ઓક્ટોબરમાં હોટેલ સ્ટોક ઈન્ડેક્સ સમતલ રહ્યું

મહામારી અને રાજકારણે મૂડીરોકાણના હિતોને અસર કરી

0
646
ધી બાઈડ / એસટીઆર હોટેલ્સ સ્ટોક ઈન્ડેક્સ ઓક્ટોબરમાં 0.2 ટકા ઘટી ગયો હતો. આ મહિના દરમિયાન એસ એન્ડ પી 500 માં હોટેલ્સ સ્ટોક ઈન્ડેક્સે સારો દેખાવ કર્યો હતો. જોકે તેમાં 2.8 ટકાનો ઘટાડો નોંધાયો અને ગયા વર્ષની સરખામણીએ આ વર્ષના શરૂઆતના દસ માસમાં તે 36.9 ટકાનો ઘટાડો સૂચવે છે.

ધી બાઇડ / એસટીઆર હોટેલ્સ સ્ટોક ઈન્ડેક્સના જણાવ્યા પ્રમાણે ઓક્ટોબરમાં હોટેલ સ્ટોક એટલે કે શેરબજાર સમતલ રહ્યું તેમ છતાં અન્ય ઈન્ડેક્સમાં તેનો સારો દેખાવ જોવા મળ્યો છે. કોવિડ-19ના વધતા જતાં કેસો અને રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રાજકીય અસ્થિતરતાને કારણે માર્કેટ પર અસર જોવા મળી છે.

ધી બાઇડ / એસટીઆર ઈન્ડેક્સ 3323ના સ્તરે જઇને 0.2 ટકા ઘટી ગયો હતો. આ વર્ષના શરૂઆતના દસ મહિનાની સરખામણીએ ગયા વર્ષમાં આ જ તારીખ મુજબ તેમાં 36.9 ટકાનો ઘટાડો સૂચવે છે.

હોટેલ સ્ટોક ઈન્ડેક્સ દ્વારા એસ એન્ડ પી 500 અને એમએસસીઆઈ-યુએસ આરઈઆઈટી ઇન્ડેક્સ એમ બન્નેમાં સારો દેખાવ માસ દરમિયાન જોવા મળ્યો, જોકે બન્નેમાં 2.8 ટકાનો ઘટાડો પણ નોંધાયો છે. હોટેલ બ્રાન્ડ સબ ઈન્ડેક્સ સપ્ટેમ્બરથી વધીને 0.4 ટકા થયો અને 5993એ પહોંચ્યો હતો. જ્યારે હોટેલ આરઈઆઈટી સબ ઈન્ડેક્સ ઘટીને 2.1 ટકાએ 723 પર પહોંચ્યો હતો.

હોટેલ સ્ટોકસનું ઓક્ટોબરમાં સરેરાશ સારો દેખાવ રહ્યો, જોકે તે વખતે સ્ટોક માર્કેટમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી કેમ કે મૂડીરોકાણકારો રાષ્ટ્રવ્યાપી કોરોના વાઇરસ કેસ ગણી રહ્યાં હતા અને રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં અચોક્કસતાને લીધે પણ બજાર પર દબાણ જોવા મળ્યું હતું. એમ બાઇડના સિનિયર હોટેલ રીસર્ચ એનાલિસ્ટ અને ડિરેક્ટર માઇકલ ડેલિસરીયો દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે જો આપણે આગળ વધવાની વાત કરીએ તો ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થયા બાદ નજીકના ભવિષ્યમાં મૂડીરોકાણકારો રાહત અનુભવશે અને પ્રવાસન સંબંધિત શેરની કિંમતમાં તેજી જોવા મળી શકે.

જોકે બીજી તરફ એસટીઆરના પ્રમુખ અમાન્ડા હિટ દ્વારા એવું જણાવવામાં આવ્યું કે ભવિષ્ય ઉજ્જવળ નથી.

તેમણે કહ્યું કે પ્રાથમિક ડેટા સૂચવે છે કે રેમડીએઆર ઘટ્યો છે, જે અગાઉના મહિનાઓમાં સરસ રહ્યો છે. વાસ્તવમાં ઓક્ટોબરમાં ખરાબ પ્રદર્શન જોવા મળ્યું છે. ઐતિહાસિક રીતે કહીએ તો શ્રમ દિન દ્વારા વૈભવશાળી પ્રવાસીઓ ઘર તરફ અને કોર્પોરેટ પ્રવાસીઓ બહાર રોડ પર એમ એક પ્રકારની રેખા ખેંચાઈ ગઇ હતી. પરંતુ આ વર્ષે દેખિતિ રીતે અલગ છે અને જેઓ બે માંગણીઓ ઇચ્છી રહ્યાં છે તે ઓપરેટર અને ઓનર વર્ષ દરમિયાન ગભરાટમાં જોવા મળી શકે. અમે એનવાયયુના આગામી વર્ચ્યુઅલ કોન્ફરન્સ દરમિયાન સંશોધીત આગાહી પ્રસિદ્ધ કરીશું જોકે અગાઉ કરતાં ઉદ્યોગે સારા દેખાવની આશા રાખવી ન જોઇએ.