સેવ હોટેલ જોબ્સ એક્ટને હોટેલ અને ટ્રાવેલ એસોસિએશનનું સમર્થન

આ સૂચિત કાયદાથી 20 બિલિયન ડોલરથી વધુની ગ્રાન્ટ નોકરીઓ માટે મળી શકશે

0
971
સેસિલ સ્ટાટન, આહોઆ પ્રેસિડેન્ટ અને સીઈઓ, ડાબે, અને ચીપ રોજર્સ, ધી અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને સીઈઓ, તાજેતરમાં મે મહિનામાં યોજાયેલ હન્ટર હોટેલ કોન્ફરન્સ દરમિયાન સેવ હોટેલ જોબ એક્ટ અંગે ચર્ચા કરતાં નજરે પડે છે.

તાજેતરમાં લેઇઝર અને હોસ્પિટાલિટી ક્ષેત્રે રોજગારીમાં વધારો થવા છતાં ઇન્ડસ્ટ્રી એસોસિએશનન્સનું કહેવું છે કે ક્ષેત્રે બેરોજગારીનું પ્રમાણ ગંભીર સ્તરે છે. તેમણે સેવ હોટેલ જોબ એક્ટને સંપૂર્ણ ટેકો જાહેર કરીને વહેલી તકે તેઓ અમલ થાય તેવી આશા વ્યક્ત કરી છે.

એપ્રિલ મહિનામાં, ધી એલ એન્ડ એચ ઇન્ડસ્ટ્રીમાં 331000 નોકરીઓ વધી છે, જે સમગ્ર અર્થતંત્રમાં ઉમેરાયેલી 266000 નોકરીઓ કરતાં વધુ છે તેમ યુ.એસ. બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સ દ્વારા જણાવવામાં આવ્યું હોવાનો દાવો એરોન સિઝ્ફ દ્વારા કરવામાં આવ્યો છે. તેઓ યુએસ ટ્રાવેલ એસોસિએશન સાથે સંકળાયેલા એક અર્થશાસ્ત્રી છે.

તે જણાવે છે કે જ્યારે સેક્ટર અમેરિકામાં મહામારી અગાઉનો 11 ટકાનો રોજગારી દર ધરાવે છે ત્યારે હવે બેરોજગારીનો દર 35 ટકાએ પહોંચ્યો છે.

યુએસ ટ્રાવેલ એસોસિએશન દ્વારા આહોઆ અને ધી અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન સાથે મળીને સેવ હોટેલ જોબ્સ એક્ટને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે જેથી વહેલીમાં વહેલી તકે આ કાયદો પસાર થાય. તાજેતરમાં આયોજીત હન્ટર હોટેલ કોન્ફરન્સમાં આ મુદ્દો ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યો હતો જેમાં આહોઆના પ્રેસિડેન્ટ અને સીઈઓ સેસિલ સ્ટાટને, અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને સીઈઓ ચીપ રોજર્સ પણ સામેલ થયા હતા.

સ્ટાટને કહ્યું હતું કે ગયા વર્ષ સહિત અમે સતત અમારા સભ્યો સાથે આ બાબતે ચર્ચા કરી છે કારણ કે અમે મોટાભાગના લોકોની આંખોમાં સ્ટાફ ગુમાવવાનું દુઃખ અને આંસુ જોયા છે.

ધી સેવ હોટેલ જોબ્સ એક્ટ એ ખાસ કરીને હોટેલ માલિકો માટે ખૂબ મહત્વપૂર્ણ છે તેમ રોજર્સે જણાવ્યું હતું.

“હું ભારપૂર્વક કહેવા માંગુ છું કે આ ખરેખર હોટલોને લગતો એકમાત્ર હોટલ વિશેષ કાયદો હશે જેને આપણે જોઇશું, તેથી તે ખરેખર ખૂબ મહત્વપૂર્ણ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

જો આ કાયદાને મંજૂરી મળશે તો હોટલિયર્સને 2019 થી ત્રણ મહિનાના સમયગાળાથી પગાર ખર્ચની પસંદગી કરવાની મંજૂરી આપવામાં આવશે, તેમને ચૂકવણા માટે 20 મિલિયન ડોલરથી વધુની ગ્રાન્ટ ફાળવાશે. કાયદા હેઠળ લાભ મેળવવા માટે હોટેલ માલિકોએ સાલ 2020માં પસંદ કરાયેલા કોઇ પણ ત્રણ મહિના દરમિયાન 40 ટકા સુધીનું નુકસાન દર્શાવવું પડશે. અથવા ગયા વર્ષે સળંગ ત્રણ મહિના સુધી હોટેલ બંધ રહી હતી તે પુરવાર કરવું પડશે.

આ અને પીપીપી વચ્ચે જે તફાવત છે તે એ છે કે એક, તે સંપૂર્ણ ગ્રાન્ટ છે, બીજું કે તે દરેક હોટેલવાળા માટે ઉપલબ્ધ છે, તેમ રોજર્સે જણાવ્યું હતું. તે ફક્ત નાના હોટેલવાળાઓ માટે નથી તે ફક્ત 500થી નીચેની હોટેલવાળાઓ માટે પણ નથી. તે ફક્ત તમારી માલિકીપણાની કેટેગરી પર આધારિત છે. જો તમે પબ્લિક કંપની, પ્રાઇવેટ કંપની કે આરઈઆઈટી છો, તો પણ કોઇ મુશ્કેલી નથી. જો તમને 40 ટકા સુધીનું નુકસાન થયું છે તો તમે લાભાર્થી બનવા પાત્રતા ધરાવશો.

જો આ બધી બાબતોને ધ્યાને લેવામાં આવે તો સમજાશે કે સમગ્ર હોટેલ ઇન્ડસ્ટ્રીને તેને કારણે 20 બિલિયન ડોલરથી પણ વધુની સીધી રાહત મળી શકે તેમ છે, તેમ રોજર્સે જણાવ્યું હતું.