લા ક્લાઇન્ટા દ્વારા માતાઓના રજાના તણાવને નિયંત્રિત કરવા કાર્યક્રમ

બ્રાન્ડની ‘થેન્કફુલ ફોર મોમ’ પહેલમાં પેરેન્ટિંગ એક્સપર્ટ્સ સાથે ત્રણ ઓનલાઇન મુલાકાત સામેલ છે

0
583
લા ક્યુઇન્ટા બાય વિન્ધમના ‘થેન્કફુલ ફોર મોમ’ કાર્યક્રમ દ્વારા નવેમ્બર 3થી 17 દરમિયાન ત્રણ વિનામૂલ્યે 90 મિનિટના ઓનલાઇન મીટઅપ પૂરા પડાશે, જેમાં ભાગ લેનારને વાલીપણા. પ્રવાસ અને લાઇફસ્ટાઇલ નિષ્ણાત દ્વારા સૂચન અપાશે.

માતાઓ સાથેની ઉજવણી માટે એક દિવસ પૂરતો નહીં હોવાથી લા ક્યુઇન્ટા બાય વિન્ધમ દ્વારા તેમના માટે સમગ્ર કાર્યક્રમ ઘડી નાખવામાં આવ્યો છે. બ્રાન્ડના ‘થેન્કફુલ ફોર મોમ’ પ્રોગ્રામમાં માતાઓને પોતાના રજાઓને લઇને સર્જાયેલા તણાવને દૂર કરવા માટે તક મળશે. આ ઓનલાઇન કાર્યક્રમમાં એકટ્રેસ અને પોડકાસ્ટ હોસ્ટ કેટી લાઉસ દ્વારા માતાઓને ટિપ્સ પણ મળશે.

લા ક્યુઇન્ટા દ્વારા આ મહિને હાથ ધરવામાં આવેલા એક અભ્યાસના આધારે આ કાર્યક્રમ થેન્કફુલ ફોર મોમ ઘડી નાખવાની પ્રેરણા મળી હતી. અભ્યાસમાં આવરી લેવામાં આવેલા પરિવારની મહિલાઓમાંથી 60 માતાઓએ વેકેશનમાં ફરવા જવા માટે આયોજન ઘડી નાખ્યા છે. 82 ટકા માતાઓએ કહ્યું હતું કે હોલિડે પ્લાનિંગ કરી નાખવામાં આવ્યું છે. જેમાં તેમને સૌથી વધારે ચિંતા આખા પરિવારના સામાનની પેકિંગ, ડ્રાઇવર, રજાઓમાં માણવાની પ્રવૃત્તિઓ તથા પોતાના પાળતું પ્રાણીની સંભાળને લઇને હોય છે. જેને પરિણામે અભ્યાસમાં આવરી લેવામાં આવેલી 78 માતાઓએ કહ્યું હતું કે આ ચિંતાને કારણે તેઓ પરિવાર સાથે બહાર ફરવા નિકળે તે પહેલા જ ખૂબ થાકી જતી હોય છે. જે સૂચવે છે કે તેમનું ફેમિલી વેકેશન ખરેખર ફેમિલી વેકેશન બનતું નથી.

આ અંગે લા ક્યુઇન્ટાના સિનિયર ડિરેક્ટર ફોર બ્રાન્ડ માર્કેટિંગ કેરોલિના મેટિયાઝ-પેરેઝ કહે છે કે માતાઓ મહામારીના સમયગાળા દરમિયાનની અજાણી હીરો છે- કામમાં સંતુલન, જીવન, સ્કૂલ, પેરેન્ટિંગ અને પ્રવાસ સહિતની અનેક બાબતો અંગે તે સંભાળે છે અને કોઇને ઓછું આવવા દેતી નથી. માહિતી દર્શાવે છે કે કોઇપણ પરિવાર જ્યારે પ્રવાસનું આયોજન કરે ત્યારે તેના આયોજનમાં મહત્વની ભૂમિકા માતા ભજવે છે.

થેન્કફુર ફોર મોમ કાર્યક્રમમાં ત્રણ વર્ચ્યુઅલ મીટઅપ શ્રેણીનો સમાવેશ કરાયો છે, જે નવેમ્બર ત્રણથી લઇને સાપ્તાહિક ધોરણે નવેમ્બર 17 સુધી ચાલશે, થેન્ક્સગિવિંગના પહેલાના સમય સુધી. દરેક 90 મિનિટના સત્રમાં માતાઓને પેરેન્ટિંગ, ટ્રાવેલ અને લાઇફસ્ટાઇલ અંગે જાણકારી અપાશે તથા માહિતગાર કરાશે.  જે રાત્રે 8 વાગ્યાથી સ્થાનિક સમય અનુસાર ચાલુ થશે.

નવેમ્બર 3ના રોજ યોજાનાર મીટઅપમાં લોવેસ પણ એક વક્તા બનશે. તેઓ એબીસી પોલિટિકલ ડ્રામા સિરીઝ સ્કેન્ડલમાં ભજવેલી પોતાની ક્યુઇન પેરકિન્સની ભૂમિકાથી વધારે પ્રખ્યાત છે. તેઓ પોડકાસ્ટ કેટીઝ ક્રીબના હોસ્ટ પણ રહ્યા જેમાં તેઓ નોકરિયાત માતાઓને સલાહસૂચન આપે છે.

અન્ય મીટઅપમાં જે વક્તાઓ આવશે તેમાં બ્લોગર સારાહ વેગનર, બોસ મોમ અને ડિઝની ફેમિલી સન્ડેઝ એમ્બર કેમ્પ-ગેરસ્ટેલના હોસ્ટ તથા ઉદ્યોગસાહસિક કાર્લા લુ સહિતની જાણીતી હસ્તીઓ જોવા મળશે. મીટઅપમાં હાલની પરિસ્થિતિને ધ્યાને લઇને કામ કરતી અને ઘરે રહેતી માતાઓને ટ્રાવેલિંગ તથા પરિવાર સાથે બહાર જવા અંગેની તૈયારી સહિતની જાણકારી અપાશે.

સમગ્ર કાર્યક્રમનું આયોજન અને જાણકારી વેબસાઇટ www.lq.com ખાતે ઉપલબ્ધ છે.

સપ્ટેમ્બરમાં 2021 યુએસ ફેમિલી ટ્રાવેલ સર્વેમાં જાણવા મળ્યું હતું કે અમેરિકાના 88 ટકા વાલીઓ આવનારા 12 મહિના દરમિયાન સંતાનો સાથે બહાર ફરવા જવાનું આયોજન ધરાવે છે.