હિલ્ટન અને માર્સ પેટકેર વચ્ચે પેટફ્રેન્ડલી નીતિ પ્રોત્સાહન માટે કરાર

કંપનીની એક્સટેન્ડેડ-સ્ટે બ્રાન્ડ હોમવૂડ અને હોમ2માં 100 ટકા પેટ ફ્રેન્ડલી બનશે અને આવકારશે

0
704
હિલ્ટનની એક્સટેન્ડેડ-સ્ટે બ્રાન્ડ હોમવૂડ સ્યુટ્સ બાય હિલ્ટન અને હોમ2 સ્યુટસ બાય હિલ્ટન પેટ કેર કંપની માર્સ પેટકેર સાથેની ભાગીદારીના કરાર હેઠળ બંને બ્રાન્ડ ખાતે નવા પેટ આધારિત પ્રોગ્રામનો અમલ કરાશે. જેમાં જાન્યુઆરીથી 100 ટકા પેટ-ફ્રેન્ડલી બનવું સુમેળ સાધવું અને પ્રતિદિવસ 50 ડોલરની રકમ સાથે શરૂઆત કરવીનો સમાવેશ થાય છે.

હવે વધારેને વધારે લોકો મુસાફરી કરી રહ્યાં છે અને મોટાભાગના લોકો પોતાના પાળતું પ્રાણી સાથે વેકેશન માણવા નિકળી પડ્યા છે. આ નવા અભિગમને ધ્યાને રાખીને હિલ્ટન દ્વારા તેની એક્સટેન્ડેડ-સ્ટે બ્રાન્ડ, હોમવૂડ સ્યુટ્સ બાય હિલ્ટન અને હોમ2 સ્યુટ્સ બાય હિલ્ટન માટે પેટ કેર કંપની માર્સ પેટકેર સાથે કરાર કરવામાં આવ્યા છે.

આ નવા એગ્રીમેન્ટ અનુસાર હોમવૂડ સ્યુટ્સ અને હોમ2 પોતાને ત્યાં પેટફ્રેન્ડલી નીતિનો અમલ કરશે અને જાન્યુઆરી સુધીમાં પોતાને ત્યાં 100 ટકા પેટ ફ્રેન્ડલી નીતિનો અમલ થશે, જેમાં રોકાણ દરમિયાન પ્રતિદિવસ 50 ડોલરથી ફીની શરૂઆત થશે. ગેસ્ટ પોતાની સાથે આ ફી ચૂકવીને પાળતું પ્રાણીને રાખી શકશે.

નિષ્ણાતોની સલાહ પણ મળશે

નવા કાર્યક્રમનો અમલ માર્સ પેટકેરના બેટર સિટી ફોર પેટ પ્રોગ્રામની માહિતીના આધારે કરવામાં આવશે. આ બંને કંપનીઓ વચ્ચેની ભાગીદારીના કરાર અનુસાર હોમવૂડ સ્યુટ્સ અને હોમ2 સ્યુટ્સ ખાતે રોકાણ દરમિયાન ગેસ્ટ માર્સ પેટકેર ડિજિટલ સર્વિસ પાઇલોટ પ્રોગ્રામનો ઉપયોગ કરીને નવા વાતાવરણમાં પાળતું પ્રાણીઓને કેવી રીતે અનુકૂળ આવી શકે તે અંગેની સલાહ આપવામાં આવશે. હાલમાં પ્રારંભિક તબક્કે આ સેવા ડલ્લાસ, જેક્શન, વ્યોમિંગ, માયામી, નાશવિલે, ટેનેસી અને ફિનિક્સમાં શરૂ કરાશે.

હિલ્ટનની બધી સ્યુટ્સ અને કેન્દ્રિત સેવા બ્રાન્ડ માટેના ગ્લોબલ હેડ બિલ ડન્કન કહે છે કે અમારી એક્સટેન્ડેડ-સ્ટે બ્રાન્ડ ઘરથી દૂર રહીને પણ ઘર જેવો માહોલ મુસાફરોને અમારે ત્યાં રોકાણ દરમિયાન પૂરો પાડે છે.

