનારા લોકો હવે સુરક્ષિત છે અને સ્થાનિક સ્તરે પ્રવાસ કરી શકે તેમ છે. અમેરિકન લોકો હવે ઉનાળા દરમિયાન ફરવા જવા અધીરા બન્યા છે અને અત્યારથી આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે. પરિણામે, ઓપરેટિંગ કામગીરી આ વસંત ઋતુ, ઉનાળો અને પાનખરના અંતમાં વધી શકે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

પર્તમાન સમયે પ્રથમ ત્રિમાસિકગાળામાં 179304 રૂમવાળા 1311 પ્રોજેક્ટ બાંધકામ હેઠળ હતા. અન્ય 97959 રૂમ સાથેના 841 પ્રોજેક્ટ 2020ના અંત સુધીમાં શરૂ કરવામાં આવ્યા હતા. 2021ના પ્રથમ ત્રિમાસિકગાળામાં કુલ 27528 રૂમવાળા 229 પ્રોજેક્ટ કાર્યરત થયા હતા.

વિલંબને કારણે ચતુર્થ ત્રિમાસિકગાળો ઓનલાઇન આવી રહ્યો છે, ત્યારે એલઈ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે 2021 ના અંત સુધીમાં 81866 રૂમવાળા કુલ 691 પ્રોજેક્ટ કાર્યરત થઈ જશે, જે સમગ્ર નવી હોટેલ સપ્લાયના બે ટકાને પ્રતિનિધિત્વ કરે છે. સમગ્ર 2022 દરમિયાન, એલઈ આગાહી કરે છે કે બે ટકાના વધારા સાથે 111235 રૂમ સાથેના 963 પ્રોજેક્ટ શરૂ થશે. આવનારા 12 મહિના દરમિયાન બાંધકામ શરૂ કરવાનું આયોજન ધરાવનારાઓમાં 215911 રૂમવાળા 1866 પ્રોજેક્ટ છે. આવનારા 12 મહિના દરમિયાન 1866 પ્રોજેક્ટ કાર્યરત થવાનું આયોજન ધરાવે છે. પ્રારંભિક તબક્કાનું આયોજન ધરાવનારા 227003 રૂમવાળા 1790 પ્રોજેક્ટ છે.

પ્રથમ ત્રિમાસિકગાળામાં અમેરિકામાં 190475 રૂમવાળા કુલ 1198 પ્રોજેક્ટ રીનોવેશન હેઠળ અથવા કન્વર્ઝન હેઠળ હતા, જે 2020ના અંતે જોવા મળેલા ઘટાડાની સરખામણીએ સહેજ વધુ હતા.