પાળતું પ્રાણીઓ સાથે પરિવારો નિકળી પડ્યાં

તાજેતરમાં કેઆરસી રીસર્ચ દ્વારા એક સર્વેક્ષણ કરાયું હતું જેમાં જાણવા મળ્યું હતું કે પાળતું પ્રાણી પાળનારા 85 ટકા માલિકોએ જણાવ્યું હતું કે તેઓ આવતા વર્ષે પ્રવાસ કરવાનું આયોજન ધરાવે છે, જ્યારે 65 ટકાએ જણાવ્યું કે તેઓ પોતાના પાળતું પ્રાણી સાથે જ બહાર નિકળવાનું પસંદ કરશે. આ બાબતે અન્ય એક સર્વે અમેરિકન સોસાયટી ફોર ધી પ્રિવેન્શન ફ ક્રુઆલ્ટી ટુ એનિમલ દ્વારા મે મહિનામાં કરાયો હતો અને તેમાં જણાયું કે કોવિડ-19 મહામારીના પ્રારંભ પછી અમેરિકાના 23 મિલિયન પરિવારોએ પોતાને ત્યાં પાળતુ પ્રાણી રાખવાનું પસંદ કર્યું હતું. લોકડાઉનમાં ઘરોમાં પોતાના પાળતું પ્રાણીઓ સાથે બંધ રહ્યાં પછી 58 ટકાએ જણાવ્યું કે તેઓ જ્યાં અને જ્યારે પણ મુસાફરી કરશે ત્યારે પેટ-ફ્રેન્ડલી અકોમેન્ડેશનનો આગ્રહ રાખશે અને આ સર્વેના આધારે આ નવી નીતિનો અમલ શરૂ કરાયો છે.

એક્સટેન્ડેડ-સ્ટે બ્રાન્ડ, હોમવૂડ સ્યુટ્સ અને હોમ2 સ્યુટસ હવે ખાસ કરીને પાળતું પ્રાણીઓ સાથે પ્રવાસ કરનારાઓ માટે રોકાણની સુવિધા પૂરી પાડે છે તેમ હિલ્ટને જણાવ્યું હતું. જેમાં રહેવાની અલગ વ્યવસ્થા, ઉંઘવાની અલગ વ્યવસ્થા તથા જુદા રસોડાની પણ સુવિધા છે. હિલ્ટન દ્વારા  અમલમાં મુકાયેલી આ નવી વ્યવસ્થા બેટર સિટીઝ ફોર પેટ પ્રોગ્રામને અનુકૂળ આવે તેમ તૈયાર કરવામાં આવી છે તેમ એલકેદીપ સિંઘ, રીજીનિયલ પ્રેસિડેન્ટ ફોર માર્સ પેટકેર નોર્થ અમેરિકાએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે અમારે ત્યાં અમે એવા ગેસ્ટ કે જેઓ પોતાના પ્રવાસ દરમિયાન પોતાના પાળતું પ્રાણીઓને ઘરે છોડવા તૈયાર નથી અને હોટેલમાં રોકાણ દરમિયાન પણ તેને સાથે જ રાખવાનો આગ્રહ રાખે છે તેમને ધ્યાનમાં રાખીને નવી નીતિનો અમલ કર્યો છે.

હોમ2 સ્યુટ્સ દ્વારા તેની 500મી પ્રોપર્ટી, હોમ2 સ્યુટ્સ બાય હિલ્ટન ફોર્ટ માયર્સ એરપોર્ટ, ફોર્ટ માયર્સ, ફ્લોરિડાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બ્રાન્ડની શરૂઆતના દસ વર્ષ પછી રજુઆત થઇ હતી. 123 કી હોટેલની માલિકી મેરિલેન્ડના કોલમ્બિયા ખાતેના બેવૂડ હોટેલ્સની છે જેનું સંચાલન પ્રેસિડેન્ટ એઆઈ પટેલના વડપણ હેઠળ થાય છે.